Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક કરતાં વધુ આવાસ લેનારની ખેર નથી:મનપાએ બનાવ્યો નવો સૉફ્ટવેર, ચૂંટણીકાર્ડ કે આધારકાર્ડ નંબર નાખતા જ ગેરરીતિ કરનાર ઝડપાશે, ટેસ્ટિંગમાં ત્રણ પકડાયા

    2 days ago

    રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં એક કરતાં વધુ આવાસ લેનારાઓની હવે ખેર નથી. આ માટે મનપા દ્વારા ઇનહાઉસ ખાસ સોફ્ટવેર બનાવવામાં આવ્યો છે. જેમાં માત્ર ચૂંટણીકાર્ડ કે આધારકાર્ડ નંબર નાખતા જ ગેરરીતિ ઝડપાઇ જશે. હાલ આ સોફ્ટવેરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જેમાં ગેરરીતિનાં ત્રણ કિસ્સાઓ પકડાઈ ચુક્યા છે. આગામી સમયમાં કોઈપણ યોજના હેઠળ આવાસ લેનાર ફરીથી અરજી કરતાની સાથે જ ઝડપાઇ જશે. સોફ્ટવેરમાં અત્યાર સુધીમાં 13,777 જેટલા આવાસ લાભાર્થીઓના ડેટાનો ઉમેરો કરી દેવાયો આવાસ યોજનાનાં મેનેજર સૂર્યપ્રતાપસિંહે આ મામલે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, મનપા દ્વારા આવાસમાં ગેરરીતિ અટકાવવા અને માત્ર સાચા તથા જરૂરિયાતમંદ લાભાર્થીઓને મકાન મળે તે સુનિશ્ચિત કરવા આઈ.ટી. શાખાના સહયોગથી અત્યાધુનિક ઈન-હાઉસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો છે. આ સોફ્ટવેરની મદદથી આવાસની ફોર્મ ચકાસણી દરમિયાન જ ડુપ્લિકેટ અથવા ગેરકાયદેસર અરજીઓ પકડાઈ જશે. આ સોફ્ટવેરમાં અરજદારનો આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ નંબર નાખવાથી તેમણે અગાઉ રાજકોટ મહાનગરપાલિકામાં આવાસ મેળવ્યો છે કે નહીં તેની તુરંત જાણ થઈ જશે. હાલ આ સોફ્ટવેર પ્રારંભિક અને ટેસ્ટિંગ સ્ટેજ પર છે. પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલા આ સોફ્ટવેરમાં અત્યાર સુધીમાં 13,777 જેટલા આવાસ લાભાર્થીઓના ડેટાનો ઉમેરો કરી દેવામાં આવ્યો છે, જ્યારે બાકીના 19,000 જેટલા લાભાર્થીઓનો ડેટા તબક્કાવાર ફીડ કરવામાં આવી રહ્યો છે. બે દંપતી સહિત ત્રણ આસામીઓએ બે-બે આવાસ મેળવ્યા હોવાનું ખુલ્યું હજુ ડેટા એન્ટ્રીની કામગીરી ચાલુ હોવા છતાં, પ્રારંભિક ચકાસણી દરમિયાન જ આ સોફ્ટવેરની કમાલ સામે આવી છે. જેમાં બે દંપતી સહિત ત્રણ આસામીઓ એક આવાસ ધરાવતાં હોવા છતાં ફરીથી આવાસ મેળવવા માટે અરજી કરી બે-બે આવાસ મેળવ્યા હોવાનું ખુલ્યું છે. મહાનગરપાલિકા દ્વારા હવે આ આસામીઓ પાસેથી લેખિત કબૂલનામું લઈને એક આવાસ કબજે કરીને તેની ડિપોઝિટ તથા હપ્તા સહિત તમામ રકમ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો આ આસામીઓ તેની કબૂલાત આપવાનો ઈનકાર કરશે, તો તેમની સામે નિયમાનુસાર ફોજદારી ફરિયાદ અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં બંને આવાસ જપ્ત કરવા સાથે જેલની સજાની પણ જોગવાઈ છે. MIS પોર્ટલમાંથી પ્રેરણા લઈને આ સોફ્ટવેર બનાવવામાં આવ્યું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અત્યાર સુધીમાં અલગ-અલગ વિસ્તારોમાં 32,777 આવાસો બનાવવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ નવા આવાસોનું આયોજન છે. હાલમાં વિવિધ આવાસોની ફાળવણી માટે મંગાવવામાં આવેલી અરજીઓની હાલ ટેક્નિકલ ચકાસણી ચાલી રહી છે. ત્યારે આવાસ વિભાગના અધિકારી સૂર્યપ્રતાપસિંહ અને આઈ.ટી. વિભાગના સહયોગથી તૈયાર કરાયેલો આ સોફ્ટવેર ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. રાજ્ય સરકારના 'મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ' (MIS) પોર્ટલમાંથી પ્રેરણા લઈને આ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. પતિ-પત્ની બંનેએ અલગ-અલગ આવાસ મેળવ્યા હોય તો તુરંત ખબર પડી જશે સોફ્ટવેરની મુખ્ય વિશેષતા એ છે કે, જો કોઈ આસામી પાસે અગાઉથી મકાન હોય અને તે ફરી અરજી કરે, તો સોફ્ટવેર તેના નામ સામે તુરંત ‘રેડ ફ્લેગ’ અલર્ટ બતાવી દેશે અને તેની એક એક્સેલ-શીટ જનરેટ થઈ જશે. આ ઉપરાંત, ભવિષ્યમાં સોફ્ટવેરમાં એવું પણ પ્રાવધાન કરવામાં આવી રહ્યું છે કે લાભાર્થીના પ્રથમ નામ, મધ્ય નામ અને અટક આ ત્રણમાંથી કોઈપણ બે વિગતો સમાન મળશે તો પણ તુરંત એલર્ટ આવી જશે અને તેની એક્સેલ-શીટ બની જશે. જેથી પતિ-પત્ની બંનેએ અલગ-અલગ આવાસ મેળવ્યા હોય તો તેની પણ તુરંત ખબર પડી જશે. કોર્પોરેશનની કોઈપણ યોજનાનો લાભ લીધો હોય તો તુરંત ટ્રેસ આઉટ થઈ જશે રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લએ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, રાજકોટ કોર્પોરેશનના આઈ.ટી. ડિપાર્ટમેન્ટ દ્વારા એક ઈન-હાઉસ સોફ્ટવેર તૈયાર કરાઈ રહ્યો છે. પ્રાયોગિક ધોરણે અને ટેસ્ટિંગ કર્યા બાદ તેને ઓફિશિયલી લોન્ચ કરાશે. આ સોફ્ટવેરમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ નંબર નાખતાં જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈપણ યોજનાનો લાભ લીધો હોય તો તે તુરંત ટ્રેસ આઉટ થઈ જશે અને ડેટા આઈડેન્ટીફાય થઈ જશે. સિસ્ટમ ઓટોમેટિકલી આવી ડુપ્લિકેટ અરજીઓને રિજેક્ટ કરી દેશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ સોફ્ટવેરના કારણે સાચા અને જરૂરિયાતમંદ લોકોને, જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે દરેકને આવાસ મળે, તે દિશામાં આપણે આગળ વધી શકીશું. કોઈપણ સોફ્ટવેરને એક્ટિવ કરતાં પહેલાં બેક-ટેસ્ટિંગ જરૂરી હોય છે. બેક-ટેસ્ટિંગના આધારે સંતોષકારક ડેટા મળતાં જ તેનો પૂર્ણ અમલ કરાશે. આનાથી જે કાયદેસરના હક્ક ધરાવતા અને ભારત સરકારની ગાઈડલાઈન મુજબ એલિજિબલ અરજદારો છે તેમને જ લાભ મળશે. કોઈ વ્યક્તિ અંગત સ્વાર્થ માટે ડબલ વાર લાભ ન લઈ જાય તે સુનિશ્ચિત થશે અને સિસ્ટમ ઓટોમેટિકલી આવી ડુપ્લિકેટ અરજીઓને રિજેક્ટ કરી દેશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કેટલાક નાગરિકો એક કરતાં વધુ આવાસ મેળવવા માટે અરજીઓ કરતા હોય છે. જેના કારણે ખરેખર જરૂરિયાત વાળા લોકોને આવાસનો લાભ મળતો નથી. જ્યારે અન્ય કેટલાકની પાસે એક કરતાં વધુ આવાસ હોવાથી તેઓ ભાડે આપી આવક ઉભી કરતા હોય છે. જોકે મનપા દ્વારા સમયાંતરે ચેકીંગ કરી આવા લોકોને ઝડપી લેવામાં આવતા હોય છે ત્યારે હવે આ સોફ્ટવેર કાર્યરત થયા બાદ આવાસમાં ગેરરીતિ કરનારા આવા લોકોને આંગળીનાં ટેરવે ઝડપી લેવામાં આવશે. જેના કારણે ખરેખર જેને જરૂર છે તેવા નાગરિકોને તેનો સીધો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    સાંતલપુરના પરસુંદ ગામનું તળાવ છલોછલ ભરાયું:ગ્રામજનોએ ઢોલ-નગારા સાથે વધામણાં કર્યા, ખેડૂતોને રાહત
    Next Article
    જેટકો કેશોદના કર્મચારી પરિવારે સોમનાથમાં સામૂહિક ધ્વજારોહણ કર્યું:સર્વજન સુખાકારી અને દેશના કલ્યાણ માટે પ્રાર્થના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment