Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંતલપુરના પરસુંદ ગામનું તળાવ છલોછલ ભરાયું:ગ્રામજનોએ ઢોલ-નગારા સાથે વધામણાં કર્યા, ખેડૂતોને રાહત

    2 days ago

    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પરસુંદ ગામનું તળાવ તાજેતરના વરસાદને કારણે સંપૂર્ણ ભરાઈ ગયું છે. તળાવ છલોછલ ભરાઈ જતાં ગ્રામજનોએ લોકપરંપરા મુજબ પૂજન કરી વધામણાં કર્યા હતા. ખેતી અને પશુપાલન પર નિર્ભર ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. તળાવ છલોછલ ભરાઈ જતાં, જળસંચયની આ સિદ્ધિની ઉજવણી કરવા ગ્રામજનો એકત્ર થયા હતા. લોકપરંપરા મુજબ, ઢોલ-નગારાના તાલે ગ્રામજનો તળાવ કિનારે પહોંચ્યા હતા. ત્યાં તેમણે વિધિવત રીતે તળાવનું પૂજન કરી જળના વધામણાં કર્યા હતા અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ ઉજવણીમાં ગામના સરપંચ, મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો સહભાગી બન્યા હતા. તળાવમાં નવા નીર આવવાથી આસપાસના અન્ય જળસ્ત્રોતોમાં પણ પાણીનું સ્તર ઊંચું આવ્યું છે. તળાવ ભરાવાથી સિંચાઈ અને પશુપાલન માટે પાણીની સમસ્યા હલ થવાની આશા છે. ખેડૂતોએ આગામી ચોમાસાની ઋતુમાં સારા પાકની ઉપજ અને ગામમાં સુખ-સમૃદ્ધિ રહે તે માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર સાંતલપુર પંથકમાં અને ખાસ કરીને પરસુંદ ગામમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 25 દિવસમાં ત્રીજુ ખાડી પૂર:પાણી-ફ્લેવર ઉમેરી વિદેશીના નામે દેશી દારુનું વેચાણ, પાંચ લૂંટેરી દુલ્હને 8થી વધુ યુવકોને છેતર્યા,પત્નીને બચકા ભરી શારીરિક સંબંધ બાંધવાની કોશિશ
    Next Article
    એક કરતાં વધુ આવાસ લેનારની ખેર નથી:મનપાએ બનાવ્યો નવો સૉફ્ટવેર, ચૂંટણીકાર્ડ કે આધારકાર્ડ નંબર નાખતા જ ગેરરીતિ કરનાર ઝડપાશે, ટેસ્ટિંગમાં ત્રણ પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment