Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમલાબાગ પોલીસે ગુમ મા-દીકરાને શોધ્યા:પરિવારને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યા

    3 days ago

    પોરબંદર કમલાબાગ પોલીસે ગુમ થયેલા એક માતા અને તેના પુત્રને શોધી કાઢી પરિવારને સુરક્ષિત રીતે પરત સોંપ્યા છે. આ કેસ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ નં. 15/2026 હેઠળ નોંધાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા (IPS) અને શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના સીધા માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.એમ. ભોળા, હેડ કોન્સ્ટેબલ મુરૂભાઈ મોકરીયા અને મહિલા લોકરક્ષક દક્ષાબેન મંગાભાઈની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કર્યો હતો. આ પ્રયાસોના પરિણામે, ગુમ થયેલા પુષ્પાબેન મકવાણા (ઉંમર 35) અને તેમના 12 વર્ષીય પુત્ર કૈલાશને 30 જુલાઈએ પોરબંદરના નરસંગ ટેકરી રોડ વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેને તેમના પરિવારજનોને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સાવલીના ધનતેજ-સધાપુરા વચ્ચે કરડ નદી પરનો ડાયવર્ઝન કોઝવે ફરી ધોવાયો:10 કિમીનો ફેરો ફરવા વાહનચાલકો મજબૂર, તંત્ર સામે રોષ ઠાલવતા રહીશો
    Next Article
    'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત' ગાંધીનગર NFSUથી અભિયાનનો પ્રારંભ:PM મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશના યુવાનોને સંબોધ્યા, રાજપાલે કહ્યું-દેશસેવાનું વ્યસન અપનાવવું જોઈએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment