Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત' ગાંધીનગર NFSUથી અભિયાનનો પ્રારંભ:PM મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશના યુવાનોને સંબોધ્યા, રાજપાલે કહ્યું-દેશસેવાનું વ્યસન અપનાવવું જોઈએ

    3 days ago

    દેશને વિકાસના નવા શિખરો પર લઈ જવા સાથે યુવાધનને વ્યસનમુક્ત કરવાના સ્પષ્ટ સંકલ્પ સાથે સમગ્ર દેશમાં નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર દેશના યુવાનોને સંબોધિત કરીને આ દેશવ્યાપી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે Gen-Z Against Addiction-નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન શીર્ષક હેઠળ રાજ્યકક્ષાના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યકક્ષાના સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. યુવાનના પ્રશ્નનો જવાબ આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, જે વ્યસને મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભગતસિંહ જેવા મહાપુરુષોને અમર કર્યા છે તેવું દેશસેવાનું વ્યસન યુવાનોએ અપનાવવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આ દેશવ્યાપી મહાઅભિયાનમાં ગુજરાત સહિત 26 રાજ્યોના રાજ્યપાલ તેમજ 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ એકસાથે સહભાગી બન્યા હતા. 'રાષ્ટ્રહિતનો,જળસંચય, પર્યાવરણ જતનનો એક નશો હોવો જોઈએ' સંવાદ સત્ર દરમિયાન એક યુવાનના પ્રશ્નનો જવાબ આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રની સૌથી મોટી સંપત્તિ તેની યુવા પેઢી છે. વડાપ્રધાનના નશા મુક્ત વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોનું સંસ્કારી અને વ્યસનમુક્ત હોવું અનિવાર્ય છે. તેમણે યુવાનોને પ્રેરણા આપતા કહ્યું કે, આપણને પણ એક નશો હોવો જોઈએ, પરંતુ એ નશો જળસંચય, પર્યાવરણ જતન, વડીલોના સત્કાર અને રાષ્ટ્રહિતનો હોવો જોઈએ. 'દેશ માટે સૌએ સાથે મળીને કદમ મિલાવવા પડશે' આ કાર્યક્રમમાં માય ભારતની સ્વયંસેવિકાના પ્રશ્નનો ઉત્તર આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યુવાધન નશામુક્ત બને અને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સંકલ્પબદ્ધ છે. મારું ભારત કેવું હોવું જોઈએ તે દિશામાં સૌએ સાથે મળીને કદમ મિલાવવા પડશે. શોર્ટ ફિલ્મ તેમજ નુક્કડ નાટક રજૂ કરાયું NFSU ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ યુવાનોને નશા મુક્ત યુવા-વિકસિત ભારત સંકલ્પની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ ઉપરાંત યુવા પેઢીમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી નશા મુક્ત યુવા વિષય પર આધારિત એક વિશેષ શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ કલાકારો દ્વારા પ્રભાવશાળી નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવના દ્રઢ કરવાનો હેતુ માય ભારતના સ્ટેટ ડાયરેક્ટર સચીન શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિકસિત યુવા, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા 'My Bharat' આજે દેશના 2.5 કરોડથી વધુ અને ગુજરાતના 9 લાખથી વધુ યુવાનોને જોડીને કામ કરી રહ્યું છે. 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત બનાવ લક્ષ્ય સાથે યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવના દ્રઢ કરવાનો આ અભિયાનનો મુખ્ય હેતુ છે. આ પ્રસંગે NFSUના ચાન્સેલર ડૉ. જે.એમ.વ્યાસ, ગાંધીનગર કલેક્ટર રવિન્દ્ર ખેતાલે, NFSUના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. એસ.ઓ. જૂનારે સહિત અનેક અગ્રણીઓ, શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં Gen-Z યુવાનો પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ માધ્યમથી ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    કમલાબાગ પોલીસે ગુમ મા-દીકરાને શોધ્યા:પરિવારને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યા
    Next Article
    અમદાવાદમાં ઘરમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, VIDEO:પાણી-ફ્લેવર મિક્સ કરી બ્રાન્ડના સ્ટિકર મારી ₹5000 સુધીના ભાવે વેચતા, ચાર લોકોને નોકરીએ રાખ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment