Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ઘરમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, VIDEO:પાણી-ફ્લેવર મિક્સ કરી બ્રાન્ડના સ્ટિકર મારી ₹5000 સુધીના ભાવે વેચતા, ચાર લોકોને નોકરીએ રાખ્યા હતા

    3 days ago

    સસ્તો દારૂ, પાણી અને ફ્લેવરને મિક્સ કરીને બ્રોન્ડેડ દારૂની બોટલમાં ભરીને વેચવાનો અમદાવાદના શાહપુરમાં પર્દાફાશ થયો છે. મકાનમાં ચાલતી નકલી દારૂની ફેક્ટરી પર પોલીસ કમિશનરની PCB સ્ક્વોર્ડે દરોડો પાડી ચાર આરોપીને ઝડપી લીધા હતા. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મંગો ચૌહાણ છે. જેના મકાનમાં તેણે ચારેય મિત્રને નોકરીએ રાખ્યા હતા. જેમાંથી એક સંચાલક, સસ્તો દારૂ લાવનારને અને અન્ય બેને દારૂની ડિલિવરી માટે પણ રૂપિયા આપતો હતો. આરોપીઓ ડિમાન્ડ પ્રમાણે આગળના દિવસે દારૂ બનાવતા હતા અને બ્રાન્ડેડ બોટલના જેટલા ભાવ હોય એ ભાવે જ સસ્તો દારૂ પધરાવી દેતા હતા. ASIએ જણાવ્યું હતું કે, બ્રાન્ડેડ દારૂની બોટલનો કોઈ ફિક્સ ભાવ નથી હોતો. પરંતુ 2000થી લઈ 5000 રૂપિયાના ભાવે આ બોટલનું વેચાણ કરતા હતા. PCBને બાતમી મળતા જ મકાન પર રેડ કરી PCB સ્ક્વોડના PI જે.પી.જાડેજા અને ટીમને બાતમી મળી હતી. જેના આધારે PCBની ટીમે શહેરના શાહપુર વિસ્તારમાં હલીમની ખડકી પાસે મોઢાની પોળમાં વિકી ઉર્ફે મંગો ચૌહાણ નામના શખસના ઘરે રેડ કરી હતી. પોલીસે જ્યારે રેડ કરી તો ત્યાં ચાર લોકો મળી આવ્યા હતા. જે ચારેયના નામ મનદીપ ભાવસાર, કૈલાશ બોડાણા, દેવ પટેલ અને દેવાંગ જાની હોવાનું સામે આવ્યું હતું. ચારેય આરોપીઓ સસ્તી વિદેશી દારૂની બોટલમાંથી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલમાં ભરતા હતા. મંગાનું મકાન હતું, તેના 4 મિત્ર નોકરી કરતા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, વિકી ઉર્ફે મંગો ચૌહાણ દારૂનો ધંધો કરે છે. ચારેય તેના મિત્રો છે અને તેમને ત્યાં નોકરી કરે છે. મનદીપ ભાવસારને આ ધંધાનું સંચાલન કરવા આપ્યું હતું. જેને પગાર તરીકે ₹ 35,000 આપે છે. જ્યારે કૈલાશ બોડાણા સસ્તો વિદેશી દારૂનો જથ્થો અને ખાલી બોટલ લઈને આપે છે, જેના તેને દસ હજાર રૂપિયા મળે છે. અન્ય બે દેવ પટેલ અને દેવાંગ જાની બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલની ડિલિવરી કરવા જાય છે જેને રોજના પગાર પેટે ₹200 આપે છે. ડિમાન્ડ પ્રમાણે આગળના દિવસે દારૂ તૈયાર કરતા PCB પીઆઈ જે.પી જાડેજાએ જણાવ્યું હતું કે, ભંગારમાંથી બોટલ ખરીદીને લાવવામાં આવતી હતી. સ્ટીકર પણ ખરીદી લેવામાં આવતા હતા. જ્યારે કોઈપણ વ્યક્તિ બ્રાન્ડેડ દારૂની ડિમાન્ડ કરે તો તેઓ આગલા દિવસે દારૂ બનાવી અને તૈયાર કરી દેતા હતા. કોઈપણ સસ્તો દારૂ લાવી અને પાણીમાં ફ્લેવર નાખી મિક્સ કરી અસલી લાગે તે પ્રમાણેનો દારૂ બનાવી બોટલમાં ભરતા હતા. બ્રાન્ડેડ ભાવ જેટલો હતો એટલા જ ભાવમાં વેચતા હતા. જે ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવતો તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અન્ય કોઈ કેમિકલનો ઉપયોગ થતો હતો કે કેમ તેની પણ તપાસ હાલમાં ચાલુ છે. ફરાર મુખ્ય સૂત્રધારની શોધખોળ આરોપીઓની પૂછપરછ અને ઘરમાં તપાસ કરતા PCBએ હેર ડ્રાયર મશીન અને લાલ કલરનું પ્રવાહી, ભારતીય બનાવટની વિદેશી દારુની 227 બોટલ, ખાલી 127 બોટલ, સ્ટીકર 118, 5 ફ્લેવર, 22 લિટર વિદેશી દારૂ ભરેલા કેરબા કબજે કરવામાં આવ્યા છે. એ સાથે 1,56,410 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર વિકી ઉર્ફે મંગાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. શાહપુર પોલીસની જાણ બહાર પોલીસ કમિશનરની PCB સ્ક્વોડે દરોડા પાડી સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે. PCBના અન્ય એક દરોડામાં બેની ધરપકડ રાજસ્થાનના ઉદેપુરથી ટ્રાવેલ્સમાં ગેરકાયદે વિદેશી દારૂ લાવી શહેરકોટડાના ખુલ્લા પ્લોટમાં ઉતારતા સમયે PCBએ દરોડો પાડ્યો હતો. દોલત નામના આરોપી માટે ડ્રાઇવર મોહસીન શેખ દારૂ લાવતો હતો. પોલીસે ₹ 3,78,048નો દારૂ, ટેમ્પો અને બાઈક મળી 26,91,398નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત' ગાંધીનગર NFSUથી અભિયાનનો પ્રારંભ:PM મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશના યુવાનોને સંબોધ્યા, રાજપાલે કહ્યું-દેશસેવાનું વ્યસન અપનાવવું જોઈએ
    Next Article
    Ramayana Actor Chetan Hansraj Hits Back At VFX Criticism, Defends Ranbir Kapoor's Casting As Lord Rama

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment