Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ડૂબી જવાથી બે લોકોના મોત:વાંસદામાં ખેતરના પાણીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત, ટાઉનમાં યુવક ખાડીમાં તણાયો

    2 days ago

    નવસારી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ડૂબી જવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓમાં 55 વર્ષીય વૃદ્ધ અને 30 વર્ષીય યુવકનું કરુણ મોત થયું છે. વાંસદા તાલુકામાં ખેતરના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત થયું, જ્યારે નવસારી ટાઉન વિસ્તારમાં ખાડીના વહેણમાં તણાઈ જવાથી યુવકે જીવ ગુમાવ્યો. બંને બનાવો અંગે સંબંધિત પોલીસ મથકોમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાંસદાના વાંદરવેલા ગામના દાદરી ફળિયામાં રહેતા 55 વર્ષીય કનુ ભાણા પટેલ 31 જુલાઈના રોજ પોતાની ગાયો માટે ચારો કાપવા ખેતરે ગયા હતા. તે સમયે ભારે વરસાદ શરૂ થયો હતો. મોડી સાંજ સુધી કનુભાઈ ઘરે પરત ન ફરતાં તેમની પત્ની શિલાબેન અને સાસુ રમીલાબેન શોધખોળ માટે ખેતર તરફ ગયા હતા. ખેતર અને કોતર બંનેમાં પાણીનો ભારે પ્રવાહ હોવાથી શોધખોળ બાદ રાત્રે આશરે 10:30 વાગ્યે કનુભાઈનો મૃતદેહ લાલુભાઈ ભાણાભાઈ પટેલના કોતરના પાણીમાંથી મળી આવ્યો હતો. આ અંગે મહેશ કાંતિભાઈ પટેલે વાંસદા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોત નોંધી એએસઆઈ જયેશભાઈ જેકિશન દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે. બીજી ઘટના નવસારી ટાઉન પોલીસ મથકની હદમાં બની હતી. મહાત્મા ગાંધી હોસ્પિટલ પાછળના માર્ગ પર ખાડી કિનારે રહેતો 30 વર્ષીય સંજય અબ્દુલ રઝાક શેખ ઘર નજીક મકાનની પાછળ આવેલી પાકી પાળ પર બેઠો હતો. તે સમયે અચાનક અતિભારે વરસાદને કારણે ખાડીના પાણીનો પ્રવાહ વધી ગયો. જેથી સંજયનો પગ લપસી જતાં તે ધસમસતા પાણીમાં તણાઈ ગયો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો. બનાવ અંગે અયુબ અબ્દુલ રઝાક શેખે ટાઉન પોલીસ મથકે જાહેરાત આપતાં પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'PM મોદી મારી દીકરીને દત્તક લઈ લે':વડાપ્રધાનને ગાળો આપનાર છોકરીની મમ્મીએ ભાવુક અપીલ કરી, કહ્યું- માફ કરવા બદલ આભાર
    Next Article
    દુમાડ ચોકડી પાસેથી મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ:ગળામાં ગાળિયો નાંખતા જ મગર છંછેડાયો, વરસતા વરસાદમાં જીવના જોખમે પાણીમાંથી રેસ્ક્યુનો લાઈવ VIDEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment