Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના દયાદરા ગામમાં રહેણાંક મકાનમાં અજગર ઘૂસ્યો:જીવદયા પ્રેમીઓએ અજગરનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે છોડ્યો

    10 hours ago

    ભરૂચ તાલુકાના દયાદરા ગામમાં એક રહેણાંક મકાનમાં મહાકાય અજગર ઘૂસી જતાં પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદના કારણે જંગલી જીવો આશ્રયની શોધમાં રહેણાંક વિસ્તારો તરફ આવતા હોવાના બનાવો વધી રહ્યા છે. મકાનના કબાટ નીચે અજગર છુપાયેલો હોવાનું પરિવારજનોના ધ્યાનમાં આવતા તેમણે તાત્કાલિક જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. માહિતી મળતા જ જીવદયા પ્રેમીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અજગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. અજગરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર માનવ વસાહતથી દૂર, યોગ્ય અને સુરક્ષિત કુદરતી વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સમયસરના રેસ્ક્યુને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બની ન હતી. વરસાદી ઋતુમાં સાપ, અજગર અને અન્ય જંગલી જીવો રહેણાંક વિસ્તારોમાં જોવા મળતા હોય છે. નાગરિકોને આવા જીવો નજરે ચડે તો તેમને નુકસાન પહોંચાડવાને બદલે તરત જ વન વિભાગ અથવા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીને લઈને પોલીસનું જાહેરનામું:આવતીકાલે 3 ઓગસ્ટે ભવન્સ સ્કૂલ આસપાસ નો-પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે, જાણો કયા છે વૈકલ્પિક રસ્તાઓ
    Next Article
    કોબા-ભાટમાં 14,000 વૃક્ષોનું વાવેતર:સફાઈકર્મીઓ સહિતના લાભાર્થીઓને 2.55 લાખથી વધુની સહાય અર્પણ, ગાંધીનગર મનપાના 62મા સ્થાપના દિને CMની ઉપસ્થિતિમાં વિકાસોત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment