Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોબા-ભાટમાં 14,000 વૃક્ષોનું વાવેતર:સફાઈકર્મીઓ સહિતના લાભાર્થીઓને 2.55 લાખથી વધુની સહાય અર્પણ, ગાંધીનગર મનપાના 62મા સ્થાપના દિને CMની ઉપસ્થિતિમાં વિકાસોત્સવ

    11 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાના 62મા સ્થાપના દિવસની આજે 2 ઓગસ્ટે કોબા તળાવ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ખાસ ઉપસ્થિત CM ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનો સંદેશ પાઠવ્યો આવ્યો હતો. આજના આ ખાસ દિવસે કોબા - ભાટ ખાતે કુલ 14,000 વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સફાઈકર્મીઓ સહિતના લાભાર્થીઓને 2.55 લાખથી વધુની સહાય અર્પણ કરાઈ હતી. કેચ ધ રેઇન પ્રોજેક્ટ, રિચાર્જ ક્ષમતા પ્રતિ મિનિટ 20 લિટરની આજના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી તૈયાર કરાયેલા કેચ ધ રેઇન પ્રોજેક્ટની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ વિશિષ્ટ સિસ્ટમમાં એકત્ર થતું વરસાદી પાણી લીફ ટ્રેપ સ્ક્રીન, ફિલ્ટર સેન્ડ અને ચારકોલમાંથી પસાર થઈ પ્રાથમિક રીતે શુદ્ધ થયા બાદ વી-વાયર સ્ક્રીન અને બોરવેલ મારફતે જમીનમાં ઉતરે છે. આ સિસ્ટમની અંદાજિત રિચાર્જ ક્ષમતા પ્રતિ મિનિટ 15થી 20 લિટરની છે. સફાઈકર્મીઓને પ્રોત્સાહનરૂપે રૂ. 10 હજારના ચેક એનાયત જેના નિરીક્ષણ બાદ મુખ્યમંત્રીના હસ્તે મહાનગરપાલિકાના 5 શ્રેષ્ઠ સફાઈકર્મીઓને પ્રોત્સાહનરૂપે રૂ. 10,000 ના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીએમ સ્વનિધિ યોજના હેઠળ 8 નાના વ્યવસાયકારોને કુલ રૂ. 2,55,000ની લોન સહાય, આયુષ્માન ભારત કાર્ડ તેમજ શહેરની શાળાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. 100 ક્ષયરોગના દર્દીઓને વિશેષ પોષણ કિટ અપાઈ આજે સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર શહેરમાં અન્ય લાભાર્થીઓને પણ સહાય પહોંચાડવામાં આવી હતી. જ્યારે આઈસીડીએસ યોજના અંતર્ગત 1500 જેટલી માતાઓને પોષણ કિટ તથા પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન હેઠળ જુદા-જુદા પીએચસી સેન્ટરો ખાતે 100 જેટલા ક્ષયરોગના દર્દીઓને વિશેષ પોષણ કિટ અપાઈ હતી. સુખડીનું વિતરણ કરીને મોં મીઠું કરાવાયા આ શુભ અવસરે મહાનગરપાલિકા દ્વારા ઉપસ્થિત સૌ નગરજનો માટે સુખડીનું વિતરણ કરીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.આ ઉજવણી પ્રસંગે મેયર ,મ્યુનિસિપલ કમિશનર જે. એસ. પ્રજાપતિ, શહેર પ્રમુખ આશિષભાઈ દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના દયાદરા ગામમાં રહેણાંક મકાનમાં અજગર ઘૂસ્યો:જીવદયા પ્રેમીઓએ અજગરનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે છોડ્યો
    Next Article
    દમણના સાંસદે દિલ્હીમાં બે મહત્વના મુદ્દા રજૂ કર્યા:નમો મેડિકલ કોલેજમાં PG ફી ઘટાડવા અને ખાલી જગ્યાઓ ભરવા તેમજ મધુભન ડેમ સુરક્ષા પર રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment