Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણના સાંસદે દિલ્હીમાં બે મહત્વના મુદ્દા રજૂ કર્યા:નમો મેડિકલ કોલેજમાં PG ફી ઘટાડવા અને ખાલી જગ્યાઓ ભરવા તેમજ મધુભન ડેમ સુરક્ષા પર રજૂઆત કરી

    14 hours ago

    દમણ અને દીવના સાંસદ ઉમેશ બાબુ પટેલે દિલ્હીમાં સંસદીય વિસ્તારના બે મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવ્યા છે. તેમણે લોકસભામાં નમો મેડિકલ કોલેજની પીજી ફી ઘટાડવા અને ખાલી જગ્યાઓ ભરવા અંગે તારાંકિત પ્રશ્ન રજૂ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી દમણગંગા બેસિનમાં પૂર નિયંત્રણ અને મધુભન ડેમની સુરક્ષા માટે રજૂઆત કરી હતી. સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં તારાંકિત પ્રશ્ન ક્રમાંક 197 દ્વારા દેશભરની સરકારી મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) કોર્સિસની ફીમાં રહેલી વિસંગતતા પર સરકારનું ધ્યાન દોર્યું. તેમણે ખાસ કરીને સેલવાસ સ્થિત 'નમો મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ'ની પી.જી. ફીની સમીક્ષા કરી તેને વિદ્યાર્થીઓ માટે વ્યાજબી બનાવવાની માંગ કરી. તેમણે મેડિકલ કોલેજમાં પ્રોફેસરો, નિષ્ણાત તબીબો અને રેસિડેન્ટ ડોક્ટરોની ખાલી જગ્યાઓ અંગે પણ સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. ગૃહમાં હંગામાને કારણે પ્રશ્નકાળ ચાલી શક્યો ન હોવા છતાં, તેમનો પ્રશ્ન સંસદના રેકોર્ડ પર લેવાયો હતો અને સરકારે તેનો લેખિત જવાબ આપ્યો હતો. સાંસદે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી. તેમણે વાપી, દમણ, દાદરા અને નગરહવેલી તેમજ મહારાષ્ટ્રના સીમાવર્તી વિસ્તારોમાં મધુભન ડેમમાંથી છોડાયેલા પાણી અને ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ અંગે રજૂઆત કરી. સાંસદ ઉમેશ પટેલે મંત્રીને આવેદનપત્ર સુપરત કરતાં 2004ની દુર્ઘટના યાદ અપાવી હતી, જેમાં 32 શાળાના બાળકો સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમણે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે નીચે મુજબના વૈજ્ઞાનિક અને કાયમી ઉકેલોની માંગ કરી. મધુભન ડેમનું થર્ડ-પાર્ટી સેફ્ટી ઓડિટ: CWC, NDSA અને NDMA દ્વારા સંયુક્ત તપાસ કરાવવી. ફ્લડ બફર ડેમ: દમણગંગા નદીના હેઠવાસ વિસ્તારમાં રક્ષણાત્મક ડેમનું નિર્માણ કરવું. ઈન્ટિગ્રેટેડ ફ્લડ મેનેજમેન્ટ પ્લાન: આધુનિક અર્લી વોર્નિંગ સિસ્ટમ, SMS એલર્ટ અને સાયરન સિસ્ટમ લાગુ કરવી. વ્હાઈટ પેપર: મધુભન ડેમ અને દમણગંગા બેસિનની સુરક્ષા અંગે શ્વેતપત્ર જાહેર કરવું. રાહત અને પુનર્વસન: પૂરથી પ્રભાવિત વેપારીઓ, ખેડૂતો અને માછીમારોને યોગ્ય વળતર આપવું. ઉમેશ પટેલે જણાવ્યું હતું કે, ​"સંસદ હોય કે મંત્રાલય, મારી પહેલી પ્રાથમિકતા પ્રદેશના લોકોના હિતોનું રક્ષણ કરવાની છે. એક તરફ આપણે યુવાનો માટે સસ્તા શિક્ષણની લડાઈ લડી રહ્યા છીએ તો બીજી તરફ લાખો લોકોની સુરક્ષા માટે પૂર સંચાલનનો મુદ્દો ઉઠાવી રહ્યા છીએ." જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આ પ્રશ્નની ગંભીરતા સમજીને ત્વરિત અને અસરકારક પગલાં લેવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    કોબા-ભાટમાં 14,000 વૃક્ષોનું વાવેતર:સફાઈકર્મીઓ સહિતના લાભાર્થીઓને 2.55 લાખથી વધુની સહાય અર્પણ, ગાંધીનગર મનપાના 62મા સ્થાપના દિને CMની ઉપસ્થિતિમાં વિકાસોત્સવ
    Next Article
    કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ-ભૂસ્ખલનથી 11ના મોત:8 ગુમ; કિશ્તવાડમાં વાદળ ફાટવાથી અનેક ઘરોમાં પાણી ઘૂસ્યું, બદ્રીનાથ હાઈવે 20 મીટર સુધી ધસી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment