Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રકના પાછળના ભાગે બીજો ટ્રક ધડાકાભેર અથડાયો:લાંઘણજ પાસે ગફલતભરી રીતે ટ્રક ચલાવતાં અકસ્માત સર્જાયો, ડ્રાઇવરને ગંભીર ઇજા, ફરીયાદ નોંધાઇ

    7 hours ago

    ગાંધીનગરના ઉવારસદ ખાતે રહીને ડ્રાઇવિંગ કરતા અને મૂળ રાજસ્થાનના વતની નાથુલાલ કરમાભાઈ જાતે-પારગી ઉંમર વર્ષ 35 નામના યુવક સાથે લાંઘણજ ગામ પાસે અકસ્માતની ઘટના બનવા પામી છે. આ મામલે ઈજાગ્રસ્ત ડ્રાઈવરે લાંઘણજ પોલીસ મથકમાં ટ્રક નંબર RJ 15 GC 2566ના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી છે. ટ્રકના પાછળના ભાગે બીજો ટ્રક ધડાકાભેર અથડાયો ફરિયાદી નાથુલાલ પોતાની માલિકીના ટ્રક નંબર GJ 03 BY 8402 લઈને ઉવારસદથી સિદ્ધપુર નદીમાં રેતી ભરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન બપોરના આશરે અઢી વાગ્યાના સુમારે લાંઘણજ ગામ પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી એક ટ્રકે ઓવરટેક કરીને અચાનક તેમની ગાડી આગળ બ્રેક મારી દીધી હતી. અચાનક બ્રેક વાગતાં પાછળની ટ્રક આગળ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ પડી હતી. ડ્રાઇવરને ગંભીર ઇજા,ગાંધીનગર સિવિલ ખસેડાયો આ અકસ્માતમાં ટ્રકનો આગળનો ભાગ બુરાઈ ગયો હતો અને ડ્રાઇવર સીટ પર બેઠેલા નાથુલાલ ટ્રકમાં દબાઈ ગયા હતા. અકસ્માત થતાં જ આસપાસથી લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને તેમણે ભારે જહેમત બાદ ડ્રાઇવરને બહાર કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સૌપ્રથમ લાંઘણજ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફરીયાદ નોંધાઇ અકસ્માતમાં નાથુલાલના બંને પગે ગંભીર ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચી છે. હાલમાં તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાં સારવાર હેઠળ છે. લાંઘણજ પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ:ગોધરા રોડ પર 53 સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું રોપણ
    Next Article
    આણંદ BAPS મંદિરે હિંડોળા ઉત્સવ શરૂ:એક માસ સુધી ભવ્ય કલાત્મક હિંડોળાના દર્શન ચાલુ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment