Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ BAPS મંદિરે હિંડોળા ઉત્સવ શરૂ:એક માસ સુધી ભવ્ય કલાત્મક હિંડોળાના દર્શન ચાલુ રહેશે

    8 hours ago

    આણંદના BAPS સ્વામિનારાયણ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા ઉત્સવનો પ્રારંભ થયો છે. આ ઉત્સવ ૩૧ જુલાઈથી ૨૯ ઓગસ્ટ સુધી એક માસ ચાલશે, જેમાં ભક્તોને ભવ્ય અને કલાત્મક હિંડોળાના દર્શનનો લાભ મળશે. મંદિરના વિશાળ સભાગૃહમાં તૈયાર કરાયેલા હિંડોળામાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ, ભગવાન શ્રી રાધાકૃષ્ણ, શ્રી સીતારામ, શ્રી શંકર પાર્વતી અને ગુણાતીત ગુરુવર્યોની પૂર્ણકદની મૂર્તિઓ બિરાજમાન છે. આ કલાત્મક હિંડોળા દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કોઠારી યજ્ઞસેતુ સ્વામીના માર્ગદર્શન હેઠળ સંતો, યુવકો, કિશોરો અને યુવતીઓએ આ ઉત્સવને સફળ બનાવવા માટે ભક્તિસભર પુરુષાર્થ કર્યો છે. આ આયોજનમાં કલા, કૌશલ્ય, સેવા અને ભક્તિભાવનો સુભગ સમન્વય જોવા મળે છે. આણંદ અને વિદ્યાનગરના વિવિધ વિસ્તારોમાંથી આવતા સત્સંગ મંડળના હરિભક્તો દ્વારા હિંડોળામાં બિરાજમાન દેવસ્વરૂપોને દરરોજ વિવિધ થાળ અને આરતી અર્પણ કરવામાં આવે છે. ભગવત ચરણ સ્વામી અને કોઠારી યજ્ઞસેતુ સ્વામીએ આ હિંડોળા ઉત્સવનો લાભ લેવા માટે ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રકના પાછળના ભાગે બીજો ટ્રક ધડાકાભેર અથડાયો:લાંઘણજ પાસે ગફલતભરી રીતે ટ્રક ચલાવતાં અકસ્માત સર્જાયો, ડ્રાઇવરને ગંભીર ઇજા, ફરીયાદ નોંધાઇ
    Next Article
    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીને લઈને પોલીસનું જાહેરનામું:આવતીકાલે 3 ઓગસ્ટે ભવન્સ સ્કૂલ આસપાસ નો-પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે, જાણો કયા છે વૈકલ્પિક રસ્તાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment