Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "છ મહિનાથી જમવામાં ઇયળ વાળ અને ખીલીઓ નીકળે છે ":ડો.સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ઈડલીમાં ઈયળ નીકળતા વિદ્યાર્થીનીઓનો મોડી રાત્રે હોબાળો, મેનેજમેન્ટે કહ્યું હા ઇયળો નીકળી,જ્યારે યુનિવર્સિટીના અધિકારીએ ઈનકાર કર્યો

    2 days ago

    ​આજના સમયમાં સારું શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય અને સુરક્ષિત વાતાવરણ મેળવવાના હેતુથી વાલીઓ પોતાના દીકરા-દીકરીઓને મોટી આશાઓ અને વિસામણ સાથે જૂનાગઢ શહેરની નામાંકિત યુનિવર્સિટીઓ અને હોસ્ટેલોમાં રહેવા તેમજ ભણવા માટે મોકલતા હોય છે. વાલીઓ પોતાના સંતાનોની સુખ-સુવિધા માટે પેટે પાટા બાંધીને પણ લાખો રૂપિયાની મોટી ફી દર વર્ષે ચૂકવતા હોય છે. પરંતુ આટલી મોટી રકમ વસૂલ્યા છતાં પણ કેટલીક હોસ્ટેલો અને શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને પૂરતી સુખ-સુવિધાઓ અને શુદ્ધ ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડે છે. આવો જ એક અત્યંત ગંભીર, શરમજનક અને ચોંકાવનારો કિસ્સો જૂનાગઢ ખાતે આવેલી જાણીતી ડો.સુભાષ યુનિવર્સિટીમાંથી સામે આવ્યો છે.જેમાં 350 થટ વધુ વિદ્યાર્થીનીઓ રહે છે. અહીં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં મોડી સાંજે આપવામાં આવેલી ઈડલીમાંથી ઈયળો નીકળતા વિદ્યાર્થીનીઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને તેમણે રાત્રિના સમયે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી ભારે હોબાળો મચાવ્યો હતો. ​આ સમગ્ર શરમજનક ઘટના અંગે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ ભારે આક્રોશ, ગંભીરતા અને દુઃખ સાથે યુનિવર્સિટી પ્રશાસન સામે તીખા આક્ષેપો કર્યા હતા. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે સાંજે આશરે સાત વાગ્યાના જ્યારે તેઓ હોસ્ટેલની મેસમાં રાતનું ભોજન લેવા માટે ગઈ ત્યારે તેમને પીરસવામાં આવેલી ઈડલીમાંથી જીવતી ઈયળો નીકળી હતી. ભોજનમાં ઈયળ નીકળવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ અસંખ્ય વખત પીરસવામાં આવતા ભોજનમાંથી માથાના વાળ, લોખંડની તીક્ષ્ણ ખીલ્લીઓ, રબર તેમજ છાસમાંથી માખીઓ અને કાચી-બળેલી રોટલીઓ આપવામાં આવી છે. છેલ્લા છ મહિનાથી હોસ્ટેલમાં અવારનવાર ભોજનની ગુણવત્તાને લઈને આવી જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વિદ્યાર્થીનીઓ દ્વારા આ બાબતે અઠવાડિયામાં ત્રણથી ચાર વાર સ્થાનિક સ્તરે રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં હોસ્ટેલ પ્રશાસન અને મેનેજમેન્ટ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ભૂતકાળમાં પણ આવું દૂષિત, અસ્વચ્છ અને અયોગ્ય ખોરાક ખાવાને કારણે કેટલીય વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ, પેટમાં સખત દુખાવો, ઝાડા-ઉલટી અને ડાયરિયા જેવા ગંભીર રોગોનો ભોગ બનવું પડ્યું છે અને તેમના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે. ​આ ઘટના બની તે સમયે જ્યારે આક્રોશિત વિદ્યાર્થીનીઓએ આ અંગે જવાબદાર અધિકારીઓને સ્થળ પર બોલાવી વિરોધ નોંધાવ્યો અને રજૂઆત કરી, ત્યારે અધિકારીઓએ મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ આવે ત્યાં સુધી રાહ જોવાનું કહીને સમગ્ર મામલો ટાળવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીનીઓએ એવો પણ ચોંકાવનારો આક્ષેપ લગાવ્યો હતો કે મેનેજમેન્ટના માણસો સ્થળ પર પહોંચે તે પહેલા જ પોતાની ઘોર બેદરકારી અને આ કૌભાંડ છુપાવવા માટે ઈયળો વાળી તમામ ઈડલીઓ કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હતી. આ પાછળનો મુખ્ય હેતુ એ જ હતો કે વિદ્યાર્થીનીઓ કે અન્ય કોઈ વ્યક્તિ આ દૂષિત ખોરાકનો કોઈ વિડીયો કે ફોટોગ્રાફ પુરાવા તરીકે સોશિયલ મીડિયામાં વાયરલ ન કરી શકે. આ આખી ઘટના દરમિયાન હોસ્ટેલ કેમ્પસમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન અતિશય માનસિક તણાવ અને વિરોધના કારણે એક વિદ્યાર્થીનીને પેનિક એટેક આવી જતાં તેની તબિયત અત્યંત નાજુક બની ગઈ હતી. આમ છતાં, ત્યાં હાજર હોસ્ટેલ સ્ટાફે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવાની કે હોસ્પિટલ લઈ જવાની પણ માનવતા દાખવી નહોતી. આખરે તમામ બહેનોએ ભેગા મળીને ભારે રાડાપાડી અને બુમાબુમ કરી ત્યારે જઈને તબિયત બગડેલી વિદ્યાર્થીનીને સારવાર અર્થે ખાનગી વાહનમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ભોજનમાં આવી ગંભીર ક્ષતિ હોવા છતાં કોઈ યોગ્ય ઉકેલ કે આશ્વાસન ન મળતા રાત્રે સાડા બાર વાગ્યા સુધી તમામ વિદ્યાર્થીનીઓ ભૂખ્યા પેટે હોસ્ટેલ કેમ્પસમાં એકઠી થઈને વિરોધ નોંધાવી રહી હતી. ​વિદ્યાર્થીનીઓના આ ઉગ્ર હોબાળા અને અસંતોષની જાણ થતાં જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પણ વિદ્યાર્થીનીઓના સમર્થનમાં મોડી રાત્રે યુનિવર્સિટી કેમ્પસ ખાતે દોડી આવ્યા હતા. એબીવીપીના આર્ય કછોટે જણાવ્યું હતું કે આ હોસ્ટેલમાં અઠવાડિયામાં અંદાજે ચાર વાર ભોજનને લઈને આવી અત્યંત ગંભીર ક્ષતિઓ સામે આવે છે. વિદ્યાર્થીનીઓ મોડી રાત સુધી ભૂખી-તરસ્યા બેસી રહી હતી અને તેમની તબિયત લથડવા છતાં સંસ્થાના કોઈ ઉચ્ચ જવાબદાર વ્યક્તિ દ્વારા યોગ્ય નિવારણ લાવવામાં આવતું નહોતું. તેમણે વધુમાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે જ્યારે તેઓ વિદ્યાર્થીનીઓની પરવાનગી અને સંમતિથી તેમની સમસ્યા સાંભળવા માટે હોસ્ટેલ પરિસરમાં જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે હોસ્ટેલના પ્રશાસનિક સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા તેમની સાથે અત્યંત ઉદ્ધત અને અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું. સ્ટાફે તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરીને હાથાપાઈ કરી અને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના અને મેનેજમેન્ટના અસભ્ય વર્તનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ​બીજી તરફ, આ સમગ્ર ગંભીર મામલે સુભાષ યુનિવર્સિટીના ઉચ્ચ પ્રશાસનની બેવડી નીતિ, બેદરકારી અને વિરોધાભાષી વલણ સંપૂર્ણપણે ખુલ્લું પડી ગયું છે.ડો.સુભાષ યુનિવર્સિટીના જવાબદાર અધિકારી ડો. જીગ્નેશ પટેલ સાથે વાતચીત કરવામાં આવતા તેમણે સંસ્થાની પ્રતિષ્ઠા અને છબી બચાવવા માટે ઘટનાને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. તેમણે એવો તર્કસંગત દાવો કર્યો હતો કે ભોજનમાં ઈયળ નીકળી હોવાની તમામ વાતો તદ્દન ખોટી અને પાયાવિહોણી છે તેમજ હોસ્ટેલમાં આવી કોઈ ઘટના બની જ નથી. તેમણે એવું આશ્વાસન આપ્યું હતું કે વિદ્યાર્થીનીઓએ જે હોબાળો મચાવ્યો હતો તે સંદર્ભે તેમની જે પણ રજૂઆતો હશે તેને ધ્યાને રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. ​જોકે, યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારી ડો. જીગ્નેશ પટેલના આ દાવાથી તદ્દન વિપરીત જૂનાગઢ સુભાષ યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલના મેનેજર હાર્દિક નિમ્બાર્કે પોતાની અને સંસ્થાની ગંભીર ભૂલનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો.દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીત દરમિયાન હોસ્ટેલ મેનેજર હાર્દિક નિમ્બાર્કે સ્પષ્ટપણે કબૂલ્યું હતું કે, રસોઈયાઓની ઘોર બેદરકારી, અસ્વચ્છતા અને લાપરવાહીના કારણે જ પીરસવામાં આવેલી ઈડલીમાં ઈયળો નીકળી હતી. વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકર્તાઓ સાથે થયેલી ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈ અંગે સ્પષ્ટતા આપતા તેમણે ઉમેર્યું હતું કે ગર્લ્સ હોસ્ટેલ પરિસરમાં સુરક્ષાના કારણોસર કોઈપણ પુરુષ કે બહારની વ્યક્તિને અંદર પ્રવેશવાની સખત મનાઈ હોવાથી તેમને અટકાવવામાં આવ્યા હતા. તદુપરાંત, તેમણે એવો દાવો પણ કર્યો હતો કે જે વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી તેમને સંસ્થા દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી અને તમામ ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા હોસ્ટેલ ખાતે પહોંચી ગયા હતા. આ રીતે, એક જ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારી ઘટના બની હોવાનો સાફ ઈનકાર કરી રહ્યા છે જ્યારે બીજી તરફ હોસ્ટેલના મેનેજર પોતે ઈડલીમાંથી ઈયળ નીકળી હોવાની ભૂલ સ્વીકારી રહ્યા છે, જે યુનિવર્સિટીની કાળજી, સુરક્ષા અને સંચાલન પ્રત્યેની ભારે ઉદાસીનતા છતી કરે છે
    Click here to Read More
    Previous Article
    ચંડીસર પંચાયતમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો:મહિલા સુરક્ષા અને સાયબર જાગૃતિ પર સેમિનાર યોજાયો
    Next Article
    પતિએ પત્નીને છોડીને સાળી સાથે લગ્ન કર્યા:પતિએ પત્નીને મારઝુડ કરીને કહ્યું: તારા બે ઘર મારા નામે કરી દે, નહીં તો તને તલાક આપીને રસ્તે રખડતી કરી દઈશ, નાની બહેને પણ મહિલાને

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment