Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિએ પત્નીને છોડીને સાળી સાથે લગ્ન કર્યા:પતિએ પત્નીને મારઝુડ કરીને કહ્યું: તારા બે ઘર મારા નામે કરી દે, નહીં તો તને તલાક આપીને રસ્તે રખડતી કરી દઈશ, નાની બહેને પણ મહિલાને

    2 days ago

    વડોદરા શહેરમાં પતિએ પત્નીની નાની બહેન સાથે પ્રેમસંબંધ રાખીને બીજા લગ્ન કર્યા હતા. પતિએ પત્નીને શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યો હતો તેમજ મિલકત પોતાના નામે કરી આપવા દબાણ કરી ધમકીઓ આપી હતી. આ મામલે પરિણીતાએ પોતાની નાની બહેન અને પોતાના પતિ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં રહેતી મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના લગ્ન 9 માર્ચ, 2009ના રોજ વડોદરાના કોર્ટ મેરેજ તેમજ મુસ્લિમ શરીયત મુજબ થયા હતા. લગ્ન બાદ બંને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા અને દંપતીને બે પુત્રો થયા હતા. શરૂઆતમાં પતિ સાથેનો દાંપત્ય જીવન સુખમય હતો, પરંતુ નવેમ્બર-2024થી પતિ શંકા-વહેમ રાખી પત્નીને ઘરમાં રાખીને બહારથી તાળું મારીને ફોન સાથે લઈ જતા હતા. મોડા ઘરે આવતા અને નાની-નાની બાબતે પત્નીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. આ દરમિયાન પત્નીને પતિના મોબાઇલમાં પોતાની નાની બહેનના મેસેજ જોવા મળ્યા હતા, જેના કારણે બંને વચ્ચે ઝઘડા થતા હતા. મહિલાની નાની બહેનના પતિ સાઉદી અરેબિયામાં રહે છે, જેથી તે અલગ ભાડાના મકાનમાં રહેતી હતી અને મહિલાના ઘેર વારંવાર આવતી-જતી હતી. તે દરમિયાન પતિ અને નાની બહેન વચ્ચે પ્રેમસંબંધ હોવાની જાણ થઈ હતી. 15 એપ્રિલ, 2025ના રોજ આ બાબતની જાણ થતાં તેમણે પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પતિએ કોઈ વાત ન માની અને સતત ઝઘડા કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. પતિએ પિયરપક્ષ તરફથી મળેલા તમામ સોનાના દાગીના 7 માર્ચ, 2025ના રોજ મુચ્યુઅલ ફાઈનાન્સમાં મુકવાના બહાને લઈ લીધા હતા. ત્યારબાદ 24 એપ્રિલ, 2025ના રોજ રાવપુરા રોડ પર આવેલા મેરેજ બ્યુરોમાં નાની બહેન સાથે બીજા લગ્ન કરી લીધા હતા. આ અંગે પૂછપરછ કરતાં પતિએ સ્વીકાર કર્યો નહોતો અને ફરી ઝઘડો કર્યો હતો. બે સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહિલા તમામ ત્રાસ સહન કરતી હતી. જોકે, 19 એપ્રિલ, 2025ના રોજ પતિ નાની બહેન સાથે અલગ ભાડાના મકાનમાં રહેવા જતો રહ્યો હતો, ત્યારબાદ પતિએ પત્ની સાથે વાતચીત બંધ કરી દીધી હતી. ઘરખર્ચ આપવાનું પણ બંધ કરી દીધું હતું અને ફોન નંબર બ્લોક કરી દીધો હતો. જ્યારે પત્ની અન્ય નંબર પરથી સંપર્ક કરતી, ત્યારે પતિ કહેતો કે, "તારા નામે બે ઘર છે, તે મારા નામે કરી દે, તો જ હું તારી સાથે રહીશ, નહીં તો તને તલાક આપી રસ્તે રખડતી કરી દઈશ." આ ઉપરાંત ગાળો બોલી ધમકીઓ પણ આપતો હતો. 4 જૂન, 2025ના રોજ પતિ પોતાની માતાને મળવા ગયો, ત્યારે પત્ની પણ પુત્ર સાથે સાસુના ઘરે પહોંચી હતી. ત્યાં પતિને પરિવાર સાથે રહેવા અને બાળકોના ભવિષ્યનો વિચાર કરવા વિનંતી કરી હતી. પરંતુ પતિએ પુત્રના હાથમાંથી ફોન અને પાકીટ છીનવી લીધા હતા અને પોતાની કારમાં મૂકી દીધા હતા. પત્ની પણ કારમાં બેસી જતા પતિ તેમને સોસાયટીની પાછળ લઈ ગયો હતો અને "મારે તારી સાથે રહેવું નથી, હું તારી બહેન સાથે જ રહીશ" કહી મારઝૂડ કરી ઝઘડો કર્યો હતો. 11 મે, 2026ના રોજ મહિલા વેકેશન દરમિયાન પિતાના ઘરે ગઈ હતી. તે સમયે નાની બહેન પિતાના ઘરની સામે ભાડાના મકાનમાં રહેતી હતી. ત્યાં આવી નાની બહેને ઝઘડો કર્યો અને અને કહ્યું હતું કે, "અસલમ મારો જ છે, તું તેને છોડી દે, તું બીજા લગ્ન કરી લે અને તારા નામે જે મકાન છે તે અસલમના નામે કરી દે, નહીં તો તને અને તારા દીકરાઓને જીવન જીવવું મુશ્કેલ કરી દઈશ તેમજ ઘરખર્ચ પણ નહીં આપવા દઉં" કહી ધમકી આપી હતી. આ મામલે ફરિયાદીએ અગાઉ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જ્યાં બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ સમાધાન થઈ શક્યું નહોતું. ત્યારબાદ પ્રી-લિટિગેશન અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, દિવાળીપુરા કોર્ટમાં પણ મામલો મોકલવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ સમાધાન ન થતાં મહિલાએ આખરે પતિ અને નાની બહેન સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    "છ મહિનાથી જમવામાં ઇયળ વાળ અને ખીલીઓ નીકળે છે ":ડો.સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ઈડલીમાં ઈયળ નીકળતા વિદ્યાર્થીનીઓનો મોડી રાત્રે હોબાળો, મેનેજમેન્ટે કહ્યું હા ઇયળો નીકળી,જ્યારે યુનિવર્સિટીના અધિકારીએ ઈનકાર કર્યો
    Next Article
    અમદાવાદના ઘરમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, VIDEO:પાણી-ફ્લેવર મિક્સ કરી બ્રાન્ડના સ્ટિકર મારી ₹5000 સુધીના ભાવે વેચતા, ચાર લોકોને નોકરીએ રાખ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment