Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંડીસર પંચાયતમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો:મહિલા સુરક્ષા અને સાયબર જાગૃતિ પર સેમિનાર યોજાયો

    2 days ago

    નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે ચંડીસર ગ્રામ પંચાયત ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘરેલું હિંસા અધિનિયમ-2005 અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. મહિલાઓને તેમના કાનૂની અધિકારો, સુરક્ષા સંબંધિત જોગવાઈઓ અને સાયબર ગુનાઓથી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે ગામની તેજસ્વી દીકરીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરાયું હતું. નવી જન્મેલી દીકરીઓના પરિવારોને દીકરી વધામણાં કીટ અર્પણ કરવામાં આવી હતી. વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમો પણ અપાયા હતા. કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ, બાળ સુરક્ષા અને બાળ શિક્ષણને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA)ના જજ એ. એચ. ત્રિવેદી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી બી. કે. ગઢવી, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ લઘ્ધીરકા, સાયબર સેફ્ટી વિભાગના એએસઆઈ જીગ્નેશભાઈ સહિત DHEW, OSC અને PBSCનો સ્ટાફ હાજર રહ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ મહિલા સુરક્ષા, કાનૂની જાગૃતિ અને સાયબર સલામતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સમાજમાં મહિલાઓના સશક્તિકરણ માટે સૌના સહયોગની અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં નવા નીરના વધામણાં, વૃક્ષારોપણની જાહેરાત:મંત્રી કૌશિક વેકરિયાએ 13,000 વૃક્ષ વાવવાની જાહેરાત કરી
    Next Article
    "છ મહિનાથી જમવામાં ઇયળ વાળ અને ખીલીઓ નીકળે છે ":ડો.સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ઈડલીમાં ઈયળ નીકળતા વિદ્યાર્થીનીઓનો મોડી રાત્રે હોબાળો, મેનેજમેન્ટે કહ્યું હા ઇયળો નીકળી,જ્યારે યુનિવર્સિટીના અધિકારીએ ઈનકાર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment