Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવીના મેંધર ગામે ગેરકાયદેસર ઝીંગા તળાવો પર બુલડોઝર ચાલ્યું:13000 ચોરસ મીટરથી વધુ જમીન દબાણમુક્ત કરાઈ, તંત્રની કાર્યવાહી ચાલુ રહેશે

    11 hours ago

    નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર લાંબા સમયથી કાર્યવાહી કરી રહ્યું છે. આજે ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના મેંધર ગામે સરકારી જમીન પર બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો પર કાર્યવાહી કરવામાં આવી. તંત્રએ જેસીબી અને બુલડોઝરની મદદથી 13,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા ગેરકાયદેસર ઝીંગા તળાવના દબાણો તોડી પાડ્યા. છેલ્લા દિવસોમાં ભારે વરસાદ અને પૂરને કારણે નવસારી જિલ્લાના ઘણા વિસ્તારોને અસર થઈ હતી. ચોમાસામાં નદીઓનું પૂરનું પાણી દરિયા તરફ વહે છે. પરંતુ ગેરકાયદેસર ઝીંગા તળાવો આ કુદરતી પ્રવાહમાં અડચણરૂપ બનતા હતા. આ દબાણોને કારણે પાણીનો નિકાલ અટકી ગયો હતો. પરિણામે આસપાસના ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક ગામવાસીઓએ આ અંગે જિલ્લા વહીવટી તંત્રને ઘણી ફરિયાદો કરી હતી. ગ્રામવાસીઓની રજૂઆતો અને નવસારી જિલ્લા કલેકટરને મળેલી ફરિયાદો બાદ તંત્રએ તરત જ ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી છે. મેંધર ગામે ઘણા દિવસોથી ચાલી રહેલી આ તોડફોડની કાર્યવાહી હેઠળ આજે વધુ 13,000 ચોરસ મીટર જમીન પરથી દબાણ હટાવાયું છે. વહીવટી તંત્રએ સાફ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલતા આવા ગેરકાયદેસર દબાણો સામે કાયદેસરના કડક પગલાં લેવાશે.
    Click here to Read More
    Previous Article
    ડૉ. આંબેડકર બોય્ઝ હોસ્ટેલમાં દાળ-ભાતમાંથી જીવડા નીકળતાં હોબાળો:વાસી ભોજન અને જર્જરિત બિલ્ડિંગ સામે વિદ્યાર્થીઓનો આક્રોશ, કોન્ટ્રાક્ટ રદ્દ કરવા માંગ
    Next Article
    રાજકોટની પરિણીતાને સુરતના સાસરિયાઓનો ત્રાસ:વ્હોટસએપ DPના વખાણથી આકર્ષાયેલી યુવતીને પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment