Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખતરના ભાથરીયા ગામનો ચેક ડેમ તૂટ્યો:સીમ વિસ્તારમાં પાણી ફરી વળતાં પાકને ભારે નુકસાન; જમીનનું વ્યાપક ધોવાણ

    18 hours ago

    લખતર તાલુકાના ભાથરીયા ગામનો ડેમ તૂટ્યો છે, જેના કારણે સમગ્ર તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડેમનું પાણી ભાથરીયા ગામના સીમ વિસ્તારમાં ફરી વળતા ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે અને જમીનનું પણ ભારે ધોવાણ થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. લખતર તાલુકામાં ગઈકાલે અંદાજે 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેના પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જેમાં ધ્રાંગધ્રામાં 176 મીમી, વઢવાણમાં 157 મીમી અને મુળી તથા ચુડામાં 93 મીમી વરસાદનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં અત્યાર સુધીમાં સરેરાશ 488.5 મીમી વરસાદ નોંધાયો છે. આજે સવારે વરસાદી પાણીની ભારે આવકના કારણે ભાથરીયા ગામનો ડેમ તૂટી ગયો હતો. ડેમ તૂટતા પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ભાથરીયા સીમ વિસ્તારમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઉભા પાકને નુકસાન થવા ઉપરાંત, પાણીના ભારે પ્રવાહથી જમીનનું પણ મોટા પાયે ધોવાણ થયું છે. ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે ભાથરીયા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ગામના યુવા સરપંચ અને તાલુકા ભાજપ મહામંત્રીએ વરસતા વરસાદે ગામના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી. ડેમ તૂટ્યા બાદ ભાથરીયા સીમ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ યથાવત છે, જેના કારણે સ્થાનિકો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લોન કરાવી આપવાનું કહી મિત્રએ મ્યુલ એકાઉન્ટ ખોલાવડાવ્યું:ગામડાના વ્યક્તિના નામનું એકાઉન્ટમાં 41 કરોડથી વધુના ફ્રોડના ટ્રાન્જેકશન, દેશભરમાં 118 ફરિયાદ
    Next Article
    Gen-Z માટે મિત્રતા એટલે ChatGPTનું પ્રીમિયમ વર્ઝન, VIDEO:'પ્રેમમાં નથી મળતું એ ફ્રેન્ડશીપમાં મળે છે'; દોસ્તીને લઈ યુવાઓએ શું શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment