Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોન કરાવી આપવાનું કહી મિત્રએ મ્યુલ એકાઉન્ટ ખોલાવડાવ્યું:ગામડાના વ્યક્તિના નામનું એકાઉન્ટમાં 41 કરોડથી વધુના ફ્રોડના ટ્રાન્જેકશન, દેશભરમાં 118 ફરિયાદ

    18 घंटे पहले

    પોલીસ દ્વારા હાલમાં મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે નવરંગપુરા પોલીસને એક મ્યુલ એકાઉન્ટ મળી આવ્યું હતું જે એકાઉન્ટ ધારકની તપાસ કરતા મિત્રએ વર્ષ અગાઉ લોન અપાવવાનું કહીને વિગત બેંકમાં લઈ જઈ સહી કરાવી પાસબુક, ચેકબુક, ATM કાર્ડ સહિતની કીટ મેળવી લીધી હતી. એકાઉન્ટ ધારકના મિત્રએ આ એકાઉન્ટનો સાયબર ફ્રોડમાં ઉપયોગ કર્યો હતો. જેની સામે દેશભરમાં 118 ફરિયાદ નોંધાઈ છે અને 41 કરોડથી વધુના ટ્રાન્જેક્શન થયા છે. 41 કરોડથી વધુના ફ્રોડના ટ્રાન્જેકશન, 118 ફરિયાદ નવરંગપુરા પોલીસને આશ્રમ રોડ પર આવેલી કોસ્મોસ બેન્કમાં એક એકાઉન્ટ મળી આવ્યું હતું જે શિવાંશ ટ્રેડિંગના નામથી હતું. આ એકાઉન્ટમાં પ્રોપઇટર ઉમેશ પ્રજાપતિ હતા. પોલીસે તપાસ કરતા એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે થયો હતો. બેંક એકાઉન્ટ સામે સમન્વય પોર્ટલમાં 118 જેટલી ફરિયાદ નોંધાઈ હતી. આ એકાઉન્ટમાં 41.66 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેકશન થયા હતા. ગામડાના વ્યક્તિના નામનું એકાઉન્ટ ખોલીને કીટ મેળવી'તી પોલીસે એકાઉન્ટના પ્રોપરાઇટર ઉમેશ પ્રજાપતિની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, તેમને એક વર્ષ અગાઉ પૈસાની જરૂર હોવાથી તેમના મિત્ર ભરત પ્રજાપતિ પાસે માંગ્યા હતા ત્યારે ભરતે ઉમેશભાઈને અમદાવાદ બોલાવ્યા હતા. જે બાદ ભરત અને તેની સાથેના બે અન્ય શખ્સ ઉમેશભાઈને લોન અપાવવાનું કહીને બેન્કમાં લઈ ગયા હતા જ્યાં સહી કરાવી બેંક એકાઉન્ટ ખોલાવી પાસબુક, ચેકબુક, ATM કાર્ડ સહિતની બેંકની કીટ સાથે લઈ ગયા હતા. 3 શખસ સામે ફરિયાદ નોંધાઈ ઉમેશના મિત્ર ભરતે જ ઉમેશના નામનું બેંક એકાઉન્ટ ખોલાવડાવી તેની જાણ બહાર બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં માટે કરોડો રૂપિયાની હેરફેર કરી હતી જે મામલે નવરંગપુરા પોલીસે ભરત અને અન્ય બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Gen-Z માટે મિત્રતા એટલે ChatGPTનું પ્રીમિયમ વર્ઝન, VIDEO:પ્રેમમાં નથી મળતું એ ફ્રેન્ડશીપમાં મળે છે, મિત્રોની Chai Date; દોસ્તીને લઈ યુવાઓએ શું શું કહ્યું?
    Next Article
    લખતરના ભાથરીયા ગામનો ચેક ડેમ તૂટ્યો:સીમ વિસ્તારમાં પાણી ફરી વળતાં પાકને ભારે નુકસાન; જમીનનું વ્યાપક ધોવાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment