Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિન્દી વિભાગના વિવિધ લોકોએ તેમના વિચારો રજૂ કર્યા:ભુજની લાલન કોલેજમાં પ્રેમચંદ જયંતીની ઉજવણી પ્રસંગે છાત્રો દ્વારા કાર્યક્રમ યોજાયો

    1 day ago

    ભુજ સ્થિત આર.આર લાલન કોલેજના હિન્દી વિભાગ દ્વારા શુક્રવારે પ્રેમચંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેનો પ્રારંભ કોલેજના આચાર્ય ડૉ. સી.એસ.ઝાલા દ્વારા દિપ પ્રાગટય અને પ્રેમચંદના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરાયો હતો. સાથે જ આ પ્રસનાગે વિદ્યાર્થીઓએ પ્રેમચંદના સાહિત્ય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત અર્થ શાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.રમેશ વરચંદએ પ્રેમચંદના ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા હતા. ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રા.આભા ત્રિપાઠીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજ્ય શાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. અર્ણવ અંજારિયાએ પ્રેમચંદના કહાની સાહિત્ય ઉપર પોતાના વિચારો પ્રગટ કર્યાં હતાં. હિન્દી વિભાગના અધ્યક્ષ ડો.કપિલ દોષીએ પ્રેમચંદના ઉપન્યાસ સાહિત્ય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તો હિન્દી વિભાગના ડો. રંજન પરમારે પ્રેમચંદના સમાજ સુધારક રૂપ વિશે વાત કરી હતી. સાથે જ હિન્દી વિભાગના ડો.શૈલેન્દ્ર પ્રતાપે આજના યુગમાં પ્રેમચંદની પ્રાસંગિકતા વિષય પર પોતાના વિચારો, તો તે જ વિભાગના નિકીતા ગોસ્વામીએ હિન્દી સાહિત્યમાં પ્રેમચંદનું યોગદાન રજૂ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં રોહિત મેરિયા, સલીમ બાયડ, વાઘાણી માધવી અને તુલસીએ યોગદાન આપ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ભગત શ્રદ્ધા અને પરાસીયા ધ્રુવીએ કર્યું હતું. સાથે આભાર વિધિ પોકાર વૃત્તિએ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સિક્યુરિટીએ યુવકને કાબૂમાં લઈ બેડ સાથે બાંધ્યો:સિવિલમાં દર્દીએ બારીના કાચ ફોડ્યા, ગળું કાપવાનો કર્યો પ્રયાસ
    Next Article
    જિલ્લા કલેકટરના હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું:કચ્છ મ્યુઝિયમ ખાતે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું ચિત્રકાર તરીકેનું પ્રથમ પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment