Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા કલેકટરના હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું:કચ્છ મ્યુઝિયમ ખાતે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું ચિત્રકાર તરીકેનું પ્રથમ પ્રદર્શન

    2 days ago

    ભુજ સ્થિત કચ્છ મ્યુઝિયમ ખાતે શનિવારે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના દ્રશ્યકલા વિભાગની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે વકીલ પ્રેમજી રાઘવજી ઠક્કર ચેરિટેબલ ટ્રસ્ટ વ્યાખ્યાન માળા અંતર્ગત અને કચ્છ મ્યુઝિયમના સહયોગથી હાસ્યકલાકાર તેમજ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. લોકોમાં હાસ્ય કલાકાર તરીકેની આગવી ઓળખ ધરાવતા શાહબુદ્દીન રાઠોડનું ચિત્રકાર તરીકે આ પ્રથમ પ્રદર્શન હતું. જેનું ઉદ્ઘાટન કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ તેમના ચિત્રોનું પ્રદર્શન મુલાકાતીઓ દ્વારા ખૂબ જ પસંદ કરાયું હતું. આ અવસરે વહીવટી તંત્ર, કલા, સંસ્કૃતિ અને શિક્ષણ જગતના અનેક લોકોએ હાજર રહ્યા હતા. કાર્યક્રમની અધ્યક્ષતા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલે કરી હતી. આ પ્રસંગે હરીશ રંગવાલાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત કુલસચિવ ડૉ. અનિલ ગોર, ડીન પ્રોફેસર કાશ્મીરા મહેતા, પુરાતત્વ વિભાગના અધિક્ષક ડૉ. આદિત્ય સિંહ, જયપાલ સિંહ જાડેજા તેમજ ધવલ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. મહેન્દ્ર સિંહ સુરેલા અને તેમના સ્ટાફ દ્વારા સહયોગ મળ્યો હતો. દ્રશ્યકલા વિભાગના પ્રો. નવીન સોની, જીગર સોની, રત્નેશ પાંડે અને સીમાના માર્ગદર્શન હેઠળ વિભાગના તમામ છાત્રોએ સાથે મળીને પ્રદર્શનની રૂપરેખા તૈયાર કરી હતી.
    Click here to Read More
    Previous Article
    હિન્દી વિભાગના વિવિધ લોકોએ તેમના વિચારો રજૂ કર્યા:ભુજની લાલન કોલેજમાં પ્રેમચંદ જયંતીની ઉજવણી પ્રસંગે છાત્રો દ્વારા કાર્યક્રમ યોજાયો
    Next Article
    રૂા. 18.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો:રતાડિયા સીમમાં કન્ટેનરમાંથી ભંગાર ચોરી કરતો શખ્સ ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment