Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રેઇટ ડ્રાઇવ:એક બોલમાં બાવીસ રન!

    2 days ago

    અપૂર્વ ભટ્ટ વાત 1992ની છે. માર્ચ મહિનાની 22મી તારીખે સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલ રમાઈ રહી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ દાવ લેતાં 45 ઓવરમાં 253 રન બનાવ્યા. જવાબમાં સાઉથ આફ્રિકા બેટિંગમાં આવ્યું ત્યારે વરસાદ પડ્યો અને મોસ્ટ પ્રોડક્ટિવ ઓવર્સ નિયમ અન્વયે પહેલાં 13 બોલમાં 22 રન કરવાના આવ્યા. ફરી વરસાદ પડ્યા બાદ આ વિચિત્ર નિયમ મુજબ સાઉથ આફ્રિકાને માત્ર એક બોલમાં 22 રન કરવાના આવ્યા, ઇંગ્લેન્ડ ફાઇનલમાં પહોંચી ગયું અને સાઉથ આફ્રિકા હાથ ઘસતું રહી ગયું. બરાબર 11 વર્ષ બાદ આ ઘટનાનું પુનરાવર્તન થયું. આ વખતે 2003માં સાઉથ આફ્રિકામાં યોજાયેલ ક્રિકેટ વિશ્વ કપમાં સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની મેચ દરમિયાન શ્રીલંકાએ પ્રથમ દાવ લેતાં 268 રન બનાવ્યા. વરસાદથી પ્રભાવિત મેચમાં આ વખતે ડકવર્થ-લુઇસ નિયમ વિલન બન્યો અને સાઉથ આફ્રિકાને 230 રન જીતવા માટે કરવાના આવ્યા (229 રને ટાઇ થતી હતી), પણ કોચ એરિક સિમન્સ અને બેટ્સમેન માર્ક બાઉચર વચ્ચે સંદેશાની ગેરસમજ થવાથી યજમાન સાઉથ આફ્રિકા વિશ્વકપમાંથી બહાર ફેંકાઈ ગયું. સાઉથ આફ્રિકા માટે દુઃસ્વપ્ન સમાન આ બંને ઘટનાઓમાં બે ખેલાડીઓનો અનાયાસ સંયોગ રચાયો હતો. આ બંને ખેલાડીઓ 1992ના ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ કપમાં સાઉથ આફ્રિકાની ટીમમાં સામેલ હતા અને 2003ના સાઉથ આફ્રિકામાં યોજાયેલા વિશ્વ કપમાં પ્રેસબોક્સમાં બેઠા હતા. આ બંને ખેલાડી એટલે કેપ્લર વેસેલ્સ અને ઓમર હેન્રી. 1992માં કેપ્લર વેસેલ્સ સાઉથ આફ્રિકાના કપ્તાન હતા અને ઓમર હેન્રી ટીમના ખેલાડી હતા, જ્યારે 2003માં વેસેલ્સ કોમેન્ટેટર અને ઓમર હેન્રી સાઉથ આફ્રિકાના ચીફ સિલેક્ટર હતા. વળી, આ સંયોગ પણ એવો કે બંને ઘટનાઓ વખતે ઓમર હેન્રી કેપ્લર વેસેલ્સની ડાબી બાજુએ બેઠા હતા.
    Click here to Read More
    Previous Article
    દેશ-વિદેશ:અમેરિકા અને ચીન વચ્ચેના આર્થિક યુદ્ધની શું અસર થશે?
    Next Article
    વિસ્મય:એક દેશનો લડવૈયો, બીજા દેશનો ચાંચિયો... વાત છે એક દરિયાઈ ડાકુની, જેનો હાહાકાર ભુલાવાનો નથી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment