Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મજાતંત્ર:દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ

    एक दिन पहले

    ચેતન પગી હા ખબર છે. લેખના મથાળામાં લખવામાં આવેલા ગીતની પંક્તિ અધૂરી છે. ‘દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ…’ ત્યાં સુધીનું બરાબર છે પણ એ પછીના ઉલ્લેખ જરા રિસ્કી છે, કોઈની લાગણી દુભાઈ જાય તો ભગવાન પણ બચાવી શકે એમ નથી. તમને થશે ‘ભગવાન’ લખવામાં વળી કોની લાગણી દુભાઈ જાય? તો જવાબ એ છે કે ચાર રસ્તે ઊભેલી ટ્રાફિક પોલીસ જેમ મેમો ફાડવા માટે તલપાપડ હોય છે એમ આપણા લોકો પણ કોઈ આવીને એમની લાગણીમાં ગોબો પડે એની ઉચાટભર્યા ચહેરે રાહ જોઈને બેઠા હોય છે. તેમને એવી દલીલ કરતા કોઈ રોકી શકે એમ નથી કે, ‘સંસારની અત્યારની હાલત માટે ફલાણી પાર્ટીનું 70 વર્ષનું શાસન જવાબદાર છે, એમાં ભગવાનને વચ્ચે લાવવાની શું જરૂર છે?’ પણ આપણી પ્રજા ઘણી શાણી છે. એને બધું કહેવું જરૂરી નથી. એ સારી રીતે સમજી જાય છે. ‘પેલો એક નંબરનો નકામો માણસ છે’ એવું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેશો તો પણ મોટા ભાગના લોકો પોતાની મેળે નક્કી કરી લેશે કે કોની વાત થઈ રહી છે. સારું છે કે વર્ચ્યુઅલ દુનિયામાં છીંક કે બગાસું ખાઈ શકાતાં નથી, નહીંતર એમ કરવાથી પણ માઠું લગાડનારા માણસો જડી આવશે. એટલે જ સ્તો મભમમાં બોલવું સેફ છે અને ઘરના હપ્તા ચાલતા હોય ત્યાં લગી સેફ રહેવું જરૂરી છે, કારણ કે હવેનો માણસ કોઈ પણ વાતમાંથી પોલિટિકલ એંગલ કાઢી શકે એમ છે. સરસ મજાનું ઝાપટું પડી ગયા પછી જો તમે ‘તેરી દો ટકિયે કી નૌકરી મેં મેરા લાખોં કા સાવન જાયે...’ ગીત સાથેની રીલ પોસ્ટ કરી હશે તો પણ ‘તમને નોકરી-ધંધામાં ધ્યાન નથી એટલે તમે દેશવિરોધી છો’ એવું કહેનારા કમેન્ટમાં મળી જશે. હજુ સુધી કોઈ ફોટોગ્રાફરે ‘અમે પોલિટિકલ એંગલથી પણ ફોટો પાડી આપીશું’ એવી ઓફર નથી આપી એ રાહતની વાત છે. નિયમિત પેન્શન મેળવતા બૂમર્સ વોટ્સએપ ફોરવર્ડ વિડીયો જોઈને ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે…’ ગીત ગાઈ રહ્યા છે. દર મહિને ટેન્શન મેળવતા મિલેનિયલ્સ મોંમાં મગ ભરીને બેસી રહ્યા છે અને જેન-ઝી પોસ્ટરો કે ઝંડા લઈને નીકળી પડ્યાં છે. આવું એટલા માટે શક્ય બન્યું કારણ કે જેન-ઝી નામનો જીવ (કે વંદો જે કહો એ) ઈએમઆઈ (EMI) નામની જાળમાં ફસાયો નથી, કે નથી એને ખર્ચો ક્યાંથી કાઢવો એની ચિંતા. એ એવું માને છે કે મમ્મી કે પપ્પાને પેમેન્ટ માટેનો ક્યૂઆર કોડ વોટ્સએપ કરી દેવા માત્રથી ખર્ચાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. એને ચિંતા ત્યારે થશે જ્યારે ક્યૂઆર કોડ મોકલી શકાય એટલી બેટરી કે ડેટા ફોનમાં નહીં હોય. બાય ધ વે, જેન-ઝીને તમે વાયરોથી વીંટળાયેલી, બેટરીથી ચાલતી પ્રજાતિ ગણાવી શકો છો. એને મમ્મીના હાથના થેપલાં કરતાં મમ્મીના હાથે ઓર્ડર કરેલા પાસ્તા, બ્રાઉની વધારે ગમે છે. જેન-ઝી કિડ્સ હવે એવું માનવા લાગ્યાં છે કે ઘર કેમ ચલાવવું એ ભલે મિલેનિયલ્સ પપ્પા કે મમ્મી નક્કી કરશે પણ દેશ કેમ ચલાવવો એ અમે નક્કી કરીશું. આ જનરેશનનો નવો અવતાર જોઈને મિલેનિયલ્સ આઘાતમાં સરી પડ્યા છે. એમને ખબર જ ન પડી કે થોડા દિવસ પહેલાં યૂ-ટ્યૂબ પર રંગીન કબૂતર જેવા જાપાનીઝ એનિમે જોતી આ જનરેશન હજુ ગઈકાલે તો કોફી શોપમાં બર્ગર ઠૂંસતી હતી અને આજે એ પોલીસના દંડા ખાવા માટે રસ્તા પર ઊતરી આવી છે. પોલીસ પણ સારી રીતે જાણે છે કે જેન-ઝીને દરેક વાતે કોમ્બો ઓફરની આદત પડી ગઈ છે. એટલે એ દંડાની સાથે ટીઅર ગેસ શેલ અને પાણીનો ફુવારો પણ ‘એડ-ઓન’ કરી આપે છે, પણ પોલીસ પણ છેવટે તો મિલેનિયલ્સ કે જેન-એક્સ જ છે ને. એ પણ કન્ફ્યુઝ છે કે મેથીપાકની કોમ્બો ઓફર આપ્યા પછી પણ જેન-ઝીની મોજમાં ઓટ આવી નથી. તેઓ બેરિકેડ પર બેસીને ઘોડા ગાડી રમી રહ્યા છે અને ડ્યૂટી પર તૈનાત પોલીસ જવાનો જાણે બોયફ્રેન્ડ હોય એમ એમની ટીખળ કરી રહ્યા છે! એટલું સ્વીકારવું પડે કે રાજકીય પાર્ટીના દેખાવો અને જેન-ઝીના આંદોલનમાં તફાવત એટલો હતો કે જેન-ઝી કિડ્સને ખબર હતી કે તેઓ શેના માટે આંદોલન કરી રહ્યા છે. જોર સે બોલો... વાસ્તે ગુનાહું ઈયા! (ઓહ યે)
    Click here to Read More
    Previous Article
    મૉન્ટાજ:ભાઈ-બહેનનો સાથ દર્શાવતી ફિલ્મ ‘કૂડે’
    Next Article
    ડૂબકી:હું માનવી માનવ થાઉં તો ઘણું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment