Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૉન્ટાજ:ભાઈ-બહેનનો સાથ દર્શાવતી ફિલ્મ ‘કૂડે’

    1 day ago

    પાર્થ દવે સેફ્ટી માસ્ક પહેરીને કેમિકલ ફેક્ટરીમાં કામ કરી રહેલા જોશુઆ થોમસ (જોશ)ને એક કૉલ આવે છે. હવે તેના ચહેરા પર ઉદાસી અને દુઃખનો માસ્ક છે. ફોન પર કંઈક ખરાબ સમાચાર મળ્યા છે. તે મિડલ ઈસ્ટ કન્ટ્રીમાં વતનથી દૂર કામ કરવા આવ્યો છે. તે પાછો પોતાના ગામ ઊટી આવે છે. ક્રિશ્ચિયન પદ્ધતિ મુજબની અંતિમવિધિ થઈ રહી છે. જોશના ચહેરા પર હજુય એવા જ શૂન્ય ભાવ છે. મૃત્યુ થયું છે તેનું નામ જેનિફર મારિયા થોમસ છે અને તે જોશની સગી બહેન છે, અલબત્ત હવે— હતી. 15 વર્ષની ઉંમરે જોશે પોતાનું ગામ કમાવવા માટે છોડ્યું હતું. ત્યારે તેની બહેન જેનિફર એટલે કે ‘જેની’ બે વર્ષની હતી. જેની જન્મી ત્યારથી જોશ માટે દુનિયાની સૌથી સુંદર અને નજીકની વ્યક્તિ હતી. બંને વચ્ચે ઉંમરનો તફાવત એટલે જોશ પ્રમાણમાં સમજુ અને જેની નાની બાળકી. તે તેને રમાડતો, જમાડતો. જેની-જોશના પિતાનું ગેરેજ હતું. જોશના એક ફૂટબોલ કોચ હતા, જેમનું નામ હતું અશરફ. સમય જતાં ખબર પડી કે જેનીને કોઈ બીમારી છે. તેને ‘જિવાડવા’ માટે નિયમિત દાક્તરી સારવારની જરૂર પડશે. જોશના મામાએ તેને તેમની સાથે દુબઈ લઈ જવા માટે કહ્યું. જેની બે વર્ષની હતી અને જોશ 15નો, બંને છૂટાં પડ્યાં. હવે અત્યારે જોશ, બહેન જેની હંમેશ માટે ચાલી ગઈ છે ત્યારે, વર્ષો બાદ પાછો આવ્યો છે. અગાઉ વાત કરી એમ, જોશના મનમાં કોઈ ભાવ જ નથી. પેલું જે બોન્ડિંગ હતું તે તૂટી ચૂક્યું છે. જોશના સંબંધી એટલે કે મામાએ આ વર્ષો દરમિયાન તેનું એબ્યુઝ કર્યું, શારીરિક શોષણ કર્યું. અત્યાચાર અને પરિવારથી અંતરના કારણે જોશ અત્યારે સંપૂર્ણપણે ઝીરો છે, નબળો છે, નખાઈ ગયેલો છે. તે દરેક બાબતને એકદમ નીરસ રિસ્પોન્સ આપે છે. તેની પાસે કોઈનો વિરોધ પણ નથી અને સંમતિ પણ નથી! જેનીની અંતિમવિધિ પતાવીને, જેનીના રૂમમાં તેની પેઇન્ટિંગ ને ફોટોઝ જોઈને જોશ એક વેનમાં બેસે છે. એ વેનનો, જેનીની જ્યારે તબિયત બગડતી ત્યારે ઉપયોગ કરાતો. હવે થાય છે એવું કે જોશ એક જગ્યાએ તેની સ્કૂલની ફ્રેન્ડ, જે તેને ગમતી, સોફીને જુએ છે. એટલે ઘરેથી તેને ફરી જોવા—બની શકે તો મળવા, જોશ વેન લઈને નીકળે છે. વેનમાં પાછળ તેની 17 વર્ષની બહેન જેની બેઠી છે! ‘કૂડે’ ફિલ્મની શરૂઆત અહીંથી થાય છે. જોશ શરૂઆતમાં ડરે છે. તે છોકરીને કહે છે કે તું મારી બહેન જેવી જ દેખાય છે! પણ પછી તેને વિશ્વાસ બેસે છે કે ના, આ તો મારી બહેન જ છે! બંને ધીમે-ધીમે પોતાની વાતો શેર કરવા માંડે છે. જોશ વેનમાં ફરવા માંડે છે, જેની સાથે! ડિરેક્ટર અંજલિ મેનને લખેલી અને ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું ઝોનર સાઇકોલોજિકલ ડ્રામા છે. જોશનું પાત્ર મલયાલમ અભિનેતા પૃથ્વીરાજે ભજવ્યું છે અને જેનીનું પાત્ર નાઝરિયા નાઝીમે ભજવ્યું છે. બેઉ કલાકારો તગડા છે અને સ્ક્રીન પર અસલ ભાઈ-બહેન લાગે છે! આખી વાર્તા માંડવાનું કારણ તમે સમજી ચૂક્યા હશો કે, જોશ જે જિંદગી નથી જીવી શક્યો; બંને ભાઈ-બહેન જે એક અંગ જેવા હતાં તેઓ સંજોગોવશાત્ છૂટાં પડી ગયાં; એ બાકી રહેલી ઈચ્છા હવે પૂરી થઈ રહી છે. બંને ભાઈ-બહેન સાથે સમય પસાર કરી રહ્યા છે. બહેનનો પ્રેમ, ઝઘડો, માગ, રમત આ બધું હવે થઈ રહ્યું છે! આખી ફિલ્મમાં એક વિષાદનું સ્તર છે અને બીજી બાજુ જેનીના પાત્રના કારણે आनंद પણ ફેલાયેલો રહે છે! આ ટ્રેક ઉપરાંત ફિલ્મમાં સોફી (‘કરીબ કરીબ સિંગલ’ની એક્ટ્રેસ પાર્વતી)નો સબ-પ્લોટ છે. સોફી અત્યારે ડિવોર્સી છે અને પોતાના ઘરે રહે છે. તેનો પરિવાર જ તેને સ્વીકારવા તૈયાર નથી. આ જોશ-સોફી ફરી મળે છે. ‘કૂડે’ મૂળ વર્ષ 2014માં આવેલી મરાઠી ફિલ્મ ‘હેપ્પી જર્ની’ની ઓફિશિયલ રિમેક છે. એ મેકર્સની જ ઈચ્છા હતી કે જો દક્ષિણ ભારતમાં આની ફિલ્મ બને તો તે અંજલિ મેનન ડિરેક્ટ કરે! અંજલિ મેનની અન્ય ફિલ્મ ‘બેંગ્લોર ડેઝ’ પણ સુંદર અને અદભુત છે, એમાં પણ ભાઈ-બહેનના સંબંધોની વાત છે. મરાઠી મૂળ ફિલ્મ ‘હેપ્પી જર્ની’માં ભાઈ (જે ‘કૂડે’માં જોશ છે)નું મુખ્ય પાત્ર અતુલ કુલકર્ણીએ ભજવ્યું હતું. પરંતુ મલયાલમ ફિલ્મ ‘કૂડે’માં અતુલ કુલકર્ણીએ કોચ ‘અશરફ’નું સહાયક પાત્ર ભજવ્યું છે. ‘કૂડે’ શરૂઆતમાં હળવી ‘ભૂતવાળી’ ફિલ્મ લાગે અને પછી સાઇકોલોજિકલ સમજવા જેવી ફિલ્મ લાગે. બાકી રહી ગયેલા અધૂરા સંબંધને પૂર્ણ કરતી ફિલ્મ લાગે! ન જીવેલી જિંદગી ફરી જિવાડતી ફિલ્મ લાગે! પૃથ્વીરાજનું કેરેક્ટર ફરી જીવવા માંડ્યું છે એવું તમને સમજાય! એ પણ જે ખરેખર નથી એ બહેનના કારણે. જેના સાથે તે બાળપણ નથી વિતાવી શક્યો, પિતાની જેમ પ્રેમ આપ્યો, પણ તેને સંજોગોવશાત્ છોડીને જવું પડ્યું, એ વ્યક્તિ સાથે હવે તે સમય પસાર કરી રહ્યો છે. પોતાનું વેડફાઈ ગયેલું બાળપણ જીવી રહ્યો છે અને જ્યારે તેને બધું સમજાય છે ત્યારે બહેન જેની મૂકીને જતી રહે છે! એ અંતિમ દૃશ્યમાં જોશ પહેલી વખત રડે છે! જ્યારે ખરેખર જેની ગઈ ત્યારે તેને કોઈ ભાવ જ નહોતો, પણ હવે છે. તે શોધે છે જેનીને! આ ફિલ્મ આવી એ પહેલાં ડિરેક્ટર અંજલિ મેનને અંગ્રેજીમાં ઈન્ટરવ્યૂ આપ્યો છે. સામાન્ય રીતે દક્ષિણ ભારતના કલાકાર-કસબીઓ તેમની પોતાની ભાષામાં જ વાતો કરતા હોય છે, પણ અંજલિજી સ્પષ્ટ અંગ્રેજી બોલે છે. એ ઈન્ટરવ્યૂ જોજો! ફિલ્મ અને તેમના— બંનેના પ્રેમમાં પડી જશો! હોટસ્ટાર પર ફિલ્મ અવેલેબલ છે. }
    Click here to Read More
    Previous Article
    વિકાસની વાટે:બાળઉછેર અને પરફેક્ટ પ્રોડક્ટની ઘેલછા
    Next Article
    મજાતંત્ર:દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment