Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસની વાટે:બાળઉછેર અને પરફેક્ટ પ્રોડક્ટની ઘેલછા

    1 day ago

    હસમુખ પટેલ એક શિક્ષકે બાળકના ચહેરા અને શરીર પર મારનાં નિશાન જોયાં. તપાસ કરતાં ખબર પડી કે ‘કર્સિવ રાઇટિંગ’ લખતી વખતે બાળકથી અક્ષરોનો અમુક ભાગ ઉપર-નીચે થઈ જતો હતો. બાળક સારી રીતે લખતું થાય એટલા માટે પિતાએ તેને શિક્ષા કરી હતી. શિક્ષકે પિતાને બોલાવીને લખવા કહ્યું. તેમના લખાણમાં પણ ઘણી ખામીઓ હતી. શિક્ષકનો હેતુ પિતાને પોતાની ખામીનો અહેસાસ કરાવવાનો હતો. શું અહેસાસ થાય તેવો પિતા, કુમળા બાળકના નિયંત્રણમાં ન હોય તેવી નાની ભૂલ માટે આવી મોટી શિક્ષા કરી શકે? આવા પિતાને બાળકના મનોશારીરિક વિકાસના તબક્કાઓની ક્યાંથી ખબર હોય? બાળકની વય વધવાની સાથે ધીરે-ધીરે મગજ, સ્નાયુઓ તથા સ્નાયુઓનું મગજ સાથેનું સંકલન વિકસે છે. બાળક પાસે સારા અક્ષરની અપેક્ષા રાખનાર પિતા બાળકના વિકાસના તબક્કાઓની સમજને આધારે બાળકનો ઉછેર કરે તેવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય? બાળક પાસે પૂર્ણતાની અપેક્ષા રાખનારા આપણે પોતે પૂર્ણ છીએ ખરા? એક દિવસ માટે આપણી અપૂર્ણતાની નોંધ કરીએ તો ખબર પડશે કે બાળકો કરતાં આપણામાં અધૂરપ, ખામીઓ અને કુટેવો ઘણી વધારે છે. બાળક પાસે પૂર્ણતાની અપેક્ષા રાખનારાં મા-બાપ પોતાની ખામી કે ભૂલ જોઈ શકે તેવી અપેક્ષા રાખી શકાય? ભૂલ જોઈ શકે તો તેનો બાળક સામે એકરાર કરવાની હિંમત તેમનામાં હોય? જો આવી હિંમત હોય તો બાળક સાથેના સંબંધમાં જાદુ થઈ જાય. બાળકને ખબર પડે કે મોટેરાઓ પણ તેની જેમ ભૂલ કરે છે, તો તે અપરાધબોધથી બચી જશે અને તેનો આત્મવિશ્વાસ વધતો જશે. અપરાધભાવ તથા આત્મવિશ્વાસનો અભાવ એ દરેક વ્યક્તિને સતાવતો રોગ છે. આવા સમાજમાં ચીલો ચાતરનારા અને ખોટાની સામે અભિપ્રાય આપનારા કે અવાજ ઉઠાવનારા લોકો ઓછા જ મળવાના. બાળક સામે પોતાની ભૂલનો એકરાર કરનારાં માતા-પિતા બાળકની સામે પ્રમાણિકતા અને પારદર્શકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. તેમનાં બાળકો સાચું કહેવાની અને સાચું કરવાની હિંમત કેળવશે. ગાંધીજીએ સોનાના કડાની ચોરી કર્યા પછી ચિઠ્ઠી લખીને પિતા સમક્ષ તેનો એકરાર કર્યો હતો. પિતાએ ચિઠ્ઠી વાંચી પણ એક હરફ ન ઉચ્ચાર્યો. તેમની આંખોમાંથી અશ્રુબિંદુઓ ટપક્યાં અને નાનકડો મોહનદાસ અહિંસાનો પહેલો પદાર્થપાઠ પામ્યો. તેમના પિતા સામાન્ય પિતાની જેમ વર્ત્યા હોત તો શું દુનિયાને અહિંસાના પૂજારી મળ્યા હોત? દરેક નાની ભૂલને મોટી ગણીને જાહેરમાં તેનો એકરાર કરવો અને જાતને સુધારવાનો પ્રયાસ કરવો એ જ મોહનમાંથી મહાત્મા તરફના ઊર્ધ્વગમનનો પાયો હતો. બાળકને દરેક ભૂલ સમયે વાક્બાણ કે શારીરિક ચાબુક લઈને ઊભા રહેનારાં, એટલે કે સૂક્ષ્મ કે સ્થૂળ હિંસા આચરનારાં મા-બાપ દરેક મોહનમાં પડેલી મહાત્મા બનવાની સંભાવનાને મુરઝાવી દે છે. તેનાથી જુદી રીતે વર્તનારાં મા-બાપ દરેક મોહનમાં મહાત્માનો અંશ રોપે છે. પોતાનાં બાળક કે સંતાન સમક્ષ ભૂલનો એકરાર કરી સુધારાના પ્રયાસની ખાતરી આપનારાં અને પ્રયત્ન કરનારાં માતા-પિતા આત્મશુદ્ધિના માર્ગે આગળ વધે છે. આવી વ્યક્તિઓ સમાજમાં અંતરાત્માના રક્ષકો છે. આટલા ઊંચા પરિણામની અપેક્ષા ન રાખીએ તો પણ કમ સે કમ એટલું તો કહી જ શકાય કે તેઓ સ્વવિકાસના પંથ પર પગલાં માંડતાં રહે છે. બાળકને કશુંક બનાવવા માટે શિક્ષા કરનારાં મા-બાપ પોતાના બાળકોને ‘પરફેક્ટ પ્રોડક્ટ’ બનાવવા માગે છે. એવી ઊપજ કે જે બજારમાં વેચાય અને તેની ખૂબ કિંમત ઊપજે; તે નોકર, બંગલો અને ગાડીવાળી વ્યક્તિ બને. આવું કરનારાં માતા-પિતા બાળકને બજારું ઊપજ બનાવે છે, પરંતુ તેની સાથે આત્મીય સંબંધ બાંધવાનું ચૂકી જાય છે. આવાં સંતાનો જ્યારે માતા-પિતાને ઘરડાઘરમાં મોકલે ત્યારે વાંક કોનો? બાળકની ભૂલો અને ખામીઓ માટે શિક્ષા કરનારાં મા-બાપ એ ભૂલી જાય છે કે એક દિવસ તેઓ પણ અશક્ત થશે, સરખું બોલી-ચાલી નહીં શકે, પથારીમાં પેશાબ કરશે કે ખાતી વખતે કપડાં બગાડશે, ત્યારે સંતાનો પાસેથી તેઓ કયા વ્યવહારની અપેક્ષા રાખશે? આ લેખની શરૂઆતમાં લખાયેલી ‘કર્સિવ રાઇટિંગ’ નામની બલાથી કેટલાક વાચકો અજાણ હશે. આ એવી ચીજ છે કે જેણે કેટલાંય બાળકોની ઊંઘ હરામ કરી નાખી છે. આ અંગ્રેજી અક્ષરો લખવાની એક પદ્ધતિ છે, જેની પાછળ ઘણાં મા-બાપ ઘેલાં થયાં છે. અક્ષરોની જ વાત કરીએ તો ગાંધીજીના અક્ષરો પણ ગરબડિયા (ખરાબ) હતા. છતાં આવા અક્ષરોવાળા આ માનવીએ એક જિંદગીમાં એટલું લખ્યું કે લખાવ્યું છે કે જે વાંચવા માટે આપણા જેવા પામર જીવોને એક જીવન ઓછું પડે. ખરાબ અક્ષરોએ લખાયેલાં તેમનાં લખાણો સદીઓ સુધી લોકોએ વાંચવાં પડશે. પરફેક્ટ બાળઉછેર માટે ઘેલાં થયેલાં મા-બાપ શું આમાંથી કંઈ શીખશે? }
    Click here to Read More
    Previous Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:વૃષભ જાતકોના વાણીના પ્રભાવથી સંબંધો સુધરશે
    Next Article
    મૉન્ટાજ:ભાઈ-બહેનનો સાથ દર્શાવતી ફિલ્મ ‘કૂડે’

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment