Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપ્તાહિક ભવિષ્યફળ:વૃષભ જાતકોના વાણીના પ્રભાવથી સંબંધો સુધરશે

    1 day ago

    જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.) પોતાના કામોનું સ્વમૂલ્યાંકન સફળતાનો માર્ગ બનશે. જરૂરિયાતમંદને મદદ કરવાથી બિનજરૂરી ખર્ચ બચશે. વર્તમાન સ્થિતિ સુધારવાથી ફાયદો થશે. શેરબજારમાં રોકાણકારોની આર્થિક સ્થિતિ સુધરશે. રિયલ એસ્ટેટ તથા બેન્કિંગમાં લાભ થાય. લાપરવાહી વગર જવાબદારી પતાવવી. તા. 02-05-06 કાર્યસફળતા. તા. 03 આવેશમય. સિંહ (મ. ટ.) જવાબદારી પૂરી કરવા ભૂલો સુધારવા પર લક્ષ આપવાથી સફળતા મળશે. બીજાને પ્રેરિત કરી કામ કઢાવવું. દંપતીના વિખવાદમાં શાંતિ સ્થપાશે. આયાત-નિકાસ વ્યાપારમાં તેજી આવશે. આઈટી, સ્ટીલ તથા એસ્ટેટ શેરમાં ફાયદો થશે. વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓથી સાવધ રહેવાની જરૂર છે. તા. 02-07-08 પ્રવાસ. તા. 06 ક્રોધ ઊપજે. ધન (ભ. ધ. ફ. ઢ.) કેરિયરમાં આદર્શો સાથે સમતુલા જાળવવાથી સફળતા મળશે. વડીલોનું સન્માન કરી મદદરૂપ થવું. શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. જમીનના સોદા માટે રાહ જોવી. શ્રદ્ધા અને લાગણીથી કામ લેવું. ગેરકાયદેસર કામોમાં ફસાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું. શાંતિ જાળવવાનો પ્રયત્ન કરવો. તા. 02-07-08 હર્ષ-ઉલ્લાસ. તા. 03 હતોત્સાહ. વૃષભ (બ. વ. ઉ.) જૂના સંપર્કો તાજા થશે. અટકેલા પ્રસંગો અને અધૂરા પ્રોજેક્ટમાં પ્રગતિથી લાભ થશે. આવક વધશે. મંદીનો લાભ લેવા વેપારીઓ માટે પ્રોત્સાહક સમય છે. જૂના ગ્રાહકો પરત આવશે. બચત વધારવી. વાણીપ્રભાવથી સંબંધો સુધરશે. કોર્ટ બાબતોમાં પારદર્શકતા આવશે. ઉતાવળે આર્થિક નિર્ણયો લેવા નહીં. તા. 03-07-08 વાણીપ્રભાવ. તા. 05 ઉગ્રતા.કન્યા (પ. ઠ. ણ.) અધૂરાં કામો પૂરા કરવા પર ખાસ ધ્યાન આપવું. આત્મનિરીક્ષણ કરી રોજિંદા જીવનમાં બદલાવ લાવવો. કુશળતા અને વ્યવસ્થાપનશક્તિ વધશે. કેરિયરમાં સ્થિરતા આવશે. અહંકાર છોડી આગળ વધવું. રોજગારી માટે અનુકૂળ સમય છે. સ્વાસ્થ્ય બાબતે દિનચર્યા નવેસરથી ગોઠવવી. તા. 02-03-04 શત્રુવિજય. તા. 07 મનદુઃખ. મકર (ખ. જ.) જવાબદારીપૂર્વક કામ કરવાથી સારું પરિણામ મળશે. વ્યાપારીઓ યોજનાબદ્ધ આયોજન કરશે તો ફાયદો થશે. દાંપત્યજીવનમાં સ્થિરતા આવશે. વિદ્યાર્થીઓ અને રમતવીરો માટે પ્રોત્સાહક સમય છે. આવક વધશે. વિપરીત સંજોગોમાં મિત્રો તથા ભાઈ-બહેનો સાથે સંબંધો જાળવવા. તા. 02-03-04 ભાગ્યપ્રેરક. તા. 05 અર્થનાશ. મિથુન (ક. છ. ઘ.) મહેનતનું સારું પરિણામ મળશે. કેરિયરમાં ઘડતર થશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળશે. સંવાદથી વિકટ પ્રશ્નોનો ઉકેલ આવશે. આફતને અવસરમાં બદલવાની આવડત કામ લાગશે. કર્મચારીઓ કે મજૂર વર્ગનો અનાદર ન કરવો. વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખી ધીરજ ધરવી. તા. 02 નિરાશા. તા. 04-05-06 લાભદાયક. તુલા (ર. ત.) કાર્યક્ષેત્રમાં અનુશાસન અને કર્તવ્યબદ્ધતા વધશે. સ્પર્ધાત્મક વેપારમાં પ્રયાસોનું સારું પરિણામ મળશે. સ્થિતિ મજબૂત બનશે. વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવશે. બગડેલા સંબંધો સુધારવા તરફ ધ્યાન આપવું. ગૃહસ્થ જીવન અને પરિવારમાં સંતુલન જાળવવું. લાંબા સમયથી અટકેલી સફળતાનું મનોમંથન કરવું જરૂરી છે. તા. 03-04-05 સ્થિરતા. તા. 08 અર્થનાશ. કુંભ (ગ. શ. સ.) નાણાકીય સ્થિતિમાં ચઢાવ-ઉતાર છતાં આવક વધશે. પરિશ્રમથી પૈસા રળવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું. આર્થિક સંકડામણ વચ્ચે પણ વ્યવહાર સચવાઈ જશે. સંતાનોના અભ્યાસમાં પ્રગતિ થશે. સંપત્તિ કે આર્થિક બાબતોમાં જોખમ લેતા પહેલાં વિચારવું. બિનજરૂરી વાદ-વિવાદ અને સ્ટ્રેસથી દૂર રહેવું. તા. 04-05-06 ઉત્સાહવર્ધક. તા. 07 સંકટ આવે. કર્ક (ડ. હ.) કરેલાં કામોનું સ્વમૂલ્યાંકન અને હકારાત્મક દૃષ્ટિ રાખવાથી કાર્યસફળતા મળશે. માનસિક સ્થિતિ મજબૂત બનશે. કેરિયરમાં સ્થિરતા વધશે. આરોગ્યલક્ષી પ્રશ્નોનું સાચું નિદાન થશે. મીડિયાના કર્મચારીઓએ સત્તાવાર સમાચાર ચકાસી આગળ વધવું. પ્રવાસમાં સાવચેત રહેવું. તા. 04 થાક અનુભવાય. તા. 05-06-07 આત્મબળ મજબૂત બનશે. વૃશ્ચિક (ન. ય.) કેરિયરમાં સારી તકો મળશે. પ્રમોશન અને પગાર વધારાના પ્રશ્નો ઉકેલાશે. આર્થિક રોકાણોમાંથી લાભ થશે. જૂના વિવાદોમાંથી રસ્તો નીકળશે. સ્વાસ્થ્ય સુધરશે. વિદ્યાર્થીઓ રમતગમતમાં સારો દેખાવ કરશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મિલકતના કોર્ટ કેસમાં રાહ જોવી. વાહન કાળજીપૂર્વક ચલાવવું. તા. 02 તંગદિલી. તા. 05-06-07 પ્રગતિકારક. મીન (દ. ચ. ઝ. થ.) ઈમાનદારીથી કરેલી મહેનત સફળ થશે. આવકના અવરોધો દૂર થશે. યુવાનો અને વિદ્યાર્થીઓને વિશેષ સફળતા મળશે. સંતાનની ઈચ્છા પૂરી થશે. વિદેશ લક્ષી બાબતોમાં સફળતા મળશે. કોઈના છળ કે પ્રલોભનમાં ફસાવવાથી બચવું. ભ્રમણાઓથી પરેશાની થઈ શકે. આરોગ્ય વિષયક સમસ્યાઓ વધી શકે. તા. 03-07-08 સ્થિર પ્રગતિ. તા. 04 મનોવેદના.
    Click here to Read More
    Previous Article
    દેશી ઓઠાં:તરત-બુદ્ધિ
    Next Article
    વિકાસની વાટે:બાળઉછેર અને પરફેક્ટ પ્રોડક્ટની ઘેલછા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment