Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી ઓઠાં:તરત-બુદ્ધિ

    1 day ago

    ચૈતર-વૈશાખના તડકા પડે છે. હાલારની ધરતી પાપડની જેમ શેકાઈ રહી છે. વગડામાં નકરી લૂ વાય છે. મુઠ્ઠી જાર્યનો ઘા કરો તો તડ તડ તડ ધાણી ફૂટી જાય, એવી ધરતી ધગીને ત્રાંબા રોખી થઈ ગઈ છે. પંખીડાં ઝાડની બખોલમાં ને ડાળ-પાંદડે લપાઈ ગ્યાં છે. ચારે કોર સૂનકાર છે. કોઈ માણાહનું જણ્યું દેખાતું નથી. હરણાંનાં માથાનાં તૂંબડાં ફાટી જાય એવી કાળઝાળ બપોરના ટાણે એક ઘોડસવાર વગડાના ધૂળિયા મારગે હાલ્યો આવે છે. ઘોડો ને સવાર બેય પરસેવે રેબઝેબ છે. બેય તરસ્યાં છે. તરસના માર્યા ઘોડેસવારને ગળે કાંચકી બાઝી ગઈ છે. નેજવાં કરીને જુએ છે તો થોડેક છેટે ઘેઘૂર વડલો દેખાય છે. ઓરા આવીને જોયું તો વડલા હેઠે પાઘડીનું ઓશીકું કરીને એક ગોવાળ સૂતો છે. પડખે જ એક કૂવો છે. અરતા-ફરતા ટેકરામાં ઘેટાં-બકરાં ચરે છે. ઘોડેસવારે સાદ કર્યો: ‘ભાઈ, ગોકળી! ઊઠ, મારે પાણી પીવું છે.’ ગોવાળે સાંભળ્યું નહીં. એક તો વડલાનો ઘટાટોપ છાંયો અને પડખે કૂવો.. એટલે ટાઢા વાયરા વાય છે. વળી હમણાં જ રોટલો ને દૂધ ખાઈને સૂતો છે એટલે ઘાટી ઊંઘ આવી ગઈ. ઘોડેસવારે બીજી વાર સાદ કર્યો: એલા, ભાઈ ! મને બહુ તરસ લાગી છે. કૂવામાંથી સિંચીને પાણી પીવડાવ્ય!’ તોય ગોવાળની ઊંઘ ઊડતી નથી. તાપ અને તરસથી અકળાયેલા એ વટેમારગુએ હેઠે ઊતરીને પગનું ઠેબું માર્યું. ‘એલા, સાંભળતો નથી? ઊઠ!’ ઠેબું લાગતાં જ ગોવાળ સડપ દઈને ઊઠ્યો. કરોધમાં બંબોળ છે. આમેય સૂતેલા માલધારીને કાચી ઊંઘમાંથી ઉઠાડાય નહીં. કડિયાળી લાકડી ઉઠાવી. ત્રાડ નાખી: ‘ઠેબું મારીને કેમ ઉઠાડ્યો?’ ‘મારે પાણી પીવું છે.’ ગોવળિયે લાકડી ઉગામી: ‘તે તું કાંઈ જામ સાહેબ છો કે તારી હાટું મારી ઊંઘ બગાડું?’ ઘોડેસવારે સામું પૂછ્યું કે ધારી લે કે મારે ઠેકાણે અટાણે જામસાહેબ હોય તો તું શું કરે? ઉગામેલી લાકડી અને જીભેથી આકરાં વેણ બોલતા ગોવાળે ધ્યાનથી જોયું તો ઓળખી ગ્યો કે આ તો જામ સાહેબ પંડ્યે છે ! ઓય જીતવા! ભારે કરી! નવલખા હાલારના ધણી જામ સાહેબને મેં નો કહેવાનાં વેણ કીધાં. એની હામી લાકડી ઉગામી ! પણ આ તો માલધારી. એનામાં ભોળપણ હોય એમ કોઠાસૂઝ પણ હોય. તરત-બુદ્ધિ વાપરીને તરત વાત ફેરવીને બોલ્યો: અરે, જામસાહેબ હાટુ મારો જીવ આપી દઉં ! જામ સાહેબ તો મારા રાજા !’ જામસાહેબ તો આ ભોળિયા ગોવાળ માથે રાજી થઈ ગ્યા. ગોવાળે કૂવામાંથી સિંચીને પાણી પાયું. ઘોડાને પણ ધરવ્યો અને હાલારના ધણીએ રાજાપણું દાખવ્યું. }
    Click here to Read More
    Previous Article
    શબ્દ સકળ પૃથ્વીના:યાયાવરી આવારગીનો બીજો પડાવ
    Next Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:વૃષભ જાતકોના વાણીના પ્રભાવથી સંબંધો સુધરશે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment