Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દ સકળ પૃથ્વીના:યાયાવરી આવારગીનો બીજો પડાવ

    2 days ago

    અજયસિંહ ચૌહાણ અનુરાધા બેનીવાલનું નામ હવે તો હિન્દી સાહિત્ય વર્તુળમાંથી બહાર નીકળી અન્ય ભાષાઓમાં પણ સંભળાવા લાગ્યું છે. એક વર્ષ પહેલાં મેં આ સ્થાને એના પુસ્તક ‘આઝાદી મેરા બ્રાન્ડ’ વિશે લખ્યું હતું. સોળ વર્ષે ચેસમાં રાષ્ટ્રીય ચેમ્પિયન બનેલી હરિયાણવી છોકરી અનુરાધા બેનીવાલ. એકલી દુનિયા ફરે છે. જે પણ દેશમાં જાય, ત્યાં સ્થાનિક હોસ્ટના ઘરમાં રહે. એના લખાણમાં પ્રવાસન સ્થળોના વર્ણન કરતાં લોકોની વાતો વધુ હોય છે. એના યાત્રાવૃતાંતનો પ્રથમ પડાવ ‘આઝાદી મેરા બ્રાન્ડ - યાયાવરી આવારગી’ હતો. બીજી છોકરીઓની જેમ જ હરિયાણાના રૂઢિચુસ્ત વાતાવરણમાં અનુરાધાનો જન્મ અને ઉછેર. અંગ્રેજી વિષય સાથે એમ. એ.નો અભ્યાસ કર્યો. પૂનામાં રમોના નામની યુવતી સાથે એનો પરિચય થાય છે. રમોના એકલી દુનિયા જોવા નીકળી હોય છે. જે દેશમાં જાય ત્યાં થોડા મહિના રહે, કોઈ નાની-મોટી નોકરી કરીને કમાય અને ફરી પછી કોઈ બીજા દેશમાં ઉપાડી જાય. અનુરાધા એને મળે છે અને એનામાં એકલા દુનિયા જોવાની ચાહત ઊભી થાય છે. અનુરાધા લખે છે: ‘એક દિવસ મેં એને પૂછ્યું ‘શું તને તારા મમ્મી-પપ્પા પૈસા મોકલે છે?’ એ એવી રીતે હસી જાણે આનાથી મોટો બાળસહજ પ્રશ્ન બીજો કોઈ ન હોય! ‘I should be sending them money. I am want to live.’ એ સમયે હું સત્તર વર્ષની હતી અને મારી ગમતી બ્રાન્ડની મને ખબર પડી ગઈ. એ મારી હીરો હતી. મારા જીવનનું લક્ષ્ય હવેની જિંદગીમાં ગાડી-બંગલા બનાવવાનું નથી. પોતાના શરીર સાથે, પોતાના ઇમોશન્સ સાથે કમ્ફર્ટેબલ થવું. મારે સાંકળો તોડીને મુક્ત ગગનમાં વિહરવું છે. બીજો કોઈ રસ્તો પણ નથી. એકવાર આઝાદીનો સ્વાદ ચાખવો એ લોહીનો સ્વાદ ચાખવા જેવું છે. ચાખી લીધો તો પાછળ વળવું શક્ય નથી.’ યાયાવરી આવારગીનો બીજો પડાવ એટલે ‘લોગ જો મુઝમેં રહ ગયે’. આ પુસ્તકની ભૂમિકામાં એ લખે છે, પહલી કિતાબ મેં મૈંને સબ કહ દિયા થા. ઉસે લિખને કે બાદ મૈંને ખુદ કો ખાલી પાયા ઔર જબ તક મેરે પાસ કહને કો કુછ નહીં હોતા મૈં ક્યા ઔર કૈસે લિખતી? યહાં ગઈ, વહાં ગઈ-વાલી લીખાઈ મુઝસે નહીં હો પાઈ. મેરી કિતાબેં ધૂમને કી જરૂર હૈ, લેકિન સિર્ફ સાઇટ-સીન્સ કી નહીં હૈ. યે યાત્રા કરતે હુએ મેરે અંદર હુએ બદલાવોં કી હૈં, યે લોગો કો સુનને કી હૈં, યે ઉન્હેં જાનને ઔર સમજને કી કોશિશ હૈં.’ ‘લોગ જો મુઝમેં રહ ગયે’માં દસ પ્રકરણ છે; આમ જુઓ તો પ્રવાસ નહીં પણ પાત્રોની કથાઓ જેવાં. એકબીજાથી તદ્દન નોખાં, છતાં સળંગ વાંચતા એકબીજાના પડઘા સંભાળવતી; અજબ લોકોની ગજબ વાતો. અનુરાધા એક સમયે સોવિયેત રશિયાના ભાગ રહેલા લાત્વિયા, લિથુઆનિયા અને એસ્ટોનિયા જોવાં નીકળી હતી. ‘માં ઔર મસીહા’માં લાત્વિયાની પાટનગર રીગામાં એ કાર્લી નામના ‘હોસ્ટ’ને ત્યાં રહે છે, એની વાત છે. કાર્લી અને એગ્નેસ લગ્ન કર્યાં વગર સાથે છે. એમની એક દીકરી છે માદરા. એગ્નેસ નોકરી કરે છે. કાર્લી ઘર અને માદરાને સંભાળે છે. અનુરાધા કાર્લી સાથે વાતો માંડે છે. લાત્વિયામાં સિત્તેર ટકા લોકો લગ્ન કર્યાં વગર સાથે રહે છે. લોકો બાળકો ઓછા પેદા કરે છે. કાર્લી કહે છે કે અહીં કોઈ સામાજિક દબાવ નથી. પણ, એનાથી સ્ત્રીઓને તકલીફ થાય છે. એ બાળકો પેદા કરે છે, એમને મોટાં કરે છે. કારણ કે કોઈ કાયદાકીય કે સામાજિક દબાવ નથી એટલે ઘણીવાર પુરુષ બીજી જવાન છોકરી શોધી લે છે અને એકલી સ્ત્રીએ બાળકો સંભાળવાં પડે છે. એગ્નેસને આગળના બોયફ્રેન્ડથી એક દીકરો છે પણ એ કોઈ જ મદદ નથી કરતો. અહીં અનુરાધા પ્રેમ અને આઝાદીનો પેચીદો પ્રશ્ન રજૂ કરે છે. ‘બિનબ્યાહી લડકીયાં ઔર ડેઢ કમરે કા ઘર’માં લેસ્બિયન સંબંધમાં સાથે રહેતી બે છોકરીઓ કાતીયા અને મૈંડ કેન્દ્રમાં છે. અનુરાધા બંને સાથે વાતો કરે છે. એમને પહેલીવાર ક્યારે એવું લાગ્યું કે એ લેસ્બિયન છે. ઘરમાં બધાને ખબર પડી ત્યારે એના પ્રત્યાઘાત કેવા આવ્યા. અંતે એ લખે છે ‘સુનના ભી એક યાત્રા હૈ. જબ હમ કિસી કો સુન રહે હોતે હૈ, ઉસકે જીવન સે ગુઝરતે હુયે અપને જીવન કો ભી દેખ રહે હોતે હૈં. કુછ હમમેં ભર રહા હોતા હૈ. કુછ સે હમ ઉબર રહે હોતે હૈ.’ ‘દ સ્કીમ’માં એક જુદી વારતા છે. ઓસ્લોનો હોસ્ટ નિકોલસ ગે છે. એનો પાર્ટનર ઇગ્ગી કોઈ કામથી થોડા દિવસ બહાર ગયો છે. નિકોલસને એક સાચા રોમેન્ટિક સંબંધની શોધ છે. શોધ માટે એ સ્પેનથી નીકળી, દુનિયા ફરી, ઓસ્લોમાં અટક્યો છે. નિકોલસે અનુરાધાને કહ્યું કે નૉર્વેના કાયદા ગે, લેસ્બિયન, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીયર, ઈન્ટરસેક્સ (L.G.B.T.Q.I.) બધા જ હકો આપે છે. એ લગ્ન કરી શકે છે, બાળકો દત્તક લઈ શકે છે. ‘પશ્ચિમ ઔર ધારણાયેં’માં પૉલેન્ડના રૂઢિચુસ્ત છોકરા-છોકરીની વાત છે. હૈના બાઇબલની કથાઓમાં માને છે. એના માટે લગ્ન પહેલાં શારીરિક સંબંધ ગેરમાન્ય છે. વર્જિનિટીના આ ખ્યાલને અનુરાધા પેટ્રિયાર્કલ માને છે. પુસ્તકમાં બધે જ અનુરાધા ભારત અને ભારતીય સમાજની નકારાત્મક જ રીતે ચર્ચા કરતી રહે છે. એમાં તથ્ય છે, એની ના નહીં. પણ, માત્ર એક જ દૃષ્ટિકોણથી રસભંગ થાય. સાથે એમ પણ લાગે જાણે કે બધી વાતો કે પાત્રો ગોઠવેલાં હોય! જે નિતાંત આનંદ પ્રથમ પુસ્તકમાં છે, તે આમાં નથી.
    Click here to Read More
    Previous Article
    સમયાંતર:દુનિયાના સૌથી જૂના રોડ શેનાં બનેલાં છે?
    Next Article
    દેશી ઓઠાં:તરત-બુદ્ધિ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment