Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરક મરક:નીચું જોઈને ચાલવામાં પણ ‘નીચું જોવા જેવું’ લાગે!

    2 days ago

    ધ્રુવ બોરીસાગર આપણી ગુજરાતી ભાષા એટલી બધી સમૃદ્ધ છે કે ‘પડવા’માં પણ તમને ઘણાં વિકલ્પો આપે છે. પડવાની પ્રક્રિયાને ‘લાડવો ખાધો’ પણ કહેવાય છે. બાહ્ય નહીં તો આંતરિક ઈજા પહોંચવાની પૂરી શક્યતા હોવાથી જ કદાચ લગ્નને પણ લાડવા સાથે સરખાવ્યાં છે. (‘લગ્નનો લાડુ – ન ખાય એ પસ્તાય અને ખાય એ (100%) પસ્તાય!’) પડવાથી તૂટેલાં હાડકાં તો જાતે સંધાઈ જાય છે, (સંબંધોથી ઊંધું!) પણ પડવાથી છોલાયાની વેદનાનું વર્ણન કવિ કવિતામાં પણ કરી શકતા નથી! ગિજુના જીવનમાં પડવાની આવેલી કેટલીક અવિસ્મણીય ઘટનાઓ... ઑફિસેથી પાછા ઘરે આવતાં આજે મોડું થયું હતું એટલે ઘરે પહોંચીને કરવાના થતાં ખુલાસાઓ ગિજુ મગજમાં ગોઠવતો હતો (ખુલાસા નહીં આપી શકવાથી પતિને થતાં અપચાના ખુલાસા માટે કોઈ દવા શોધાઈ નથી!) ત્યાં જ એના વાહન આગળથી બિલાડી આડી ઊતરી. બાઘાઈ સાથે અંધશ્રદ્ધાની ઘાંઘાઈ ભળતાં કચકચાવીને એવી બ્રેક મારી કે વાહન સ્લીપ થવાથી ગિજુ પડ્યો અને ઘસડાતાં આખો રસ્તો માપી લીધો, જેને ગુજરાતીમાં ‘લાંબો લસ થઈને પડ્યો’ કહેવાય છે! ધોવાઈ ગયેલા રસ્તામાંથી બહાર આવેલા પાયાના પત્થર, પડેલી તડ અને ખાડાને કારણે કોઈ ચિત્રકાર પણ કલ્પી ન શકે એવી ઍન્ટિક ડિઝાઇનમાં ગિજુ છોલાણો. નાનપણથી દરેકને એક બ્રહ્મજ્ઞાન અવશ્ય આપવામાં આવે છે : ‘ઠોકરો ખાશો, પછી જ જીવનમાં સાચું જ્ઞાન મળશે’. આ અર્થમાં તો ગિજુએ જીવનમાં ઘણી ઠોકરો ખાઈને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. (દૂર દૂર સુધી આ વાક્યને ગિજુના પરણવા સાથે કોઈ સંબંધ નથી!) વાંધો એટલો જ છે કે ગિજુને નીચું જોઈને ચાલવામાં પણ ‘નીચું જોવા જેવું’ લાગે છે! હમણાં હમણાં કામમાં આવેલા વિઘ્ન અને કર્મ વચ્ચેના સંબંધ પર વિચારતો ગિજુ જતો હતો, ત્યાં જ રસ્તા પર પર પડેલો મોટો પત્થર પગમાં આવતાં ઠેબું ખાઈને પડ્યો. પડવાની આ રીતને ગુજરાતીમાં ‘ઊંધે કાંધ પડ્યો’ કહેવાય છે. સારું થયું કે હાથ પહોંચતાં પહેલાં ગિજુની ફાંદ (સસ્પેન્શન) જમીન પર પહેલાં પહોંચી એટલે ઓછું વાગ્યું! પરંતુ, ફાંદ ન હોવાને કારણે મોબાઇલની સ્ક્રીન તૂટી ગઈ! ‘આવજો’ કીધા પછી પંદરેક મિનિટ ચોખટ પર ચોવટ કર્યા પછીની વિદાયની શાસ્ત્રોક્ત વિધિ પૂરી કરતાં ‘બીજું તો કંઈ નહીં, પણ આવતી વખતે અમારે ત્યાં...’ બોલતો ગિજુ ક્યારે પગથિયાનાં છેડે પહોંચી ગયો એનો એને ખ્યાલ ન રહ્યો અને અધૂરા વાક્યે રૂપિયો ગબડે એનાથી વધુ ઝડપે ગબડીને પગથિયાં ગણતો ગણતો છેલ્લા પગથિયે પહોંચી ગયો. ગુજરાતીમાં એને ‘ગબડ્યો’ એમ કહેવાય છે. યજમાન પણ પાછા ગિજુને થયેલી ઈજાની પૂછપરછ કરવાને બદલે ‘પડતાં પહેલાં તમે છેલ્લે શું કહેવા માગતા હતા?’ એ પૂછ્યું. આપણે ત્યાં ફૂટપાથ રાહદારીઓને ચાલવા માટે છે જ નહીં. ફૂટપાથ પર એવાં દબાણ હોય છે કે જે ઉપરથી દબાણ આવે તો જ દૂર થતાં હોય છે. હમણાં ફૂટપાથ પર રેલિંગ નાખવામાં આવી એને ગુજરાતીમાં ‘ખાતર માથે દીવો’ કહેવામાં આવે છે! હમણાં હમણાં ‘હિટ એન્ડ રન’ બહુ ચાલ્યું છે, જે માટે ફૂટપાથ પર તમારું ચાલવું જરૂરી નથી. (નશે મેં કૌન નહિ હૈ, મૂઝે બતાઓ જરા) સામેથી વાહન લઈને આવનારને બમ્પ ન દેખાયો એમાં એ, એમનાં એ અને એમનું વાહન – ત્રણેય ચારેય દિશામાં ઊલળ્યાં. ગિજુ સાવચેત તો થયો, એટલાં નસીબ સારાં કે ઊલળેલા ત્રણમાંથી માત્ર ભાઈએ આશીર્વાદ મેળવવા ગિજુના પગમાં પડીને ગિજુને એવો ઉલાળ્યો કે પહેલાં એ ભીંતમાં ભટકાયો પછી નીચે પડ્યો. જીવનમાં પછીની પળે શું થશે એ નક્કી હોતું નથી – જીવનનું આ તથ્ય હવે રસ્તા પર વધુ અનુભવાય છે! ગુજરાતીમાં આને ‘ઊંટ ઉપર જતા હોય અને કૂતરું કરડી જાય’ કહેવામાં આવે છે. બારમાની મરણવિધિ ચાલતી હતી. પથારીની ફરતે અભિષેક કરેલું થોડું પાણી ઢોળાયેલું હતું, એમાં ગિજુને બ્રાહ્મણને કોઈ સલાહ આપવાનું મન થયું. સલાહ આપતાં પહેલાં એ પાણીમાં એનો પગ પડ્યો અને એ એવી રીતે પડ્યો, જેને ગુજરાતીમાં ‘ચત્તો પાટ, ધડામ દઈને પડ્યો’ કહેવાય છે. આ તો ગિજુની ચરબી વચ્ચે આવી એટલે આવેલો ધડામ અવાજ એનાં હાડકાં સુધી ન પહોંચ્યો, નહીંતર ગિજુ ક્યાંય ઊઠવા-બેસવાને લાયક રહ્યો ન હોત! એક ‘પડવું’ એવું છે કે જેમાં પડો છો તમે અને વાગે છે સામેવાળાને – એ છે તમારું ‘માથે પડવું!’ આઇસ ક્યૂબ શૅરબજારમાં, રાજકારણમાં અને પ્રેમમાં પડે એને પણ ‘પડ્યા’ જ કહેવાય છે, પરંતુ ત્રણેયમાં બદલાતાં સમીકરણને કારણે પડતો ‘મૂઢમાર’ કોઈને બતાવી શકાતો નથી.
    Click here to Read More
    Previous Article
    થેન્ક યૂ:વાવીએ એ ઊગે
    Next Article
    સમયાંતર:દુનિયાના સૌથી જૂના રોડ શેનાં બનેલાં છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment