Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેન્ક યૂ:વાવીએ એ ઊગે

    2 days ago

    ડો. જયેશ વાછાણી કોઈક કશીક રીતે જેવો છે તેનો મોટો આધાર એનું બાળપણ છે. જેમ તેમ, એમને એમ, મેળે મેળે મોટાં થઈ જતાં સંતાનો ઘણું ગુમાવે છે અને તેનો પડઘો તેમના વિચાર, વર્તન, વાણીમાં સંભળાય છે. કુદરત, સમાજ, સંસ્થા કે દેશે એક વ્યવસ્થા માટે બનાવેલા નિયમોને માન આપવું – એવું આપણે માનવું પડે અને સંતાનને સમજાવવું પડે. બધું આપણે કહીએ કે માનીએ એવું જ ન થાય, એ નાનપણથી જ સંતાનમાં સીંચવું પડે. બધા માટે, બધા સાથે એડજસ્ટ થવાનું, નિયમોને માન આપવાનું શીખવવા, બતાવવા, સમજાવવા જાતે એક્ઝામ્પલ બનવું પડે. ‘તમતમારે મન થાય એમ કરો’ – એવું તો કોઈ ટાપુ ઉપર રહેતાં હોઈએ તો કહેવાય કે કરાય. અહીં તો બીજા પણ રહે છે, તેમના વિશે વિચારવાનું હોય એવું બાળપણથી જ બતાવવું પડે. એટલીસ્ટ, આપણે જેવું વર્તન બીજા પાસેથી ઈચ્છીએ છીએ એવું ને એટલું તો આપણે પણ બીજા સાથે કરવું પડે અને સંતાનોને કહેવું પડે. મોટી બહેનને અપાતો ભાગ હોય, રમતી વખતે દેવાનો દાવ હોય, પાર્કિંગમાં રમવાની ના હોય કે લાઈસન્સ વગર વાહન હાંકવાની મનાઈ હોય; બધે જ નિયમ, નીતિ અને ન્યાયની સમજ સંતાનને આપવી જ. નહિતર નાનપણમાં આ ખૂબ નાની લાગતી બાબત, મોટા થયે બહુ મોટી થશે. હાથમાં નહીં રહે ત્યારે એને અને આપણને બંનેને એવું થશે કે પહેલાં કહેવાની જરૂર હતી. સંતાનની આડે તો એની ઉંમર પણ આવશે, પણ વાંક આપણો ગણાશે. અહીં તો આપણે ન કરવાનું કરે તો ગર્વ લઈએ અને કરવાનું ન કરે તો શરમ જરાય ન આવે. એણે જે કરવું જોઈએ કે જે ન કરવું જોઈએ તે કહેવા કે સમજાવવાને બદલે એનું ઉપરાણું તાણીએ. આપણો ‘ગમે એને મારી આવે’ કે આપણી ‘ગમે એને કહી દે’ જેવી વાતો કરી મૂર્ખતાનું પ્રદર્શન કરીએ. આવી વાતોથી એના મન અને જીવનને આપણે બગાડતાં હોઈએ છીએ. એનાથી એનામાં માનવતા, કરુણા, દયા, પ્રેમ, કાળજી ખીલશે નહીં, ઘટશે. અને એનું વરવું પરિણામ અત્યારે નહીં પણ એ મોટા થશે ત્યારે આપણને અને એમને બંનેને દેખાશે અને નડશે. ત્યારે વળી પાછા આપણે જ સંસ્કાર, શિસ્ત, સંયમની અપેક્ષા એમની પાસે રાખતા હશું. પણ જે વાવ્યું જ નહોતું તે ઊગે ક્યાંથી? જે આપ્યું જ નથી તો પાછું મળે ક્યાંથી? વાવવું પડે, બી બનવું પડે, માવજત કરવી પડે તો એમાંથી સરસ ફૂલ, ફળ ઊગે અને મળે. વિચારજો.
    Click here to Read More
    Previous Article
    શબ્દસૌંદર્ય:ધારાધોરણ: નિયમો અનુસાર કરેલો વહીવટ
    Next Article
    મરક મરક:નીચું જોઈને ચાલવામાં પણ ‘નીચું જોવા જેવું’ લાગે!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment