Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવનના હકારની કવિતા:આપણે જ આપણા સાચા પથદર્શક

    2 days ago

    અલ્લા બેલી, અલ્લા બેલી જાવું જરૂર છે. બંદર છો દૂર છે ! બેલી તારો, બેલી તારો, બેલી તારો તું જ છે બંદર છો દૂર છે. ફંગોળે તોફાની તીખાતા વાયરા મૂંઝાયે અંતરના હોયે જે કાયરા તારા હૈયામાં જો સાચી સબૂર છે છોને એ દૂર છે ! આકાશી નૌકાને વીજ દેતી કાટકા તારી નૌકાનેય દેતી એ ઝાટકા મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે બંદર છો દૂર છે ! આંખોના દીવા બુઝાવે આ રાતડી ધડકે ને ધડકે જે છોટેરી છાતડી તારી છાતીમાં, જુદેરો કો સૂર છે છોને એ દૂર છે ! અલ્લા બેલી, અલ્લા બેલી જાવું જરૂર છે બંદર છો દૂર છે ! બેલી તારો, બેલી તારો, બેલી તારો તું જ છે બંદર છો દૂર છે ! - સુંદરજી બેટાઈ વહાણ લાંગરવાની જગ્યા એ બંદર. હોડીને કિનારો જોઈએ. વહાણને બંદર. આપણી ઈચ્છાઓના વહાણને પહોંચી વળવાની તાકાત આપણામાં જ છે. સફળ જાતે જ થવું પડે. બીજાઓ સફળતા જોઈ શકે. સફળતાનો આ અરસ-પરસનો સંબંધ છે. ધ્યેયને સિદ્ધ કરવા માટે વહાણ લઈને નીકળવું પડે. રેતીમાં પણ હંકારવું પડે. ઝાંઝવામાં જહાજને તરતું કરવું પડે જ. આપણે જ આપણી આહલેક. આપણે જ આપણા અલ્લાબેલી. એક કિનારેથી નીકળીએ અને બીજા કિનારે પહોંચીએ ત્યાં સુધીમાં આવતા ઝંઝાવાતો પણ આપણા જ. સફળ થવું છે તેને માટે સફળતા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. દરિયા જેવી જિંદગી અનેક તોફાનો સામે અડીખમ સ્થિર રહેવી જોઈએ. પતંગ ભીનો ન થાય એમ વરસતા વરસાદમાં ચગાવવાનું નામ છે જીવન! આપણે જે ધ્યેય, જે પરિણામ જોઈએ છે એના માટે મહેનત સિવાય કશું જ નથી. નસીબ પણ મહેનતુના હાથમાં વધારે શોભે છે. હાંસલ કરવા માટે હલેસાને સતત હંકારવા પડે છે. આખા ગીતમાં ખુમારીનો રણકો છે. સફળતા મેળવ્યા પહેલાં- -ની રણનીતિ છે. દરિયો તો તોફાની હોય જ. વાયરા વહાણને ફંગોળે તો એજ વહાણના એક ટુકડાથી ધારેલા બંદરે પહોંચી જવાનું. મુંઝાઈ મુંઝાઈને જીવવાનું નહીં. જે રસ્તામાં રોડા નાખતા હતા એ જ ફૂલો પાથરવાનું શરૂ કરશે. ધીરજ અને કુનેહ સફળતાની બે આંખો છે. વીજળીના કડાકાથી ન તો નૌકાએ ડરવાનું, ન તો નાવિકે! સમદર વચાળે ઝૉલા ખાતી નાવને બેલેન્સ રાખીને પાર ઊતરવાનું અને ઉતરાવવાની. દરિયો જો એની મસ્તીમાં હોય તો આપણે આપણી મસ્તીમાં ચકચૂર રહેવાનું! આંખો થાકી જાય પણ એમાં જોયેલાં સપનાં થાકવા ન જોઈએ. પાંપણના મીંચકારે મીંચકારે પરોઢ ઊગવી જોઈએ. નાનકડી છાતી પાસે વિરાટ સાહસ છે. એના અનેક પ્રમાણો આપી શકાય. એનું પહેલું પ્રમાણ આપણે પોતે જ છીએ. આપણે આપણા જ સાહસથી પરિચિત થવાનું છે. આપણે જ આપણામાં રહેલી અપાર શક્તિઓને ઓળખવાની છે. અડગ રહીને આગળ વધીશું તો દરેક મુશ્કેલી સફળતાનો મુકામ બની જશે. નકશો જોયા વગર આપણી અમાપ સરહદો આપણને જ સલામ ભરતી હશે. હિંમત ભેગી કરવામાં સમય વિતાવવાનો નથી! હામને સાચા રસ્તે આગળ વધારવાની છે. સુંદરજી બેટાઈ ગુજરાતી કવિતાનું સમૃદ્ધ નામ છે. એમની કવિતામાં આપણે જ આપણા સાચા પથદર્શક છીએ, આપણે જ આપણા સાચા માર્ગદર્શક છીએ - એ વાતનું શાશ્વત સમર્થન છે. અટક્યા હોવ તો સમજજો કે રસ્તા ઉપર જ છો. ફરીથી બળ ભેગું કરીને આગળ જ વધો. બંદર સામેથી દીવાદાંડી બતાવતું મળી આવશે! }
    Click here to Read More
    Previous Article
    મનદર્પણ:પતિના અવસાનનાં વર્ષો પછી આર્મી હેડક્વાર્ટરે સુનયનાને શા માટે બોલાવી હશે?
    Next Article
    શબ્દસૌંદર્ય:ધારાધોરણ: નિયમો અનુસાર કરેલો વહીવટ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment