Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ભારે વરસાદ વચ્ચે બીમાર વૃદ્ધ પાણીમાં ફસાયા:પોલીસ અને સ્થાનિકોએ ખાટલામાં સુવડાવી ખભા પર બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા

    8 hours ago

    મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. મોરબી તાલુકામાં આજે અંદાજે 9 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને તળાવીયા સનાળા ગામના નીચાણવાળા કોળીવાસ વિસ્તારમાં ચોમેર પાણી ફરી વળતાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તાવગ્રસ્ત વૃદ્ધ ઘરમાં જ પાણી વચ્ચે ફસાઈ ગયા તળાવીયા સનાળા ગામના કોળીવાસમાં રહેતા એક વૃદ્ધ તાવથી પીડિત હોવાથી પોતાના ઘરની બહાર નીકળી શક્યા નહોતા. દરમિયાન ઘરમાં વરસાદી પાણી ભરાઈ જતાં તેઓ પાણીની વચ્ચે જ ફસાઈ ગયા હતા. વૃદ્ધની સ્થિતિ અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ તેમજ તલાટી મંત્રી સહિતના તંત્રને જાણ કરતાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને સ્થાનિકોએ ખાટલા પર ખભે ઊંચકી કર્યો અનોખો બચાવ માહિતી મળતા જ પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વૃદ્ધ જ્યાં ફસાયા હતા ત્યાં ગળાડૂબ પાણી ભરાયેલું હોવાથી સીધું બહાર લાવવું મુશ્કેલ બન્યું હતું. આવી સ્થિતિમાં સૌએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં વૃદ્ધને ખાટલા પર સુવડાવી ખાટલાને ખભા પર ઊંચકી પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સમગ્ર બચાવ કામગીરી દરમિયાન સ્થાનિક લોકોએ પણ પોલીસને પૂરતો સહકાર આપ્યો હતો. વૃદ્ધને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને વૃદ્ધને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વૃદ્ધનું ઘર નીચાણવાળા વિસ્તારમાં હોવાથી તેમાં ઝડપથી પાણી ભરાઈ ગયું હતું. ઘટનાને પગલે તંત્ર દ્વારા વિસ્તારના અન્ય લોકોને પણ સાવચેતી રાખવા અને જરૂર પડે તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી હતી. મોરબીમાં ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે પોલીસ અને સ્થાનિક લોકોએ સમયસર કરેલી કામગીરીના કારણે એક વૃદ્ધનો જીવ બચી ગયો હતો. ખભા પર ખાટલો ઊંચકી કરવામાં આવેલું આ રેસ્ક્યુ માનવતા, સંવેદના અને ટીમવર્કનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ‘નિપુણ ગુજરાત’ અભિયાન: બાળકોનું જ્ઞાન ચકાસાશે, સવાલ શિક્ષણની ગુણવત્તા પર:4 અને 5 ઓગસ્ટે બેઝલાઇન સર્વે, બાલવાટિકાથી ધોરણ-5 સુધીના વિદ્યાર્થીઓનું વાંચન-લેખન અને ગણિતનું મૂલ્યાંકન થશે
    Next Article
    પરિણીતા સહિત બેના હાર્ટએટેકથી મોત નિપજ્યા:હાથમાં ગરમપાટાની આડમા મેફેડ્રોન ડ્રગ છુપાવી નીકળેલા પેડલરની SOGએ કરી ધરપકડ, 1.17 લાખનો મુદામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment