Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતા સહિત બેના હાર્ટએટેકથી મોત નિપજ્યા:હાથમાં ગરમપાટાની આડમા મેફેડ્રોન ડ્રગ છુપાવી નીકળેલા પેડલરની SOGએ કરી ધરપકડ, 1.17 લાખનો મુદામાલ જપ્ત

    8 hours ago

    રાજકોટ શહેર SOG ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, અગાઉ NDPS કેસમાં ઝડપાયેલો ભાવેશ ઉર્ફે મીની રાજુભાઈ મશરૂ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ, સ્વામી વિવેકાનંદ ટાઉનશિપ નજીક મેફેડ્રોનના જથ્થા સાથે આવવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી તેની તલાશી લેતા હાથમાં બાંધેલા ગરમ પટ્ટામાં છુપાવેલો 37.51 ગ્રામ મેફેડ્રોન ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.1,12,530નું મેફેડ્રોન ઉપરાંત રૂ.5,000નો મોબાઈલ મળી કુલ રૂ.1,17,530નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી વિરુધ્ધ અગાઉ મારામારી અને NDPS સહિત 3 ગુના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી પોતે આ ડ્રગનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને અહીંયા કોને વહેંચતો હતો સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પરિવારના આધારસ્તંભ સમાન દીકરાનું હાર્ટએટેકથી મોત રાજકોટ જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વર પાર્ક પાછળ રહેતા આકાશભાઈ દિલીપભાઈ ધારૈયા (ઉં.વ.31) સવારે 7 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક આકાશભાઈ પ્રાઇવેટ જોબ કરતા અને તેઓ એક ભાઈ અને એક બહેનમાં મોટા અને કુંવારા હતા. તેમના પિતા હયાત નથી. તેઓ બહેન અને માતા સાથે રહેતા હતા. આજે સવારે તેઓ સુતા હતા ત્યારે તેમના માતા ઉઠાડવા માટે ગયા હતા પરંતુ તેઓ ઉઠ્યા ન હતા જેથી તેમને 108માં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં તેમને મૃત જાહેર કરતા પરિવારે આધાર સ્તંભ પુત્ર ગુમાવતા ભારે શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. તબીબી પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન છે જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. પરિણીતાનું હાર્ટ એટેક આવતા મોત રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર જયનગરમાં રહેતી રેખાબેન કુમારભાઈ વસાવા નામની 35 વર્ષની પરિણીતા બપોરના સમયે પોતાના ઘરે હતી ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક રેખાબેન વસાવાને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ભારે વરસાદ વચ્ચે બીમાર વૃદ્ધ પાણીમાં ફસાયા:પોલીસ અને સ્થાનિકોએ ખાટલામાં સુવડાવી ખભા પર બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા
    Next Article
    Jharkhand JPSC Students Protest में छात्रों ने Hemant Soren सरकार पर क्या आरोप लगाए? Ranchi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment