Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેચરાજીમાં મારુતિ સુઝુકીના સ્ટોર મેનેજર પર હુમલો:"તું અમને કંપનીમાં કેમ કામ કરાવે છે?" કહી ત્રણ કર્મચારીઓએ ભેગા મળી ઢોરમાર માર્યો

    4 days ago

    બેચરાજી ખાતે આવેલી મારુતિ સુઝુકી કંપનીની શશી કેટરીંગમાં સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવતા યુવક પર તેમની સાથે જ કામ કરતા ત્રણ કર્મચારીઓએ હિંસક હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો સનસનાટીભર્યો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે ઈજાગ્રસ્ત મેનેજરે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બેચરાજી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. નોકરી પૂરી કરીને ઘરે પરત ફરતી વખતે આંતર્યા મધ્યપ્રદેશના મૂળ વતની અને હાલ બેચરાજીની વલ્લભ રેસીડેન્સીમાં રહેતા 32 વર્ષીય દીપક બસંત નાગલે મારુતિ સુઝુકી કંપનીમાં સ્ટોર મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 31 જુલાઈના રોજ સાંજે સાતેક વાગ્યાના સુમારે તેઓ નોકરી પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે વલ્લભ રેસીડેન્સીના પાછળના દરવાજા પાસે તેમની જ કંપનીમાં કામ કરતા રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ઝાલા, સંજયભાઈ શંકરભાઈ ચૌધરી અને હાર્દિક સદારામ સાધુ નામના ત્રણેય શખ્સો તેમની પાસે આવ્યા હતા. "તું અમને કંપનીમાં કેમ કામ કરાવે છે?" કહી માર માર્યો ત્રણેય શખ્સોએ મેનેજર દીપકભાઈને "તું અમને કંપનીમાં કેમ કામ કરાવે છે?" તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. દીપકભાઈએ પોતાની ફરજના ભાગરૂપે કામ કરાવતા હોવાનું જણાવતાં જ ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા. સંજય ચૌધરી અને હાર્દિક સાધુએ દીપકભાઈના બંને હાથ પકડી રાખ્યા હતા. રાજેન્દ્રસિંહ ઝાલાએ તેમને ગાલ પર લાફા ઝીંકી દીધા હતા. ત્યારબાદ ત્રણેય જણાએ તેમને નીચે પાડી દઈ શરીરે ગડદાપાટુનો ઢોરમાર માર્યો હતો. દીપકભાઈએ બૂમાબૂમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. જતી વખતે ત્રણેય આરોપીઓએ ધમકી આપી હતી કે, "હવે પછી કંપનીમાં અમારું નામ લઈશ તો તારા હાથ-પગ કાપીને જીવતો મારી નાખીશું." કાનમાં ઈજા થતાં મહેસાણા ખસેડાયા, પોલીસે ગુનો નોંધ્યો ઘટના બાદ ઈજાગ્રસ્ત દીપકભાઈએ સાઈડ ઈન્ચાર્જને ફોન કરતા કંપનીના મેનેજર પ્રેમ અને નુરસિંગ ત્યાં પહોંચ્યા હતા. તેઓ દીપકભાઈને તાત્કાલિક સારવાર અર્થે સીતાપુરની ઝાયડસ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ કાનમાં વધુ દુખાવો થતો હોવાથી ડોક્ટરે વધુ સારવાર માટે મહેસાણા રીફર કર્યા હતા. સીતાપુરથી મહેસાણા જતી વખતે દીપકભાઈએ બેચરાજી પોલીસ સ્ટેશન પહોંચી ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં મેટા મેડિકોન 2026 રાષ્ટ્રીય પરિષદનો આરંભ:AIથી લઈને ડાયાબિટીસ સુધીના વિષયો પર જ્ઞાનમંથન
    Next Article
    વાંકાનેરના કોટડા નાયણીમાં રિક્ષા તણાતા પિતાનું મોત:માઠા પ્રસંગમાં જતા સમયે દુર્ઘટના, ફાયર બ્રિગેડે 7 વર્ષના પુત્રની શોધખોળ જારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment