Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં મેટા મેડિકોન 2026 રાષ્ટ્રીય પરિષદનો આરંભ:AIથી લઈને ડાયાબિટીસ સુધીના વિષયો પર જ્ઞાનમંથન

    4 days ago

    વડોદરામાં આજે અને આવતીકાલે મેટા મેડિકોન 2026 રાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ડાયાબિટીસ એન્ડ કાર્ડિયોમેટાબોલિક ડિસીઝિસ એસોસિએશન (IDCM) દ્વારા APG, APV, CCDSI તથા CME Indiaના સહયોગથી આયોજિત આ પરિષદમાં APICON–CCDSICON ગુજરાત ચેપ્ટર 2026નું પણ સહ-આયોજન કરાયું છે. આ બે દિવસીય કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 1200થી વધુ ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ, ડાયાબિટોલોજિસ્ટ અને અન્ય તબીબી નિષ્ણાતો આરોગ્ય ક્ષેત્રના મહત્વપૂર્ણ વિષયો પર જ્ઞાનમંથન કરી રહ્યા છે. આ રાષ્ટ્રીય પરિષદ દરમિયાન ડાયાબિટીસ, હૃદયરોગ, સ્થૂળતા, કિડનીના રોગો, ગંભીર બીમારીઓ (ક્રિટિકલ કેર) તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ હેલ્થ જેવા આધુનિક વિષયો પર ગહન ચર્ચાઓ હાથ ધરવામાં આવશે. 200થી વધુ દેશના જાણીતા રાષ્ટ્રીય ફેકલ્ટી સભ્યો દ્વારા ઓરેશન લેક્ચર્સ, ક્લિનિકલ કેસ અને પેનલ ડિસ્કશનના માધ્યમથી નવીનતમ ગાઈડલાઈન્સ તથા સારવાર પદ્ધતિઓનું આદાન-પ્રદાન થશે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC) દ્વારા આ પરિષદને 7 CME ક્રેડિટ પોઈન્ટ્સ પણ મંજૂર કરવામાં આવ્યા છે. કાર્યક્રમ સંદર્ભે આયોજકો ડૉ. આકાશ સિંઘ અને ડૉ. બી.કે. સોનીએ જણાવ્યું હતું કે, બદલાતા સમય સાથે મેડિકલ વિજ્ઞાનમાં થતા નૂતન સંશોધનોથી તબીબો અપડેટ રહે અને દર્દીઓને વધુ ગુણવત્તાસભર સારવાર મળી રહે તે જ આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે. આ પ્રસંગે મેડિસિન ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર દેશના 25 અગ્રણી તબીબોને પ્રતિષ્ઠિત "FIACCP" ફેલોશિપથી નવાજવામાં આવશે. એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ વડોદરા (APV) દ્વારા વડોદરાના તમામ નોંધાયેલા ફિઝિશિયન્સને તેમના સત્તાવાર સભ્યપદ પ્રમાણપત્રોનું પણ વિતરણ કરવામાં આવશે. પરિષદમાં ત્રણ સમકાલીન હોલમાં એકસાથે શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સત્રો યોજાઈ રહ્યા છે. આ સાથે અદ્યતન મેડિકલ ટેક્નોલોજી અને ફાર્મા ક્ષેત્રનું વિશાળ એક્ઝિબિશન પણ ગોઠવવામાં આવ્યું છે. ઝડપથી બદલાતી ચિકિત્સા પદ્ધતિઓમાં નવીન દવાઓ અને હેલ્થકેર સાયબર સિક્યુરિટી જેવા સંવેદનશીલ વિષયો પર પણ તબીબોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ રાષ્ટ્રીય કક્ષાનું સંમેલન ગુજરાત અને દેશભરના ડોક્ટરો માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વધારવા અને રોજિંદી પ્રેક્ટિસને વધુ સુદ્રઢ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થળી હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ:ચાર વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના રાજસ્થળી ગામે થયેલી આધેડની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને ભાવનગર અદાલતે આજીવન કેદની સજા ફટકારી
    Next Article
    બેચરાજીમાં મારુતિ સુઝુકીના સ્ટોર મેનેજર પર હુમલો:"તું અમને કંપનીમાં કેમ કામ કરાવે છે?" કહી ત્રણ કર્મચારીઓએ ભેગા મળી ઢોરમાર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment