Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થળી હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ:ચાર વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના રાજસ્થળી ગામે થયેલી આધેડની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને ભાવનગર અદાલતે આજીવન કેદની સજા ફટકારી

    4 days ago

    ચાર વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના રાજસ્થળી ગામે પ્લોટમાં વાડ બાબતે થયેલા લડાઈ ઝઘડામાં આધેડ ઉપર બે શખ્સોએ જીવલેણ હુમલો કરતા આધેડનું મોત નિપજયુ હતુ, આ અંગેનો કેસ આજરોજ ભાવનગરની અદાલતમાં ચાલી જતા અદાલતે બંન્ને આરોપીઓ સામે હત્યા નો કેસ સાબીત માની બંન્ને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ગઇ તા.26/10/2022 ના સાડા અગીયાર વાગ્યા આસપાસ આ કામના ફરીયાદી અલ્પેશ અરવિંદભાઈ વાઘેલા રહે.પ્લોટ વિસ્તાર નાની રાજસ્થળી ગામ, તા.પાલીતાણા, જી.ભાવનગર વાળાના પિતાજી મરણજનાર અરવિંદભાઈ રાજુભાઇ વાઘેલા, ધંધો : ખેતમજુરી રહે. નાની રાજસ્થળી તેઓને નાની રાજસ્થળી ગામમાં આવેલ ધાર વિસ્તારમાં તેમનો પ્લોટ આવેલ હોય ત્યાં ગયેલ તે દરમ્યાન તેઓના પ્લોટની બાજુમાં રહેતા લખમણ તથા વનરાજ બંન્ને અરવિંદભાઇ સાથે પ્લોટની વાડ બાબતે બોલાચાલી કરવા લાગેલ અને બાદમાં અરવિંદભાઈ ત્યાંથી તેના માલઢોરને પાણી પાવા માટે નાનીરાજસ્થળી ગામના ઘેલાપર વિસ્તારમાં આવેલ તે દરમ્યાન આરોપીઓ હાજા વલ્લભભાઈ મકવાણા ઉ.વ.30 રહે. ઘેલાપર નાની રાજસ્થળી તથા જીતેશ હિંમતભાઈ વાઘેલા ઉ.વ.27, રહે. પ્લોટ વિસ્તાર નાની રાજસ્થળી વાળા હાથમાં છરી સહીતના હથીયારો લઈ આવી અરવિંદભાઈને વનરાજ તથા લખમણ સાથે થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી અમારા ભાઇઓ સાથે પ્લોટ બાબતે માથાકુટ કરો છો તેમ કહી આ કામના બંન્ને આરોપીઓએ મરણજનારને જેમફાવે તેમ બોલાચાલી કરી ગાળો આપી છરી તથા લાકડી વતી આડેઘડ ઘા કરી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા અરવિંદ રાજુભાઈ વાઘેલા નું કરૂણ મોત નિપજતા આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ બનાવ અંગે જે તે સમયે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ હાજા વલ્લભભાઈ મકવાણા તથા જીતેશ હિંમતભાઈ વાઘેલા સામે આઈ.પી.સી. કલમ 302, 323, 504, 34 તથા તથા જી.પી.એક્ટ 135 મુજબનો ગુનો નોંધાયો હતો અને પોલીસે બંન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. આ અંગેનો કેસ આજરોજ ભાવનગર ના પાંચમાં એડીશ્નલ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ જે.જી.દામોદરાની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ધ્રુવ મહેતાની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી બંન્ને આરોપી હાજા વલ્લભભાઈ મકવાણા તથા જીતેશ હિંમતભાઈ વાઘેલા ઓને આઇ.પી.સી. કલમ 302 મુજબના ગુનો સાબીત માની આરોપીને તકસીરવાન ઠરાવી બંન્ને આરોપીઓને આજીવન કેદની સજા અને રોકડ રૂા.10 હજારનો દંડ તથા તથા જી.પી.એક્ટ 135 મુજબના ગુનામાં 3 માસની કેદની સજા અને રોકડ રૂા.500 નો દંડ અદાલતે ફટકાર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદથી શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર:ખ્ય માર્ગો પર પાણી ભરાયા, રેલવે ગરનાળું બંધ; ધારાસભ્ય ટ્રેક્ટર લઈને લોકોની મદદે પહોંચ્યા
    Next Article
    વડોદરામાં મેટા મેડિકોન 2026 રાષ્ટ્રીય પરિષદનો આરંભ:AIથી લઈને ડાયાબિટીસ સુધીના વિષયો પર જ્ઞાનમંથન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment