Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના ચેકડેમમાં ચાર યુવકના ડૂબવાથી મોત:મોટા દેવળિયામાં નાહવા પડ્યા હતા; ચાંચબંદર દરિયાકાંઠે ગણેશ વિસર્જનમાં 4 ડૂબ્યાં, 3નો બચાવ

    10 hours ago

    અમરેલીના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે આવેલા ચેકડેમમાં 4ના મોત થયા છે. નાહવા ગયેલા ચાર યુવકોના પાણીમાં ડૂબી ગયા હતા. આ એકસાથે ચાર યુવકોના મોતથી મોટા દેવળિયા સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સ્થાનિક તરવૈયાઓ અને બાબરા પોલીસની સંયુક્ત જહેમતથી ચારેય લાશ બહાર કાઢી હતી અને પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ છે. દરમિયાન ગણેશ વિસર્જનમાં રાજુલાના ચાંચ બંદર દરિયા કાંઠે ગણેશ વિસર્જન દરમિયાન 4 લોકો ડૂબ્યા હતા, જેમાં 3ને બચાવી લેવાયા હતા અને એકની શોધખોળ ચાલી રહી છે (ચાંચબંદરે ગણેશ વિસર્જનમાં 4 ડૂબ્યાનો અહેવાલ વાંચો) કેવી રીતે સામે આવી ઘટના? ગામના ચેકડેમ ખાતે ચાર યુવકો નાહવા માટે ઉતર્યા હતા, જ્યાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. આ દરમિયાન ગણેશ વિસર્જન માટે ચેકડેમ પાસેથી પસાર થઈ રહેલા કેટલાક લોકોને કાંઠા પર યુવકોના કપડાં અવાવરૂ હાલતમાં પડેલા જોયા હતા. શંકા જતા તેમણે તાત્કાલિક બાબરા પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો અને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ ચેકડેમમાંથી ચારેય યુવકોના શબ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોના નામ પોસ્ટમોર્ટમ માટે લાશો ખસેડાઈ લાઠી ડીવાયએસપી વિસ્મય માનસેતાએ કહ્યું, નાહવા પડવાથી ચારેય લોકોના ડૂબી જવાથી મોત થયા છે. મૃતકોના શબને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ગણેશ વિસર્જન દરમિયાન આ દુર્ઘટના નથી બની, પરંતુ તેઓ માત્ર નાહવા ગયા હોવાથી ડૂબી ગયા હતા. હાલ બાબરા પોલીસ દ્વારા આ માલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. સ્થાનિકોએ 3 યુવકને બચાવી લીધા, એકની શોધખોળ રાજુલા તાલુકાના ચાંચબંદર દરિયાકાંઠે ગણેશ વિસર્જન દરમિયાન એક દુર્ઘટના બની. જેમાં ચાર યુવકો દરિયામાં ડૂબી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ત્રણ યુવકોને બચાવી લેવાયા છે, જ્યારે એક યુવક હજુ લાપતા છે. ઘટનાની જાણ થતા જ મામલતદાર, TDO અને પીપાવાવ મરીન પોલીસ સહિતનો તંત્રનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. લાપતા યુવક વીરસીંગ ગુજરીયાની શોધખોળ સ્થાનિક તરવૈયાઓ અને લોકોની મદદથી શરૂ કરાઈ છે. પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડને પણ જાણ કરાઈ છે, જેથી દરિયામાં શોધખોળ વધુ તેજ બની છે. આ ઘટનાથી ચાંચબંદર ગામ સહિત આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ છે.
    Click here to Read More
    Previous Article
    ઓમ મુરુગા સ્કૂલમાં ગણેશ વિસર્જનની ઉજવણી:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભક્તિભાવ સાથે લીધો ભાગ
    Next Article
    વેરાવળના વોર્ડ નં.2માં નગરસેવકની સ્વખર્ચે ફોગિંગ કામગીરી:મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સરકારી શાળા બાદ રહેણાંક વિસ્તારોમાં પણ દવાનો છંટકાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment