Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં સતત બીજા દિવસે મેઘમહેર:વહેલી સવારથી વરસાદી માહોલ, પંચમહાલના તમામ તાલુકાઓમાં વરસાદ, હડફ ડેમનો એક દરવાજો ખોલાયો

    4 days ago

    પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ મહેર કરી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. સવારથી પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં લોકો વરસાદી માહોલનો આનંદ માણતા જોવા મળ્યા હતા, જ્યારે દૈનિક જનજીવન પર પણ તેની અસર જોવા મળી હતી. મોરવા હડફ ખાતે આવેલા હડફ ડેમનો એક દરવાજો 0.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી ઝાપટાં ગોધરા ઉપરાંત જિલ્લાના હાલોલ, કલોલ, ઘોઘંબા, શહેરા, જાંબુઘોડા અને મોરવા હડફ સહિતના તમામ વિસ્તારોમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદી ઝાપટાં વરસ્યા હતા. સમગ્ર જિલ્લામાં મેઘરાજાની મહેરને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વરસાદી માહોલ છવાઈ ગયો છે. સત્તાવાર વરસાદના આંકડા જાહેર વહેલી સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના સત્તાવાર વરસાદના આંકડા મુજબ જાંબુઘોડામાં સૌથી વધુ 24 મિ.મી. વરસાદ નોંધાયો છે. ત્યારબાદ હાલોલમાં 24 મિ.મી., કલોલમાં 20 મિ.મી., ગોધરામાં 13 મિ.મી., શહેરામાં 8 મિ.મી., ઘોઘંબામાં 6 મિ.મી. અને મોરવા હડફમાં 6 મિ.મી. વરસાદ નોંધાયો છે. વરસાદથી જનજીવન પર અસર સતત બીજા દિવસે વરસાદી માહોલ રહેતાં જિલ્લામાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે. જોકે, કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાનમાં આવેલા આ બદલાવથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે વરસાદથી ખરીફ પાકને લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 623 ક્યુસેક પાણી છોડાતા નદી કાંઠાના ગામો એલર્ટ મોરવા હડફ ખાતે આવેલા હડફ ડેમનો એક દરવાજો 0.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ રહેતા, ડેમમાંથી કુલ 623 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું છે. આના કારણે નદીમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધ્યો છે.વધેલા જળસ્તર અને પ્રવાહને ધ્યાનમાં રાખીને, જિલ્લા તંત્ર દ્વારા હડફ નદીના કાંઠે આવેલા તમામ ગામોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. નદી કિનારે જવાનું ટાળવા અપીલ તંત્રએ ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકોને નદી કિનારે જવાનું ટાળવા અપીલ કરી છે. આ ઉપરાંત, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સંપૂર્ણ સતર્ક રહેવા અને કોઈપણ જોખમજનક પ્રવૃત્તિથી દૂર રહેવા માટે પણ સૂચનાઓ અપાઈ છે.જિલ્લા તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર-અમદાવાદને જોડતો ઈન્દિરા બ્રિજ 12 લેનનો બનશે:દોઢ લાખથી વધુ વાહનોનું ભારણ ઘટાડવા સરકારનો મોટો નિર્ણય, એક વર્ષની અંદર કામગીરી પૂર્ણ થશે
    Next Article
    હિંમતનગરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ:એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે નવી સિવિલ હોસ્પિટલ સામેથી એક આરોપીને ઝડપી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment