Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ:એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે નવી સિવિલ હોસ્પિટલ સામેથી એક આરોપીને ઝડપી પાડ્યો

    4 days ago

    સાબરકાંઠાના હિંમતનગરમાં નવી સિવિલ હોસ્પિટલ સામે સ્પાની આડમાં ચાલી રહેલા કથિત દેહવ્યાપારના રેકેટનો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગત રાત્રે મળેલી ચોક્કસ બાતમીના આધારે એએચટીયુની ટીમે ડમી ગ્રાહક મોકલી સમગ્ર હકીકતની ખાતરી કર્યા બાદ દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પાલવ સ્પામાં દરોડો, એક વ્યક્તિની ધરપકડ એએચટીયુના ઇન્ચાર્જ પીઆઈ કે. યુ. ચૌધરી અને તેમની ટીમને માહિતી મળી હતી કે નવી સિવિલ હોસ્પિટલ સામે આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલ પાલવ સ્પામાં દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. માહિતીના આધારે પોલીસે આયોજનબદ્ધ રીતે ડમી ગ્રાહક મોકલ્યો હતો. માહિતી સાચી હોવાનું સામે આવતા પોલીસે સ્પા પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. પુરાવા સાથે આરોપી ઝડપાયો દરોડા દરમિયાન પોલીસને દેહવ્યાપારની પ્રવૃત્તિ સંબંધિત કેટલાક પ્રાથમિક પુરાવા મળ્યા હતા. સ્થળ પરથી ધનવંત હરિપ્રસાદ મિસ્ત્રી નામના વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સામે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સ્પાની આડમાં અન્ય કોઈ વ્યક્તિઓ અથવા ગેંગ સંકળાયેલા છે કે નહીં, તેમજ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસના આધારે આગળ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં સતત બીજા દિવસે મેઘમહેર:વહેલી સવારથી વરસાદી માહોલ, પંચમહાલના તમામ તાલુકાઓમાં વરસાદ, હડફ ડેમનો એક દરવાજો ખોલાયો
    Next Article
    કાશ્મીરમાં છત્તીસગઢના હિંદુ મજૂરોની નામ પૂછીને હત્યા:લશ્કર આતંકવાદી પર શંકા; અનંતનાગમાં કોન્સ્ટેબલની હત્યામાં પણ તેનું નામ આવ્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment