Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની સિદ્ધિ:સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજના ગર્ડર લોન્ચ : સમય પહેલાં કામ પૂરું

    8 hours ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સ્ટેશન પર નિર્માણાધીન 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજના ગર્ડર લોન્ચિંગનું અત્યંત પડકારજનક કાર્ય 2 થી 8 ઓક્ટોબર દરમિયાન વિવિધ તબક્કામાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વિશેષ વાત એ છે કે, આ કામગીરી નિર્ધારિત સમયમર્યાદા કરતાં પણ વહેલી પૂરી કરી લેવામાં આવી છે.બંને રેલવે લાઇન પર ટ્રેનોના સંચાલનમાં ન્યૂનતમ વિક્ષેપ પડે અને મુસાફરોની સલામતી જળવાઈ રહે તે માટે વિશેષ માઇક્રો-પ્લાનિંગ સાથે કામગીરી કરવામાં આવી હતી. આ નવો ૧૨ મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ આગામી સમયમાં તહેવારો અને રોજીંદા ધસારા દરમિયાન પ્લેટફોર્મ વચ્ચે મુસાફરોની અવરજવરને સુગમ બનાવશે તથા ભીડનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં મદદરૂપ થશે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, "ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે મુસાફરોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. રેલવે ટીમની તકનીકી કાર્યક્ષમતા અને સંકલનને કારણે જ આ મુશ્કેલ કામ સમય પહેલાં પૂરું થઈ શક્યું છે."જ્યારે સિનિયર ડીસીએમ સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, આ વિશાળ બ્રિજ બનવાથી ભવિષ્યમાં વધનારી મુસાફરોની સંખ્યાને પહોંચી વળવામાં મોટી રાહત મળશે.તેમ જણાવાયુ હતુ. 350ટનની ક્રેન અને 60 મજૂરો તૈનાત કરાયા 350 મેટ્રિક ટનની ક્રેન: ભારે ગર્ડર લોન્ચિંગ માટે 350 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતી મુખ્ય ક્રેન અને તેટલી જ ક્ષમતા ધરાવતી બેકઅપ ક્રેનનો ઉપયોગ કરાયો.કામગીરી ઝડપથી પૂર્ણ કરવા 3 હાઇડ્રા મશીનો, 5 વેલ્ડર અને 6 ગેસ કટરનો સતત ઉપયોગ કરાયો.60 થી વધુ કુશળ શ્રમિકો અને 4 અનુભવી સુપરવાઇઝરોની ટીમે કામગીરી કરી.
    Click here to Read More
    Previous Article
    હિંમત તો જુઓ, નેતાએ સરકારી ઓફિસને તાળું મારી દીધું:દાદાએ ટોન્ટ માર્યો અને અધિકારીઓ પેટ પકડીને હસ્યા; બાળકોના ખભે BJPનો ખેસ કોણ પહેરાવી ગયું?
    Next Article
    2 Vans, 30,000 Bottles: 6 Thieves Carry Out Italy's Biggest Wine Robbery

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment