Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢોડા ગામની સમિતિએ એક વર્ષમાં હજારો વૃક્ષો ઉછેર્યા:સાંસદ શોભનાબેન બારૈયાએ ગામના પર્યાવરણ મોડેલની સરાહના કરી

    3 days ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ગામમાં પર્યાવરણની જાળવણી અને હરિયાળી ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્યથી ગ્રામજનો દ્વારા ‘પર્યાવરણ સંભાળ સમિતિ’ની રચના કરવામાં આવી હતી. આ સમિતિ દ્વારા હાથ ધરાયેલા સતત વૃક્ષારોપણ અને માવજતના કાર્યક્રમોના પરિણામે માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં ગઢોડા ગામ અને તેની સીમ વિસ્તારમાં હજારો વૃક્ષો ઉછેરીને તૈયાર કરવામાં આવ્યા છે. આ સફળતા બાદ હવે આજુબાજુના અન્ય 40 જેટલા ગામોમાં પણ આ જ પ્રકારે પર્યાવરણનું જતન થાય તે માટેનું વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગામના આ સફળ મોડેલને રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાના હેતુથી સાબરકાંઠા લોકસભા વિસ્તારના સાંસદ શોભનાબેન બારૈયાએ ગઢોડા ગામની ખાસ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સાંસદએ જાતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીના આ કાર્યમાં સહભાગીદારી નોંધાવી હતી. મુલાકાત દરમિયાન તેમણે છેલ્લા એક વર્ષમાં થયેલી કામગીરીની સઘન સમીક્ષા કરી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સમિતિના સભ્યો દ્વારા આગામી 40 ગામોમાં પર્યાવરણ જતન માટે હાથ ધરાયેલા સુંદર આયોજનને સાંસદ શોભનાબેન બારૈયાએ બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય તેમજ રાજ્ય કક્ષાએ પર્યાવરણ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સંકલન સાધીને ગઢોડા ગામના આ પર્યાવરણલક્ષી વિચારને સમગ્ર ગુજરાત તેમજ દેશભરમાં વ્યાપક બનાવી શકાય તે દિશામાં સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રેરણાદાયી પ્રસંગે ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ હસમુખ પટેલ, અગ્રણી જે.ડી. પટેલ, ગામના સરપંચ અશ્વિન પટેલ, પર્યાવરણ સમિતિના અધ્યક્ષ નવનીત પટેલ સહિત સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સ્તન કેન્સર સ્ક્રિનિંગ ક્લિનિક લોકાર્પણ:મહિલાઓના સ્વાસ્થ્ય રક્ષણ માટે સન ફાર્મા અને સિવિલ હોસ્પિટલનો વિશિષ્ટ સેવાયજ્ઞ
    Next Article
    ગાંધીનગર-અમદાવાદને જોડતો ઈન્દિરા બ્રિજ 12 લેનનો બનશે:દોઢ લાખથી વધુ વાહનોનું ભારણ ઘટાડવા સરકારનો મોટો નિર્ણય, એક વર્ષની અંદર કામગીરી પૂર્ણ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment