Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ ટાવર ચોક પર જાહેરાત બોર્ડ સામે પાલિકાની લાલ આંખ:સુંદરતા, ટ્રાફિક જાળવવા વેપારીઓ, સંસ્થાઓ, પક્ષોને બોર્ડ નહીં લગાવવા અપીલ

    2 days ago

    વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાએ શહેરના ઐતિહાસિક ટાવર ચોક ખાતે મનફાવે તેમ લગાવવામાં આવતા જાહેરાતના બોર્ડ, બેનર અને પોસ્ટરો સામે કડક વલણ અપનાવ્યું છે. પાલિકાએ ટાવર ચોકની સુંદરતા, સ્વચ્છતા અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે એક જાહેર અપીલ પ્રસિદ્ધ કરી છે. આ અપીલમાં નગરપાલિકાએ વેરાવળ-પાટણ શહેરના તમામ વેપારીઓ, વિવિધ સંસ્થાઓ, રાજકીય પક્ષો અને નાગરિકોને ટાવર ચોક વિસ્તારમાં કોઈપણ પ્રકારની જાહેરાત સામગ્રી ન લગાવવા વિનંતી કરી છે. પાલિકાના જણાવ્યા અનુસાર, ટાવર ચોક શહેરનું એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સ્થળ છે. અહીં બોર્ડ, બેનર કે પોસ્ટરો લગાવવાથી માત્ર શહેરની સુંદરતા જ નહીં, પરંતુ જાહેર વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થા પર પણ નકારાત્મક અસર પડે છે. ખાસ કરીને ટાવર ફરતે મોટી સંખ્યામાં જાહેરાત સામગ્રી લગાવવાથી સ્થળની શોભા ઘટે છે અને વાહનચાલકોને પણ મુશ્કેલી પડી શકે છે. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણાએ જણાવ્યું હતું કે, ટાવર ચોક શહેરનું મહત્વનું જાહેર સ્થળ હોવાથી તેની સુંદરતા અને સ્વચ્છતા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, જાહેરાતના બોર્ડ અને બેનરોના કારણે ટ્રાફિકમાં અવરોધ તથા જાહેર સ્થળની શોભા પર અસર ન થાય તે માટે નાગરિકો અને વેપારીઓને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરની સુંદરતા અને જાહેર સ્થળોની જાળવણી માત્ર તંત્રની જ નહીં, પરંતુ નાગરિકોની પણ સામૂહિક જવાબદારી છે. ટાવર ચોક જેવા ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સ્થળની ગરિમા જળવાઈ રહે તે માટે સૌના સહકારની જરૂરિયાત છે.
    Click here to Read More
    Previous Article
    કુલગામમાં હિંદુ મજૂરોની હત્યાનો શક લતીફ પર:લશ્કર સાથે જોડાયેલો છે; અનંતનાગમાં 10 દિવસ પહેલાં કોન્સ્ટેબલની હત્યામાં પણ તેનું નામ આવ્યું હતું
    Next Article
    આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં:સૌરાષ્ટ્ર યુનિ.નું નવું ઓડિટોરિયમ, લાઇબ્રેરી, મનપાના 253 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, શિક્ષણમંત્રી-કૃષિમંત્રીની ઉપસ્થિતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment