Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં:સૌરાષ્ટ્ર યુનિ.નું નવું ઓડિટોરિયમ, લાઇબ્રેરી, મનપાના 253 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, શિક્ષણમંત્રી-કૃષિમંત્રીની ઉપસ્થિતિ

    3 days ago

    ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા.2 ઓગસ્ટના રવિવારે રાજકોટ આવવાના છે ત્યારે તેમના હસ્તે રૂ.272.26 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના 252.16 કરોડના કામોનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 20.10 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. યુનિવર્સિટીમાં રાજકોટના બીજા સૌથી મોટા ઓડિટોરિયમ હોલનું લોકાર્પણ કરવા માટે મુખ્યમંત્રી ખુદ અહીં પધારી રહ્યા છે અહીં આ ઓડિટોરિયમની કેપેસિટી 934 સીટની છે. CMના તમામ કાર્યક્રમો રવિવારે બપોર બાદના છે. તેમની સાથે શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા અને કૃષિમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેવાનો છે. નવા ઓડિટોરિયમ હોલ ખાતેથી ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, તા.2 ઓગસ્ટના રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ટેન્ટેટિવ કાર્યક્રમ છે. જેમાં સાંજે 4.30થી 5.30 વાગ્યા સુધી પૂજિત રૂપાણી ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારબાદ સાંજે 6થી 7 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઓડિટોરિયમ હોલ ખાતેથી ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. થોરાળાના 67 ખેડૂતોનો 50 વર્ષ જૂનો પ્રશ્ન દૂર થયો છે. આ ખેડૂતોને 7-12ના જમીનના હક્કપત્રોનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વહીવટી તંત્રના અભિયાન "સ્વચ્છ હાથ, પોષણ સાથ" નું લોન્ચિંગ કરવામાં આવનાર છે. જે બાદ સાંજે 7.15 થી 7.45 વાગ્યા દરમિયાન મવડીના ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાનારી રાજકોટ બિલ્ડર એસોસિયેશનની એન્યુઅલ જનરલ મીટીંગમાં ઉપસ્થિત રહેશે. 154.04 કરોડના 13 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે તારીખ 2 ઓગસ્ટના રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ પધારવાના છે. તેમનો મુખ્ય સ્ટેજ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત ઓડિટોરિયમ હોલમાં છે. જ્યાંથી રાજકોટ શહેરના કુલ 272,26,57,000 ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના 98.12 કરોડના 13 કામોના લોકાર્પણ થશે. આ ઉપરાંત 154.04 કરોડના 13 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય ઓડિટોરિયમ હોલ માં જે કાર્યક્રમ થવાનો છે તે રાજકોટનો બીજો સૌથી મોટો ઓડિટોરિયમ હોલ બનવા જઈ રહ્યો છે. જે રૂ.11.91 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે જેની સીટિંગ કેપેસિટી 934 છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી તૈયાર થયેલી નવનિયુક્ત ન્યૂ લાઇબ્રેરી બિલ્ડીંગનું આખરે લોકાર્પણ થશે. જે રૂ.7.71 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. આ લાઇબ્રેરીમાં આગ બુઝાવવાના સાધનો અને ફાયર NOC ન હોવાથી લોકાર્પણ થઈ શક્યું ન હતું અને તેથી વિદ્યાર્થીઓ માટે પણ આ લાઇબ્રેરી કામ આવી રહી ન હતી પરંતુ હવે જ્યારે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. આ સિવાય અહીંના હેલ્થ સેન્ટરનું રૂ.68.57 લાખના ખર્ચે લોકાર્પણ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલ રૂ.20,10,57,000 ના વિકાસ કામોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ ટાવર ચોક પર જાહેરાત બોર્ડ સામે પાલિકાની લાલ આંખ:સુંદરતા, ટ્રાફિક જાળવવા વેપારીઓ, સંસ્થાઓ, પક્ષોને બોર્ડ નહીં લગાવવા અપીલ
    Next Article
    ભારે વરસાદની આગાહીને પગલે પોરબંદર તંત્ર એલર્ટ:નાગરિકોને આપાતકાલીન સ્થિતિમાં 1077 ટોલ-ફ્રી કંટ્રોલ રૂમનો સંપર્ક કરો, અફવાઓથી દૂર રહેવા અને સાવચેત રહેવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment