Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદની આગાહીને પગલે પોરબંદર તંત્ર એલર્ટ:નાગરિકોને આપાતકાલીન સ્થિતિમાં 1077 ટોલ-ફ્રી કંટ્રોલ રૂમનો સંપર્ક કરો, અફવાઓથી દૂર રહેવા અને સાવચેત રહેવા અપીલ

    3 days ago

    હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. નિવાસી અધિક કલેક્ટર આશિષ મિયાત્રાએ નાગરિકોને સાવચેત રહેવા અને તંત્ર દ્વારા જાહેર કરાતી સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરવા અપીલ કરી છે. અધિક કલેક્ટરે જણાવ્યું કે હાલ તાલુકા અને જિલ્લા કક્ષાનું સમગ્ર વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમણે નાગરિકોને ગભરાવાને બદલે સુરક્ષાને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટરે લોકોને અફવાઓથી દૂર રહેવા, નદી-નાળા, દરિયાકિનારા, કોઝવે અને પાણી ભરાયેલા જોખમી સ્થળોએ જવાનું ટાળવા વિનંતી કરી છે. અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા અને વીજળીના થાંભલા, ઝાડ કે મોટા હોર્ડિંગ્સ નીચે ઊભા ન રહેવાની પણ સલાહ આપી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં મદદ માટે નાગરિકો 1077 ટોલ-ફ્રી કંટ્રોલ રૂમ અથવા જિલ્લા કંટ્રોલ રૂમના 2220800 અને 2220801 નંબર પર સંપર્ક કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં:સૌરાષ્ટ્ર યુનિ.નું નવું ઓડિટોરિયમ, લાઇબ્રેરી, મનપાના 253 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, શિક્ષણમંત્રી-કૃષિમંત્રીની ઉપસ્થિતિ
    Next Article
    પાટણમાં ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો:શિક્ષકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, સંસ્કારનું મહત્વ સમજાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment