Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો:શિક્ષકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, સંસ્કારનું મહત્વ સમજાવ્યું

    3 days ago

    પાટણની પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઇસ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ અને શાળા પરિવારે સંયુક્તપણે "ગુરુ વંદન - છાત્ર અભિનંદન" કાર્યક્રમનું આયોજન કર્યું હતું. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ દ્વારા સંચાલિત આ શાળામાં પ્રાર્થના સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ અને શાળા પરિવારના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે રાજેશભાઈ, કમલેશભાઈ સ્વામી, ભાવેશભાઈ ત્રિવેદી, સચિનભાઈ પટેલ અને જાગૃતિબેન ખમાર હાજર રહ્યા હતા. મુખ્ય વક્તા બિનલબેન બારોટે ગુરુ મહિમા પર વ્યાખ્યાન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળાના દરેક વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત વિદ્યાર્થીઓમાં ચૌધરી આર્યા, ચૌહાણ અર્જુન, પંચોલી વિશ્વા, પટેલ વીર, દિવ્યા જોશી, પટેલ કિશા, ચૌધરી ધ્રુવી અને શ્રવણ સુથારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચિત્રકળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સોલંકી ફોરમ અને પ્રભાવશાળી વક્તવ્ય આપવા બદલ કાવ્યાનું પણ બહુમાન કરાયું હતું. શિક્ષક પરિવારમાંથી વિપુલભાઈ ચૌધરી અને પ્રજાપતિ ભરતભાઈનું ગુરુ ગૌરવ સન્માન કરવામાં આવ્યું. ડૉ. દાનેશભાઈ મોદીને Ph.D.ની પદવી પ્રાપ્ત કરવા બદલ અભિનંદન સહ સન્માનિત કરાયા. વિદ્યાર્થીઓએ ગુરુ મહિમાનું વર્ણન કર્યું, મધુર ભજનો રજૂ કર્યા અને સંસ્કારપૂર્વક શપથ ગ્રહણ કર્યા. શાળાના આચાર્ય ડૉ. ઝેડ. એન. સોઢાએ પોતાના પ્રવચનમાં ગુરુ-શિષ્ય સંબંધો, શિક્ષણ સાથે સંસ્કારોનું મહત્વ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સુપરવાઇઝર હર્ષદભાઈ અને ગમનભાઈ, શાળા કો-ઓર્ડિનેટર યોગેશભાઈ તથા સમગ્ર શાળા પરિવારે સહયોગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભારે વરસાદની આગાહીને પગલે પોરબંદર તંત્ર એલર્ટ:નાગરિકોને આપાતકાલીન સ્થિતિમાં 1077 ટોલ-ફ્રી કંટ્રોલ રૂમનો સંપર્ક કરો, અફવાઓથી દૂર રહેવા અને સાવચેત રહેવા અપીલ
    Next Article
    રાજકોટમાં સાડા ત્રણ ઈંચ વરસાદમાં પોપટપરા નાળું બંધ:શહેરમાં સિઝનનો 14 ઇંચ વરસાદ, લાલપરી ડેમ 90% ભરાયો; આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment