Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત:ગાંધીનગર પોલીસના હેડ કોન્સ્ટેબલનું ફરજ દરમિયાન નિધન, 10 જૂને જન્મદિવસ હતો; પોલીસ બેડામાં શોક

    2 weeks ago

    ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનો તપાસના કામે દિલ્હી જઈ રહ્યા હતા, ત્યારે કાળનો ક્રૂર પંજો આખા પોલીસ બેડાને હચમચાવી ગયો છે. રાજસ્થાનના નાથદ્વારા રોડ પર મોડી રાત્રે પોલીસની ગાડીને નડેલા ગમખ્વાર અકસ્માતમાં સાંતેજ પોલીસ સ્ટેશનના 38 વર્ષીય હેડ કોન્સ્ટેબલ બિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાઓલનું કરુણ અવસાન થયું છે. આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગાંધીનગર પોલીસ વિભાગ અને રાઓલ પરિવારમાં ભારે શોકની લાગણી ફરી વળી છે. ચીટિંગના કેસની તપાસ અર્થે દિલ્હી જતી વખતે નડ્યો અકસ્માત મળતી સત્તાવાર માહિતી અનુસાર, સાંતેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ બિરેન્દ્રસિંહ રાઓલ અને તેમની સાથેના અન્ય એક પોલીસ કર્મચારી સરકારી કામગીરી અંતર્ગત ચીટિંગ (છેતરપિંડી) ના એક ગુનાની તપાસ માટે ખાનગી ગાડી લઈને દિલ્હી જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે રાજસ્થાનના નાથદ્વારા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મોડી રાત્રિના સમયે કોઈ અકળ કારણોસર તેમની ગાડી ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અનિયંત્રિત બનેલી ગાડી રોડ વચ્ચેના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં હેડ કોન્સ્ટેબલ બિરેન્દ્રસિંહને શરીરે અને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે મુસાફરી કરી રહેલા અન્ય એક પોલીસ કર્મચારીને પણ નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 5 વર્ષના માસૂમ દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી અકાળે કાળનો કોળિયો બનેલા બિરેન્દ્રસિંહ રાઓલ ગાંધીનગરના સેક્ટર-૨૭ સ્થિત પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની અને આશરે પાંચ વર્ષનો એક નાનકડો દીકરો છે. તેમના પત્ની આરોગ્ય વિભાગમાં સરકારી ફરજ બજાવે છે. આ ઘટનામાં સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે, આગામી 10 જૂનના રોજ બિરેન્દ્રસિંહનો જન્મદિવસ હતો. જન્મદિવસની ખુશીઓ મનાવાય તે પહેલા જ પરિવારનો કમાતો દીકરો અને વહાલસોયો પિતા દુનિયા છોડી ગયો. મોડી રાત્રે પાર્થિવ દેહ ગાંધીનગર લવાશે આ ગમખ્વાર અકસ્માતની વિગતો મળતા જ રાઓલ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને નજીકના સંબંધીઓ બિરેન્દ્રસિંહના પાર્થિવ દેહને લાવવા માટે રાજસ્થાન જવા રવાના થઈ ગયા હતા. પ્રાથમિક વિગતો મુજબ, કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મૃતદેહને લઈને પરિવારજનો મોડી રાત્રે ગાંધીનગર પરત ફરશે. એક બાહોશ પોલીસ કર્મચારીનું ફરજ દરમિયાન અકાળે નિધન થતા ગાંધીનગર પોલીસ વિભાગમાં ભારે ગમગીનીનો માહોલ છે. સાંતેજ પોલીસ સ્ટેશનના તેમના સહકર્મીઓ સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બિરેન્દ્રસિંહના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મહાનગરપાલિકા ઓફિસમાં ભારે બબાલ:કપાત થયેલા પગારના ન્યાય માટે આવેલા કર્મચારીની જ અરજી લેવામાં બાબુઓના થાગાથૈયા, ઉચ્ચ અધિકારીઓ સામે કર્મચારીનો ઉગ્ર આક્રોશ
    Next Article
    જામનગરમાં ઈન્ડસ્ટ્રી 4.0 રોડશો કાર્યક્રમ:ચેમ્બર ઓફ કોમર્સ અને નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment