Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં પંચ સંમેલન તાલીમ યોજાઈ:વી.બી. જી રામ જી યોજના અંતર્ગત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા, વડાળા-કેરાળા રોડનું રિપેરિંગ

    13 hours ago

    પોરબંદર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા વી.બી. જી રામ જી યોજના અંતર્ગત પંચ સંમેલન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને વન તથા પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ દરમિયાન જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા સભ્યોને યોજનાના અસરકારક અમલીકરણ અને તેના લાભો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગ્રામ્ય વિસ્તારોના લોકોને જી.આર.જી.સી. કાર્ડ કઢાવી સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વેટ મિક્સ પદ્ધતિથી ખાડા પુરાયા, વાહનચાલકોને રાહત પોરબંદર જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડાળા-કેરાળા રોડ પર વેટ મિક્સ પેચ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ જિલ્લાના માર્ગોને સલામત અને સુગમ બનાવવાનો છે. કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. વરસાદને કારણે માર્ગ પર પડેલા ખાડાઓનું વેટ મિક્સ પદ્ધતિથી સમારકામ કરાયું હતું, જેનાથી માર્ગની સપાટીમાં સુધારો થયો છે. આ રિપેરિંગ કામગીરીથી વાહનચાલકોને વધુ સુરક્ષિત અને સરળ અવરજવરનો લાભ મળશે. માર્ગની ગુણવત્તા જળવાઈ રહેતા નાગરિકોને સલામત વાહનવ્યવહારની સુવિધા પ્રાપ્ત થશે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો પર જરૂરિયાત મુજબ જાળવણી, પેચ રિપેરિંગ અને સમારકામની કામગીરી નિયમિતપણે કરવામાં આવે છે. પોરબંદરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત પોરબંદર તાલુકાના ખેડૂતો માટે એક અવેરનેસ-ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. પ્રોજેક્ટ ડાયરેક્ટર સુશ્રી સીમા જે. શર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના રણજીત દાસા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, તેના ફાયદાઓ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવા પ્રાકૃતિક જીવાત નિયંત્રણ ઉપાયો તથા તેના યોગ્ય ઉપયોગ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પ્રમાણીકરણ (સર્ટિફિકેશન)ની પ્રક્રિયા, તેનું મહત્વ અને તેમાં ભાગીદારી અંગે પણ માહિતગાર કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરીને તેમને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં સતત બીજા દિવસે મેઘમહેર:વહેલી સવારથી વરસાદી માહોલ, પંચમહાલના તમામ તાલુકાઓમાં વરસાદ
    Next Article
    મિલકતવેરાની 53 કરોડની આવકથી ગાંધીનગર મનપાની તિજોરી છલકાઈ:વ્યાજ માફી યોજનાથી કરદાતાઓને 2 કરોડની રાહત, 1.10 લાખ નાગરિકોએ યોજનાનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment