Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં સતત બીજા દિવસે મેઘમહેર:વહેલી સવારથી વરસાદી માહોલ, પંચમહાલના તમામ તાલુકાઓમાં વરસાદ

    12 hours ago

    પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ મહેર કરી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. સવારથી પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં લોકો વરસાદી માહોલનો આનંદ માણતા જોવા મળ્યા હતા, જ્યારે દૈનિક જનજીવન પર પણ તેની અસર જોવા મળી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી ઝાપટાં ગોધરા ઉપરાંત જિલ્લાના હાલોલ, કલોલ, ઘોઘંબા, શહેરા, જાંબુઘોડા અને મોરવા હડફ સહિતના તમામ વિસ્તારોમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદી ઝાપટાં વરસ્યા હતા. સમગ્ર જિલ્લામાં મેઘરાજાની મહેરને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વરસાદી માહોલ છવાઈ ગયો છે. સત્તાવાર વરસાદના આંકડા જાહેર વહેલી સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના સત્તાવાર વરસાદના આંકડા મુજબ જાંબુઘોડામાં સૌથી વધુ 24 મિ.મી. વરસાદ નોંધાયો છે. ત્યારબાદ હાલોલમાં 24 મિ.મી., કલોલમાં 20 મિ.મી., ગોધરામાં 13 મિ.મી., શહેરામાં 8 મિ.મી., ઘોઘંબામાં 6 મિ.મી. અને મોરવા હડફમાં 6 મિ.મી. વરસાદ નોંધાયો છે. વરસાદથી જનજીવન પર અસર સતત બીજા દિવસે વરસાદી માહોલ રહેતાં જિલ્લામાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે. જોકે, કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાનમાં આવેલા આ બદલાવથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે વરસાદથી ખરીફ પાકને લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન અપાયું:NMNF યોજના હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
    Next Article
    પોરબંદરમાં પંચ સંમેલન તાલીમ યોજાઈ:વી.બી. જી રામ જી યોજના અંતર્ગત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા, વડાળા-કેરાળા રોડનું રિપેરિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment