Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન અપાયું:NMNF યોજના હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    11 hours ago

    પોરબંદર તાલુકાના ખેડૂતો માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત એક જાગૃતિ અને ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ ડાયરેક્ટર સુશ્રી સીમા જે. શર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના રણજીત દાસા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, તેના વિવિધ ફાયદાઓ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વધુમાં, ખેડૂતોને અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવા પ્રાકૃતિક જીવાત નિયંત્રણ ઉપાયો તેમજ તેના યોગ્ય ઉપયોગ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સર્ટિફિકેશનની પ્રક્રિયા, તેનું મહત્વ અને તેમાં ભાગીદારી અંગે પણ માહિતગાર કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન, ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરીને તેમને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    बांकीपुर उपचुनाव पर प्रशांत किशोर का बड़ा आरोप, बोले- 'पुलिस ने मतदाताओं और कार्यकर्ताओं को डराया'
    Next Article
    ગોધરામાં સતત બીજા દિવસે મેઘમહેર:વહેલી સવારથી વરસાદી માહોલ, પંચમહાલના તમામ તાલુકાઓમાં વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment