Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિલકતવેરાની 53 કરોડની આવકથી ગાંધીનગર મનપાની તિજોરી છલકાઈ:વ્યાજ માફી યોજનાથી કરદાતાઓને 2 કરોડની રાહત, 1.10 લાખ નાગરિકોએ યોજનાનો લાભ લીધો

    13 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની આક્રમક અને કરદાતા-મિત્રતાપૂર્ણ વેરા વસૂલાત ઝુંબેશને અભૂતપૂર્વ સફળતા મળી છે. નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન 1 એપ્રિલથી 31 જુલાઈ 2026 સુધીના આશરે 4 મહિનાના ટૂંકા ગાળામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹53.13 કરોડનો મિલકતવેરો વસૂલ કરવામાં આવ્યો છે. પ્રોત્સાહક વળતર યોજનાનો લાભ લઈને પાટનગરના 1,10,928થી વધુ કરદાતાઓએ સમયસર પોતાનો વેરો ભરી નાગરિક ફરજ બજાવી છે. 71,858 નાગરિકોએ ઘરેબેઠા ઓનલાઈન વેરો ભર્યો ડિજિટલ ઈન્ડિયાના યુગમાં ગાંધીનગરના નાગરિકોમાં ઓનલાઈન વેરો ભરવાનો ક્રેઝ વધ્યો છે. કુલ કરદાતાઓમાંથી 65% એટલે કે 71,858 નાગરિકોએ ઘરેબેઠા ડિજિટલ માધ્યમથી વેરો ભર્યો હતો. ઓનલાઈન વેરો ભરનારાઓને મળતા વધારાના લાભ સાથે કુલ 12% પ્રોત્સાહક વળતર મળતા, નાગરિકોએ વળતરનો લાભ લીધો હતો અને કોર્પોરેશનની તિજોરીમાં ઓનલાઈન માધ્યમથી ₹29.81 કરોડ જમા થયા હતા. 19,295 કરદાતાઓને ₹2.07 કરોડ વ્યાજ માફીનો લાભ ભૂતકાળના બાકી લેણાંની વસૂલાત સુગમ બનાવવા 1 માર્ચથી 31 જુલાઈ 2026 સુધી અમલમાં મુકાયેલી 'વિશેષ વ્યાજ માફી યોજના'ને પણ ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે. 19,295થી વધુ કરદાતાઓએ પોતાના જૂના બાકી લેણાં ચૂકવી આપ્યા હતા. જેના પરિણામે કરદાતાઓને આશરે ₹2.07 કરોડની વ્યાજ માફીનો સીધો આર્થિક ફાયદો થયો હતો. મહાનગરપાલિકાની બાકીદાર કરદાતાઓને વેરો ભરવા અપીલ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે. જોકે, સમય અને નાણાંની બચત માટે પાલિકા તંત્ર દ્વારા નાગરિકોને ઓનલાઈન વેરા સિસ્ટમનો મહત્તમ ઉપયોગ કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત, બાકીદાર કરદાતાઓને સમયસર વેરો ભરીને પાટનગરના વિકાસ કાર્યમાં સહયોગ આપવા અપીલ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં પંચ સંમેલન તાલીમ યોજાઈ:વી.બી. જી રામ જી યોજના અંતર્ગત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા, વડાળા-કેરાળા રોડનું રિપેરિંગ
    Next Article
    "I Lost Everything": Rajesh Kumar On Struggles After Leaving Acting

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment