Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાલોડમાં આરોગ્ય વિભાગ સક્રિય:તાલુકામાં હેલ્થ સર્વે અને દવા વિતરણ શરૂ

    8 hours ago

    તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય થયેલી વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને અટકાવવા માટે યુદ્ધના ધોરણે આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત, તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને સ્થળાંતરિત નાગરિકો માટેના આશ્રયસ્થાનો (શેલ્ટર હોમ) ખાતે ખાસ આરોગ્યલક્ષી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ચાલુ વરસાદ અને ભેજવાળા વાતાવરણ વચ્ચે જળજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓને દૂર કરવા માટે, જિલ્લા આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વાલોડ તાલુકાની મેડિકલ ટીમો દ્વારા સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત, આરોગ્યકર્મીઓએ ઘરે-ઘરે જઈને લોકોના સ્વાસ્થ્યની તપાસ કરી હતી અને ખાસ કરીને બાળકો, સગર્ભાઓ તથા વૃદ્ધોની વિશેષ કાળજી લેવા પર ભાર મૂક્યો હતો. આરોગ્ય ટીમે તાલુકાના શેલ્ટર હોમમાં આશ્રય મેળવી રહેલા નાગરિકોના સ્વાસ્થ્યનું પણ ઝીણવટભર્યું પરીક્ષણ કર્યું હતું. આ તકે લોકોને વરસાદી સિઝનમાં આરોગ્ય જાળવણી અંગે માર્ગદર્શન આપતા જણાવાયું હતું કે, નાગરિકોએ હંમેશાં પાણી ઉકાળીને અને ઠંડુ કરીને જ પીવું જોઈએ જેથી પાણીજન્ય રોગોથી બચી શકાય. આ અભિયાન દરમિયાન, આરોગ્ય વિભાગ દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને ત્વરિત સારવાર પૂરી પાડવાની સાથે જ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ, પાણી શુદ્ધિકરણ માટે ક્લોરીનની ગોળીઓ અને ઝાડા-ઉલ્ટીના કિસ્સામાં તાત્કાલિક રાહત આપવા માટે ઓ.આર.એસ. (ORS) ના પેકેટનું પણ વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરોના ઉપદ્રવમાં વધારો ન થાય તે માટે, આરોગ્ય ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં એન્ટી-લાર્વલ કામગીરી (લાર્વાના નાશ માટેની દવાઓનો છંટકાવ) પણ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ વરસાદી પરિસ્થિતિમાં સાવચેતી રાખે અને કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે.
    Click here to Read More
    Previous Article
    ઉમરગામના ભીલાડમાં ઘરેલુ હિંસા અધિનિયમ-2005 પર સેમિનાર યોજાયો:નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલાઓને કાનૂની અધિકારો અને સુરક્ષા કાયદાઓ અંગે માર્ગદર્શન અપાયું
    Next Article
    પોરબંદરમાં બોગસ ડોક્ટર સામે SOGની કાર્યવાહી:મેડિકલ ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરતો શખ્સ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment