Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર ગંગા સિંઘે નર્મદાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી:કેવડિયા-તણખલા માર્ગ પર ડાયવર્ઝન ધોવાતા ઝડપી કામગીરીના દિશાનિર્દેશ આપ્યા

    10 hours ago

    નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે માર્ગ વ્યવહાર અને જનજીવન પર વ્યાપક અસર થઈ છે. આ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી સ્થિતિની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન અને દિશાનિર્દેશો આપ્યા હતા. કલેક્ટર ગંગા સિંઘે સૌપ્રથમ કેવડિયા-તણખલા માર્ગ પર નિર્માણાધીન બ્રિજ પાસે ધોવાઈ ગયેલા ડાયવર્ઝન સ્થળની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, તેમણે તિલકવાડા ખાતે નર્મદા અને મેણ નદીના સંગમ સ્થળ પર આવેલા ઐતિહાસિક મઢી આશ્રમ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.એચ. મોદી અને હેમંત વસાવા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ વરસાદને કારણે થયેલ નુકસાન અને પુનઃસ્થાપન કામગીરીમાં પડતી મુશ્કેલીઓ અંગે કલેક્ટરને માહિતી આપી હતી. કલેક્ટરે વરસાદમાં વિરામ મળતા જ તાત્કાલિક ધોરણે જરૂરી માનવબળ અને મશીનરી સાથે કામગીરી પૂર્ણ કરીને માર્ગને વહેલી તકે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે જણાવ્યું હતું કે, વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને અન્ય સંબંધિત વિભાગો સતત સંકલન સાથે કાર્યરત છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં જનસુરક્ષા સુનિશ્ચિત કરવા, માર્ગ વ્યવહાર શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવા અને નાગરિકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે તમામ જરૂરી પગલાં પ્રાથમિકતાના ધોરણે લેવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં પંચ સંમેલન તાલીમ યોજાઈ:વી.બી. જી રામ જી યોજના અંતર્ગત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા
    Next Article
    ઉમરગામના ભીલાડમાં ઘરેલુ હિંસા અધિનિયમ-2005 પર સેમિનાર યોજાયો:નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલાઓને કાનૂની અધિકારો અને સુરક્ષા કાયદાઓ અંગે માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment